________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 298 અનુગાંધીયુગમાં - મૃત્યચિંતન, મૃત્યુનું વાસ્તવ, મૃત્યુની ભયાનકતા કવિ હરિશ્ચંદ્ર ભટ્ટ ગ્રીક એપીગ્રામના ગુજરાતી અનુવાદ “પ્લેટોનો આત્મામાં પ્લેટોના આત્માને ગગનમાં સ્થિત રહેલો તથા અમરત્વને પામેલો દર્શાવ્યો છે. કબરમાં ગ્રીસે જે કવિએ બીજા ખંડમાં જીવન અને મૃત્યુના જયને એકજ ગણાવ્યો છે. નયનમાં કરુણા થકી જો ગ્રહ જીવન મૃત્યુ બધું સરખું જ છે” 32 ત્રીજા ખંડમાં જીવનની સુંદરતા ને ચોથામાં જીવનની કાળી બાજુનો ઉલ્લેખ છે. મૃત્યરૂપી પારધીની ચારે બાજુ ફેલાયેલી જાળનો અહીં નિર્દેશ થયો છે. સાતમા ખંડમાં સ્થાન કૂદાવતા યમનું શબ્દચિત્ર આપતાં કવિ કહે છે. જનની-થાન ભર્યા મુખ છોડવી શિશુ અનેક તું ભોળવી લે તો 33 સુંદર કામ્યરૂપ ધરીને આવતો યમરાજ માના સ્તનને વળગેલાં દૂધભર્યાં બાળકોને ભોળવીને ઉપાડી જાય છે. પ્રેમામૃત ચાખવા ઝંખતા અનેક યુવક યુવતીઓનેય યમ છોડતો નથી. જ્યારે વૃદ્ધાવસ્થાએ પહોંચેલા માનવને તો યમરાજ વિરૂપ બનાવી એના દાંત તોડી, અત્યંત ક્રૂર બની એને ઘસડી જાય છે. માનવજીવન પર રહેલી યમરાજની સર્વોપરી સત્તા અને જીવન પરના મૃત્યુના શાસનનું કવિએ અહીં વર્ણન કર્યું છે. મહિમા” કાવ્યમાં કવિ હરિશ્ચંદ્ર મૃત્યુનો ગર્ભિત અર્થ ગૂંથી આપે છે. મૃત્યુને કવિ સીમાઓનીયે સીમા તરીકે ઓળખાવે છે. વેદે જેને ‘અક્ષિતિ' નામ આપ્યું છે, તેનો પુત્ર તે માનવ. મૃત્યુ સતત જીવનની સાથે જ વણાયેલું હોવાથી એની આંગળી પકડીને જીવનને પામવાનું છે. ચાલતા શીખવાની સાથેજ બાળક એના નાનકડા પગ ઠેરવીને મૃત્યુની પાછળ પાછળ ચાલે છે. છતાં ક્યારેય સહેજ થોભી, ઊંચે જોઈ મૃત્યુને એ કેમ જોતો નહિ હોય? એવો પ્રશ્ન કવિ કરે છે. પરમાત્મા અને મૃત્યુ કવિને મન પર્યાય છે. મૃત્યુ એટલે પરમાત્મા સાથેનું મિલન. બાળકના શૈશવીરૂપ સાથે મૃત્યુ તેમજ પરમાત્મ સ્વરૂપ સતત ગૂંથાયેલું રહે છે. અંગૂઠો ધાવતા શૈશવીરૂપમાં કૃષ્ણનું બાળસ્વરૂપ અંતે તો “કાલોડમિ'નું પ્રતીક બની રહે છે. મૃત્યુના તાંડવ તથા સર્વનાશનું વર્ણન “રુદ્રને' કાવ્યમાં કર્યું છે. રુદ્રને કવિ પ્રલયસ્વામી તરીકે નિરૂપે છે. ધંસાત્મક શક્તિને કોઈ રોકી શકે નહિ. કવિ વિનાશમૂર્તિ રુદ્રની સાથે પ્રતિસ્પર્ધા માંડે છે. જે કાવ્ય પ્રગટ નહિ કરવાની નોંધ કવિએ લખી છે તે મિલન આશ” અનાસક્તિ ભાવનું સારું કાવ્ય છે. આ પૃથ્વી પર એનાં એ સ્વજનો તો પાછાં મળવાનાં નથી. તો આ આસક્તિ શાને? મૃત્યુ પછી મિલનની ચિર આશ શાને? રાજેન્દ્ર શાહનું મૃત્યુદર્શન મંગલ સુંદર મધુર છે. મૃત્યુના સ્વરૂપને વિવિધ રીતે પ્રમાણવાનો પ્રયાસ એમણે કર્યો છે. “સંધિકાળ' (“ધ્વનિ')માં કાવ્યમય રીતે કવિ જિંદગીના વારાફેરાના ચક્રનો નિર્દેશ કરે છે. ભૂમિ પર જોયેલા અપાર્થિવ સંધિકાળની કવિ વાત કરે છે. જન્મમૃત્યુના મેળાનો પણ તેઓ ઉલ્લેખ કરે છે. કોઈ આવે છે, કોઈ જાય છે. ક્યાંક આનંદ તો ક્યાંક શોક, ક્યાંક વિહ્વળતા, તો ક્યાંક વિલાપો. “અનાગત'માં યમદેવતાના વાહન મહિષને સંબોધન કરી એનું સ્વભાવોક્તિસભર સરસ વર્ણન રાજેન્દ્ર શાહ કરે છે. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust