________________ : : : અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 299 જ્યાં જ્યાં એનો સ્પર્શ થાય ત્યાં બધુ બળીને ભસ્મ થઈ જાય છે. એ આવે ત્યારે ચારે બાજુ આતંક ફેલાઈ જાય છે. એના શિંગડાથી ને ખરીથી સૌને એ ચૂર્ણ - વિચૂર્ણ કરી નાખે છે. ગર્વભેર ઊભેલાઓને, મધ્યસ્ત લોકોનેય એના પ્રલંબ પૂંછડાની એક માત્ર ઝાપટથી એ નીચે ઢાળી દે છે. પછી ચારેય બાજુ નીરવ શાંતિ છવાઈ જાય છે. “આયુષ્યને અવશેષમાં કવિ રાજેન્દ્ર શાહે જાણે મૃત્યુના આગમનની, આયુષ્યના અંતની પીઠિકા રચી આપી છે. અંધારને ઓઢી સૂઈ જતી સીમાઓ કે વૃક્ષના નીડ પર ફરકી જતું કોઈક પંખી-માનવને સ્વગૃહ-નીડ જવાના સમયનો સંકેત આપે છે. ને પેલો ખરતો તારોય આવી રહેલા મૃત્યુની એંધાણી આપી જાય છે. આયુષ્યના અવશેષે નિકટનાં ગંત સ્વજનો વધુ યાદ આવે. સદ્ગત માનું મરકતું મુખ જાણે સન્મુખ દેખાય છે. વિલીન થતા જીવની એષણાઓ સંતાનોના વિકાસરૂપે કોળે છે. “જીવનનો વિલય' નજીક જઈ રહેલા કાવ્યનાયકને હૃદયની શૂન્યતામાં જાણે પોતાના લય-વિલયનો અનુભવ થાય છે. “સદૈવ-વિસર્જન'માં દેહાત્મભાવના વિસ્મરણનું સૂચન છે. તો જ એકત્વ ને મુક્તિનો આનંદ પામી શકાય ને? મૃત્યુ અહીં કદાચ નવા અંકુરની-જન્મની પીઠિકા રચે છે. એનો આનંદ ઓછો નથી. મૃત્યુના આગમનની “શુભ માંગલ્યની ઘડી'નો અનુભવ કરતી નારીના સંવેદનનું સંવાદરૂપે સુંદર નિરૂપણ “શેષ અભિસાર'માં રાજેન્દ્ર શાહ કરે છે. કાવ્યનાયિકાએ મૃત્યુને ઓળખી, સમજી લીધું છે તેથી જ આનંદભેર એનો સ્વીકાર કરવા એ તત્પર છે. મૃત્યુ પામતી વ્યક્તિને નિહાળતી નિકટની વ્યક્તિના મનોભાવ પણ કવિએ સુંદર રીતે વ્યક્ત કર્યા છે. અંગોમાં શૈથિલ્ય છતાં, પગના અંગૂઠે માત્ર ઝૂલતી કાયાને તેઓ નિહાળે છે. જાણે હમણાં બધું જ સમાપ્ત થઈ જશે. “પર્ણ કો પીપળો કેરું વૃત્તમાંથી જશે ખરી , ખર્યું જાણે ખર્યું....” 34 મૃત્યુ પામી રહેલી, મૃત્યુને મળવા જઈ રહેલી વ્યક્તિનું અભિરામ વર્ણન કવિ કરે છે. બીજું સ્વજન કાવ્યનાયિકાની ચપલા ગતિની વાત કરે છે. બસ, પ્રયાણાર્થે તત્પર જિંદગી છેલ્લું નર્તન કરી નાખે છે. ને પછી થાકીને અંતેં ઢળી પડે છે. ત્રીજું સ્વજન થંભી ગયેલાં ગાન, વ્યાપેલા મૌન-તથા અંતના કારુણ્યનું હૃર્ણન કરે છે. કાવ્યનાયિકા મૃત્યુને આલંબન આપે છે. ટેકો દઈ ઊઠાડે છે. “દૂરનો વસનારો'માં કવિ રાજેન્દ્ર શાહ મૃત્યુ તેમજ પરમાત્મા બંનેને જાણે પર્યાયરૂપ ગણાવે છે. મૃત્યુને પસંચું ગણનારને મૃત્યુની સર્વવ્યાપક્તા સમજાવે છે. વગડાની વાટે, વૃક્ષમાં, ફૂલમાં, જીવલોકમાં એ ક્યાં નથી? સર્વત્ર ક્ષણેક્ષણે પરમાત્માની જેમ એનો વાસ છે. જીવ આયુષ્યનો બોજો ઉતારી નાખે છે, ત્યારે એ હવાથી હળવો બની જાય છે. જીવને મૃત્યુ અળપવા આવે છે પણ એ ક્યાં ઝલાય? એ તો મૃત્યુની પાર જઈ પહોંચે છે. (મૃત્યુ તો માત્ર શરીરને પકડી શકે) તો વળી “ઘટના મંદિરિયામાં મૃત્યુના કિનખાબી પડદાને ભક્તિમાં અંતરાયરૂપ ગણાવાયો છે. જીવ અને શિવના મિલન વચ્ચેનો આ પડદો હટી જાય, એટલે કે મૃત્યુની પેલે પાર જીવ જય પછી હરિને દ્વાર.... તો અગરચંદનની સૌરભ, ધૂપનો હાર છે. પેલા કિનખાબી પડદાનું આવરણ ન હટે ત્યાં સુધી બધું નિરર્થક (અજ્ઞાનના અંધકારનુંય આવરણ) .P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust :