________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 419 કવિ શશિશિવમ્ (“શ્વાસનો શ્વાસ’) મૃત્યુને સાન્તથી “અનંત તરફની યાત્રા' કહે છે. શરીર સાન્ત છે. આત્મા અનંત. સાન્તમાંથી, નશ્વરતામાંથી આત્મા અનંત તરફ પ્રયાણ કરે છે એ સૂક્ષ્મ ઘટનાને હજુ સુધી કોઈ સમજી શક્યું નથી. સાન્ત તરફથી અનંત તરફની ગતિને કવિ મંગલદાયી માને છે. “અનંતમાં વિલય'માં સાન્તનો અનંતમાં થતો વિલય દર્શાવાયો છે. જીવાત્મા ક્યાં ભૂલો પડ્યો છે એ નથી સમજાતું. અનંત ભણીના પ્રયાણ સમયે સીમ, સીમાડા દેખાતા નથી. ન સૂર્ય, ચંદ્ર, તારા, અગ્નિ, કે પાણી, વાયુ કે શબ્દ કશુંજ અનુભવાતું નથી. પછી તો રહે છે માત્ર સૂક્ષ્મ યાત્રા. પરમતેજમાં, અનંતમાં વિલય પામવાની આનંદાનુભૂતિ થાય છે. તેમાં તેજ થઈ, આમંત્યમાં આતંત્ય થઈ પેલું કશુંક પૂર્ણતામાં પ્રસરી જાય છે. પેલું કશુંક, પૂર્ણતામાં પૂર્ણ થઈ બ્રહ્માંડમાં વિલસી રહે છે. જયાંથી પછી પાછા ફરવાનું નથી “તત ધામમ્ પરમ” મમ' આકાર ઓગળી જાય છે નિરાકારમાં. - કવયિત્રી કમલ વૈદ્ય પ્રશ્ન કરે છે વિદાયનું ગીત છેડી મૃત્યુ બાદ પથિક ક્યાં જાય છે ? જનારે જીવતા હતા ત્યાં સુધી તેજ છાયાના છંદનો હિલોળ ઝીલતાં જીવન ગાયું. કવિ શ્રીકાંત માહુલીકર કહે છે ભીતર ડોકિયું, કરતાં સમજાય છે કે જીવન એ જીવન નથી. મૃત્યુ નથી મૃત્યુ. મરણને તેઓ જીવનના મહાનલ-સાગરમાંથી ઊર્મિલહર તરીકે ઓળખાવે છે. જીવન અને મૃત્યુને ભિન્ન રીતે સમજાવવા મુશ્કેલ છે. આ બંનેને અલગ પાડી શકાય તેમ નથી. તેમ છતાં કવિ અંતે જીવનને જ સત ગણે છે, ને એનો જ વિજય સૂચવે છે. - કવિ યોસેફ મેકવાન માનવ જીવનની નશ્વરતાને કાવ્યમય રીતે વર્ણવે છે. આપણા અસ્તિત્વને કવિ શ્વેત અલ્પાયુષી ઝાકળ સમું ગણાવે છે. જેમાં કથ્થઈ અનિશ્ચિતતા વચ્ચે માનવજીવન થોડુંક મહોરે ન મહોરે ત્યાંજ... કવિ કહે છે, જીવનના અન્ય રંગનો સ્વાદ આવ્યો હોત તો શ્વેત રંગના મૃત્યુનો) અર્થ સમજાત. સહેજમાં મૃત્યુ પામી પાછા તરત પુનર્જન્મની તૈયારી કરવાની હોય છે. (‘સૂરજનો હાથ’) યોસેફ મેકવાનનું પણ માનવું એમ છે કે સ્થૂલ મૃત્યુ કવિના નામને મારી શકતું નથી. તેથી તો પડકાર સાથે કહે છે કાનમાં કહું મારા મૃત્યુ સાથે મારા નામને દફનાવી તો જોજો” 155 મહેશ દવે ૧૯૬૯માં બીજો સૂર્ય' નામનો સંગ્રહ પ્રગટ કરે છે. તેઓ મૃત્યુને “ઇતિ’ માનતા નથી. મૃત્યુ પામનાર પોતાની વાસના છોડી શકતા નથી. ને તેથી તો એને વારંવાર જન્મવું પડે. “વિરાટ કાળું ડિલ્મ પિંજરમાં.” જન્મમૃત્યુના ટ્રાફિકમાં જીવવાનું વાસ્તવ અસહ્ય લાગે છે ક્યારેક. મૃત્યુનો અનુભવ કરતો હોવા છતાં માનવ એને ઓળખી શકતો નથી. ને મરનાર કદી એ અનુભવ કહેવા રોકાઈ શક્તો નથી. માનવ મૃત્યુના પડછાયાને જ માત્ર પામી શકે. કાવ્યનાયક કહે છે, પોતે અનેક સ્મશાનોમાં, કબ્રસ્તાનોમાં, ચર્ચયાર્ડોમાં, કૂવાઓમાં, બળ્યા, દટાયા, ફેલાયા છતાં એમને મૃત્યુ તો ન જ મળ્યું. પોતાની જેમ જ મૃત્યુ પણ ટાવરના લોલક પર બેસી ઝૂલ્યા કરતું એમને લાગે છે. જીવન કે મૃત્યુનો અંત જ નથી. બંને અનંત. કવિ પ્રવીણ દરજી એમ માને છે કે “પુનરપિ જનનું પુનરપિ મરણ'નો પ્રાચીન સંદર્ભ