________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 417 ભાર લાગે છે. એ કહે છે. “મિત્ર, જરા તો હસો રુદનનો ભાર નથી જીરવાતો કોઇ ટૂંકભરી પ્રજળે છે મારી કેસરવરણી ચેહ કે અડવું લાગે જ્યારે કોઈ હસે ના” (૧૪૭-ડ) (હયાતી-૭૫) અહીં મૃત્યુ એ રુદનનો અવસર ન હોવાનું કવિ કહે છે. તો બીજી બાજુ જિંદગીની દોર મૃત્યુના હાથમાં હોવાથી ને મહામૂલા જીવનને સતત મોતની દોરથી બાંધી રાખવામાં આવ્યું હોવાથી જિંદગી પોતેજ જોખમી હોવાનું કવિ કહે છે. કવિ અનિલ જોશી જિંદગીને ચાવી દીધેલા રમકડા સાથે સરખાવે છે. કાવ્યનાયક જિંદગીથી હારી નથી ગયા, પણ જિંદગીનો એવો મોહ પણ એમને નથી. કવિ “શરીરને પ્રીતિનું ખાતર' કહે છે. (“અનારકલીનું ડાઈગ ડેકલેરેશન”) કડિયો અનારનું શરીર ચણવાનો સંતોષ ભલે લે, બાકી, આત્મા તો સુગંધ જેમ એ દીવાલમાંથી બહાર નીકળી જવાનો. - “સિતાંશુ યશશ્ચંદ્ર જન્મીલંમરણ' માં માનવજીવનની અસ્થિરતાનો નિર્દેશ કરે છે.. ને છતાં બધું સ્થિર માનીને જ ટોચ પર પ્રભુનાં મંદિર એ ચણતો હોય છે. “આ પીતપર્ણ પર પોઢેલા એ સાંભળજો, નવજાત શિશુનો સ્મિત કલરવ અક્ષય છે રે"1૪૮ માં વૃધ્ધોને નવજાત શિશુના મિતકલરવને સાંભળવા આદેશ અપાયો છે. પતિ પર્ણ ખરી પડે છે. પણ એ પહેલાં નવાંકુર, નવું પાન ફૂટી ચૂકયું હોય છે. વૃધ્ધત્ત્વ ખરે છે, જીવન નહિ, એ તો અવિરત વહે છે, મૃત્યુ પામવા માટે પણ શરીર તો જોઈએ જ. કારણ આત્મા તો મરતો નથી. કવયિત્રી જયા મહેતા માર્મિક રીતે “છે” અને “હતા' ના ભેદની વાત કરતાં પ્રશ્ન પૂછે છે “કે વ્યાકરણનાં પુસ્તકોનાં પુસ્તકો જ સમજાવ્યા કરશે આપણને “છે' અને “હતાં” નો ભેદw૯ ભીતર કંઇ કેટલાંય શબ ખડકાયાની અનુભૂતિ, ને અસંખ્ય નનામીઓનો ભાર અનેક જન્મ મૃત્યુનો સંકેત આપે છે. “એકાએક પવન પડી જાય છે. રાખોડી સપનાંઓનો ભંગાર લઈને જહાજ સમુદ્રમાં ગરક થઇ જાય છે. રાતની શાંતિમાં ભંગ પડતો નથી 50 મૃત્યુને રોજિંદી ઘટનારૂપે કવયિત્રીએ સિફતથી રજૂ કરી છે.' મનુષ્યમાત્રની જિજીવિષા પ્રબળ છે. હોસ્પિટલ પોએમ્સ' માં શરીરની સરહદો છોડીને દૂર ભળી જવાની તાલાવેલી ઊડીને આંખે વળગે છે. કવયિત્રી જીવનના બંધનને ભારેખમ જંજીર તરીકે ઓળખાવે છે. એ તૂટવાની જાણે રાહ જોવાય છે. “મોતની છાયા નીચે જિંદગીની આ ઝલક તૂટેલી વાડની વચ્ચે ફૂલોની મહકે ધબક”૧૫૧ જયા મહેતા લખે છે “વસ્ત્રનો એકએક તાંતણો ધીરે ધીરે છૂટો પડવા માંડે ત્યારે સોયદોરા, થાગડથીગડ, ઊડી જતા રંગને, ઝાંખી થતી ભાતને જાળવી શકતા નથી” રોગ P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust