________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 420 પેલા ખુદાભણી વળી ગયેલાંની વણથંભી યાત્રાને જન્મજન્માન્તરના સાહચર્યનું અને “ન ચ વિપ્રયોગ'નું વ્યંજનાત્મક બળ આપે છે. “ફોગટલાલ' માનવમાત્રનું પ્રતીક છે. (ઉત્સધ) “ચોરસ માણસ જન્મે ને મરે, મરે ને જન્મ, જન્મ ને મરે” માં જન્મમરણચક્રની જ વાત ઉલ્લેખાઈ છે. બધુંજ નષ્ટ થઈ ગયા પછી પણ પેલો “પુનરપિ'નો મંત્ર એનું કાર્ય કરતો જ રહેવાનો અને “નિરાલંબ અસ્તિત્વ'ના મંદિર ઉપર ફરકતી જીવનના વિજયની પતાકાઓ જોવાની શક્યતાનો ધખારો પણ ઊભો જ છે. કવિ ભગવતીકુમાર શર્મા માનવજીવનની નશ્વરતાને પ્રગટ કરતાં કહે છે “કલમ, કાગળ, ગઝલ, ચશ્મા અને તડકાભરી બારી, પડ્યું રહેશે બધું અહીંનું અહીં, કંઈ આપણું ક્યાં છે?” અહીં કવિ સનાતન સત્યને વાચા આપે છે. જીવનની આ નશ્વરતા માનવના બનાવટી ઉલ્લાસની મશ્કરી એવી તો કરે છે. એવી તો કરે છે. “હોઠ અને પાંપણની નકરી ઉઘાડબંધ જીવવું-મરવું “હા” “ના' ના ડચકારા” 150 શ્વાસના પાંખાળા અશ્વો કંઈક વાંસવનો વીંધી ઊડી જતા હોય છે. ને પછી જીવ ઊડી જતાં ખોળિયું, માનવ આ ઘર ઉંબર ને ફળિયામાં જડ થઈ જકડાઈ જાય છે અંતે. મફત ઓઝા “રામ બોલો ભાઈમાં શબે માણસોને ઊંચક્યા'ની વાત દ્વારા અવળ વાણીનો પ્રયોગ કરે છે. માણસને તો ક્યાંથી ઊંચકાય? એ તો નીકળી જાય છે બહાર (જીવાત્મા જતો રહે છે) પછી રહે છે માત્ર ખોળિયું. ભગવતપ્રસાદ ચૌહાણ જિદગીને વિદાયનો છોડ કહે છે. લાગણીની ભીનાશમાં જિંદગીનો આ છોડ પાંગરે છે. એટલું જ નહિ, મૃત્યુ પણ લાગણીની ભીનાશમાં પાંગરતું હોવાનું તેઓ કહે છે. કવિની દૃષ્ટિએ જિંદગી અપૂર્ણ છે ને મૃત્યુ પૂર્ણ. જિંદગી અંતે શૂન્ય થઈ ઢોળાઈ જતી હોય છે. લાલભાઈ પટેલ, મૃત્યુ બાદ માનવીને નામ, અવાજ, કશું જ ન હોવાની વાત કરે છે. જિંદગીને તેઓ “જનમટીપ' કહે છે. પોતાના પ્રયાણને “મહાભિનિષ્ક્રમણ' જેવું મોટું નામ તેઓ આપવા માંગતા નથી. એમને “મુક્તિ' જેવો મોટો શબ્દ વાપરવાનું પસંદ નથી. શિવ પંડ્યા જન્મ મૃત્યુ જન્મના ચક્રની વાત પ્રતીકાત્મક રીતે કરે છે. સૂર્ય જન્મે છે. નવજાત શિશુ શો તેજસ્વી ને તપસ્વી. પણ પેલો માતેલા સાંઢ ગોરજ સમયે આવી સૂર્યને શિંગડે ચડાવે છે. ને અશ્રુતમ્ કેશવમ થઈ જાય છે. પાછું સવારે તત્સવિતુર્વરેણ્યું, નવજન્મ. મૃત્યુસમયે તૂટી જતા જન્માંતરના સંબંધજાળાથી કવિ સભાન છે. ને તેથી જ અંતિમ પ્રયાણ સમયે સંબંધના ફોટાની કચ્ચર ઉડાવી દેવા તેઓ તત્પર છે. કવયિત્રી રક્ષા દવે સર્જનહારની સૃષ્ટિના સર્જન, વિનાશ, જન્મ, મરણનાં ગણિત નથી સમજી શકતાં. સૃષ્ટિનો ચિતારો રમતાં રમતાં બધું બનાવીને પછી નિર્મમપણે તોડી નાખે છે. પેલી નાની ટીલકી દા દૂ દા લખીને ભૂંસી નાખે છે, ત્યારે કવયિત્રીને એનામાં સર્જનહારનાં દર્શન * થાય છે. કવિ યોગેશ્વરજી જીવનને જન્મમરણની મહાનિસરણીની એક લઘુ પગથી તરીકે ઓળખાવે છે. શાંતિપૂર્વક જો વિદાય લઈ શકાય તો પછી શોક ન રહે. P.P. Ac. Gunratnasuri M.S. - Jun Gun Aaradhak Trust