SearchBrowseAboutContactDonate
Page Preview
Page 384
Loading...
Download File
Download File
Page Text
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 383 ખેંચી આકાશ ને ઠીંગણું કર્યું. સામ્યવાદમાં સૌ સરખા. સૌએ સાષ્ટાંગ દંડવત્ કર્યા, અર્થાત હંમેશ માટે સૌ સૂતા. ચિત્રકાર કવિ રાજુ પારેખ ૧૯૮૯માં “કદાચ કવિતા' પ્રગટ કરે છે. કાળા કવિ બેન્જામીન મોલાઈસને ફાંસી અપાઈ. આયરલેન્ડ, બેલફાસ્ટ, પ્રિટોરિયા, રહોડેશિયા એથી ત્રસ્ત થયાં. કવિ અહીં કરુણ કટાક્ષ કરે છે. દમામદાર બે મિનિટ શોક, મૌન ઊજવશે. (મૌન પાળશે, એમ નહિ, મૌન ઊજવશે') મૃત્યુ “જોણું' બની જાય છે. બીજે દિવસે, શોકસભા પછી તરત જ પાછી, એજ કાળા ધોળાની શાશ્વત સૂગ. અધતન યુગ - મૃત્યુ સ્વરૂપ, મૃત્યુ ચિંતન, મૃત્યુની વાસ્તવિકતા તથા ભયાનકતા સુરેશ જોષી સં. ૨૦૧૭માં ‘પ્રત્યંચા' કાવ્યસંગ્રહ પ્રગટ કરે છે. “લહરી' કાવ્યમાં કવિ મૃત્યુના ઇંડાને ફોડી બહાર નીકળતા જીવનશાવકના પ્રથમ ઉચ્છવાસના સંકેતસમી સવાર ઊગ્યાની વાત કરે છે. જેમાં મૃત્યુ પર જીવનબળનો વિજય સૂચવાયો છે. “સૂર્ય અને ચંદ્ર'માં જૂઈની કળીને ખભે માથું ટેકવી ઢળી પડતા શિશુ શા સૂર્યની વાત કરતાં “મૃત્યુનો ખોળો, જાણે જૂઈની કળીનો ખભો’ કહી પ્રતીકાત્મક રીતે મૃત્યુની નજાકતને સૂચવે છે. તેરમા કાવ્યમાં સુરેશ જોષી લોહીમાં ભળી ગયેલા મૃત્યુના અનુભવની વાત કરે છે. ચૌદમા કાવ્યમાં મૃત્યુનાં જુદાં જુદાં રૂપની તેઓ વાત કરે છે. ચંદ્રનું ખડી રંગનું પ્રેત, એટલે જ ચોરપગલે પ્રવેશતું મૃત્યુ. જેને પડકારી કંકયુદ્ધ નાયક કરે છે. અઢારમા કાવ્યમાં મહેલને મિનારે લાલ ચાંચવાળા કાળા મોટામસ પંખીની વાત મૃત્યુનું પ્રતીક છે. એની આંખો જાણે અગ્નિની આંચ. કાવ્યનાયક મૃણાલને સંબોધી કહે છે. “લાળઝરતે મોઢે ઘરડું મરણ ભટકે છે બારણે બારણે પૂછે છે મારું નામ” જ મૃત્યુનો ભય એટલો છે કે, મૃત્યુ એને ઓળખી ન શકે એટલા માટે કાવ્યનાયક શહેરના ટોળામાં પોતાનો ચહેરો વારંવાર ભૂસતો ફરે છે. સંતાડતો ફરે છે. મૃત્યુની વિભાવના હવે બદલાઈ છે. હોવું ન હોવું ની દ્વિધામાં ગુંચવાતો માનવ એના પડછાયામાં મરણના ઓળાને માપ લેતો જુએ છે. કાવ્યનાયક કહે છે. “મરણ એટલે મોક્ષ એ વાતમાં મને વિશ્વાસ નથી મરણ પછી પણ સમય તો વળગેલો જ રહે છે. 2. એ મેં મરેલાઓની આંખોમાં જોયું છે પછી ગણિત બદલાય છે એટલું જ” 42 કવયિત્રી સુશીલા ઝવેરી ૧૯૮૫માં પતિના અવસાન (1979) નિમિત્તે લખાયેલું પુસ્તક ક્ષણોનું આલ્બમ’ પ્રગટ કરે છે. જેમાં જિંદગીના સવાલના જવાબ તરીકે “મૃત્યુ'ને એમણે P.P. Ac. Gunratnasuri M.S.. Jun Gun Aaradhak Trust
SR No.036417
Book TitleArvachin Gujarati Kavitama Mrutyunu Nirupan
Original Sutra AuthorN/A
AuthorBhanumati Jani
PublisherParshwa Publication
Publication Year1998
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size875 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy