________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 418 માણસને મૃત્યુના વિચાર કરાવે, ને મૃત્યુષણ ઈશ્વર તરફ વિશેષ અભિમુખ કરે છે. “તને તો વેદ ઉપનિષદ નેતિ નેતિ, કહી વર્ણવ્યો છે તો આ સંકેલાઈ રહેલા દેહની આંખોમાં ક્ષીણ ટમટમી રહ્યું છે એ કોણ ?"1" જીવન અને મૃત્યુની રમત અવિરત ચાલ્યા કરે છે. કવયિત્રી કહે છે “કોનો દાવ પૂરો થઈ ગયો છે? કોણ ચૂકી ગયું છે એક ધબકાર, કોના શ્વાસમાં તિરાડ પડી છે? કોણ આવ્યું છે અહીં લઇને એક વિશાળ નકાર? કોને પ્રાપ્ત થયો છે. સંપૂર્ણ શાંતિનો અધિકાર?”૧૫ર-બ “ખરાબે ચડેલા વહાણને ન જળ તારી શકે, ન હવા ઉગારી શકે, સુકાનીએ જ ખેલવાનું રહે છે યુધ્ધ યુધ્ધ-પ્રાણસટોસટનું”૧૫૩ અદ્યતન કવિઓ પણ જાયે અજાણ્યે ફરીફરી પુરાણસંદર્ભને કવિતામાં પ્રયોજે છે. જયોત થઈ જાઉં છું'માં પન્ના નાયકે પરોક્ષરીતે મૃત્યુની ઘટનાને 'Supernatural' સ્પર્શ આપ્યો છે. ઇષ્ટદેવની મૂર્તિસમીપ રોજ સવારે ઘીનો દીવો પ્રગટાવતાં કાવ્યનાયિકાને આંખ પાસે દશ્યમાન થાય છે. ભડભડ બળતી ચિતા. દીવાની જ્યોતના અગ્નિ સાથે ચિતાના અગ્નિનું સામ્ય વિચારી લેવાય છે. જીવનની કેડીને જન્મ તથા મરણની બે ડાળીઓ હોવાનું કવયિત્રી કહે છે. જીવનનું તળાવ આંસુઓથી સભર છે. સ્વજન મૃત્યુ પામતાં બચે છે સ્વજનનાં માત્ર બોર શા આંસુ And Miles to Go'માં જીવનયાત્રાનો નિર્દેશ થયો છે. ઊગતો સૂર્ય, જીવનનું, ને આથમતો મૃત્યુનું પ્રતીક. ને બસ આની વચ્ચે ચાલ્યા જ કરવાનું. “પ્રત્યુત્તરમાં આત્મખોજ નિમિત્તે પન્ના નાયકે શરીર અને આત્માની ચર્ચા કરી છે. (“અરસપરસ') જળની જેમ જ વહી જતી આ વય. એમાં કેવળ વસ્ત્ર ઊતારવાનાં છે કે પછી મનના વાઘા, કે પછી બને? આત્મા અને શરીર વચ્ચે આપણે માનીએ છીએ એવી દ્વિધા નથી હોતી. પુનઃ વિપીન પરીખનું પ્રતીકાત્મક કાવ્ય છે. બધું જ આટોપાઈ જશે ત્યારે (અર્થાત્ માનવીના મૃત્યુ સાથે એને માટે બધું જ આટોપાઈ જતું હોય છે ને) મૃત્યુ પામેલા માનવ માટે પછી વૃક્ષ, પંખી, ઘર, સૂરજનો ભભૂકતો અગ્નિ, ચંદ્રનું શીતળ તેજ, તારાઓ, કશું જ નથી હોતું. હોય છે ચારેકોર એક અસીમ સમુદ્ર ને એની ઉપર ઝૂમી રહેલો નીરવ રાત્રિનો અંધકાર ને બધે જ સૂમસામ નિઃશબ્દતા હશે. ....કાવ્યનાયક કહે છે, ને ત્યારે તેઓ વિષ્ણુની નાભિમાંથી કમળ થઈને પાછા પ્રકટશે. શૂન્યમાંથી વિલીન થયા પછી થતા નવસર્જન, પુનર્જન્મની અહીં વાત છે. વિપીન પરીખ કહે છે, બધું જ પૂર્વયોજિત હોય છે. સફાઈબદ્ધ નિયતિ, ધસી આવતી ટ્રકની હડફેટમાં થયેલા કોઈના મૃત્યુનો સંદર્ભ આપતાં તેઓ કહે છે. કે પછી ખરેખર એની પાસે જ એના મૃત્યુનું અફર આજ્ઞાપત્ર હતું?” 154 P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust