________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 382 આપતું. સ્વજનનું મૃત્યુ થતાં “ઘર” પછી “ઘર' નથી રહેતું. જિગરનો ટુકડો ચિરાઈ જતાં હૈયું ખંડેરસમું બને છે. ને હૈયાનું મૌન પણ રડી ઊઠે છે. અમને આપોને'માં પણ દીકરીના મૃત્યુને કારણે વેરાન બનેલા આયખાની વેદના શબ્દબદ્ધ બની છે. પાન ડાળથી અલગ થઈ ગયાની વેદના અકથ્ય હોવાનું કવિ કહે છે. “આંખોને અણસારે' કાવ્ય પણ સદ્ગત પુત્રીનાં સ્મરણોને ઉભરાવે છે. સદૂગત પુત્રી રુસણાનું ગીત લઈને સોફામાં આવે છે. તો “સૂરજ ડૂળ્યો ને' દીકરીના અવસાને પોતાના જીવનના સુખનો સૂરજ ડૂબ્યાની પ્રતીતિ કરાવે છે. કવિ કહે છે. “આંખોનું બંધ થાવું કેમ રે ભૂલાય? 41 સ્વજન અધખુલ્લા બારણામાંથી હાલી નીકળ્યા છે, તે લોકો ટોળે વળ્યા છે. ઊગતા પગલાને વાંકી નજરે - જુએ છે ત્યાં શ્વાસોનું રણ રહ્યું થાકી” 42 સ્વજન-મૃત્યુએ જીવનને રણ સમું બનાવી દીધું છે. ચૈતન્યબહેન, જ. દિવેટિયા ૧૯૮૭માં “પુષ્પાંજલિ' કાવ્યસંગ્રહ પ્રકટ કરે છે. પિતાની પ્રથમ પુણ્યતિથિએ રચેલી આ રચનાઓ છે. પિતાજી જતાં પોતાની જીવનનાવ અટવાતી. અનુભવાય, પણ ઈશ્વરમાં શ્રદ્ધા હોવાથી તેઓ સ્વસ્થતા મેળવી શકે છે. આ કવયિત્રીએ થોડાંક હાઈકુ પણ લખ્યાં છે. “પ્રાણ ઊડી ગયું સુગંધ અવશેષમાં” 43 માં મૃત્યુ પામનારની સ્મરણ સુગંધની શાશ્વતતાની વાત કવયિત્રીએ કરી છે. ૧૯૮૮માં ઉપેન્દ્ર પંડ્યા “ઝરમર' કાવ્યસંગ્રહ લઈને આવે છે. “એ” કાવ્યમાં પત્નીના અવસાને મૂળમાંથી ઉખડી હચમચી જનારા કાવ્યનાયકની વેદનાને કવિ વાચા આપે છે. પત્નીના અવસાન બાદ જિંદગી અનિમેષ, સ્તબ્ધ, ભૂતાવળ સમી, બિહામણી, પ્રલંબ ને કારમી બની ગઈ છે. પત્નીના અવસાને હવે તો માત્ર મૃત્યુ જ જીવતું રહ્યાંની અનુભૂતિ થાય છે. તો “ગઈ તું'માં સદૂગત બહેનને યાદ કરાઈ છે. “ગુલાબ ખરી ગયું, ને કંટકો રહી ગયાં'ની અનુભૂતિ તેઓ કરે છે. - ભીખુ કપોડિયા “અને ભૌમિતિકા' નામનો સંગ્રહ ૧૯૮૮માં પ્રકટ કરે છે. તમે ગયાં નેમાં પ્રિયા જતાં સર્વત્ર પ્રસરેલા સૂનકારની વાત કરાઈ છે. આંગણિયે લીંપણમાં પડેલી હથેળીઓની ભાત હવે કલબલતી નથી. ઓકળીઓની થીજી ગયેલી પાંખ જોઈ આભ જેવડો નિસાસો કાવ્યનાયક નાખે છે. એ ૧૯૮૯માં દેવકુમાર પિનાકિન ત્રિવેદી “ઓવારણા લઈને આવે છે. “તિયાનાન્મન ચોક' ચીનની રાજધાનીનો જાહેર ચોક છે. જ્યાં સ્વાતંત્ર્યને લોકશાહી માટે શાંતિપૂર્વક પ્રદર્શન કરતા હજારો વિદ્યાર્થીઓ ઉપર સરકારે ગોળીબાર કર્યા, ને ટેંક ચલાવી તલ કરી. એ ઘટનાને કેન્દ્રમાં રાખી ચોકમાંની સ્મશાનવત શાંતિનો કરુણ સંદર્ભ કવિ આપે છે. કવિ કહે છે તિયાના”ન ચોકમાં હવે ઈન્ટરનેશનલ પીસ જ પીસ છે. લશ્કરે એક ઝાટકે નીચે Jun Gun Aaradhak Trust P.P, AC. Gunratnasuri M.S. "