________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ 248 મૃત્યુ એટલે પ્રભુ સાથેનું હસ્તધૂનન. પ્રેમ અને મૃત્યુની અનુભૂતિઓની સાથે ચાલતી ને અંતે બંને એકરૂપ થતી “પીછો'માં બતાવી છે. અમૃત પારાવારને કિનારે બેસાડી ઈશ્વર માનવને તરસ્યા રાખતો હોવાનું અનુભવાય છે. ૧૯૪૮માં “ઉન્મેષ' નામનો સંગ્રહ આપનાર કવિ ઇન્દુલાલ ગાંધી “પ્રેમ અને મૃત્યુની ભાવનાને રજૂ કરતાં પ્રણયવૈફલ્યને પરિણામે આત્મહત્યા કરનારી પ્રેમિકાના સ્મરણમાં વલોપાત કરતા નાયકનું ચિત્ર આપે છે. ૧૯૬રમાં “ઉત્તરીય' નામનો સંગ્રહ આપનાર ઇન્દુલાલ શાહજહાંને “પ્રણયશ્રેષ્ઠ' તરીકે બિરદાવે છે. કવિ કહે છે. મુમતાઝને શાહજહાં પ્રભાતનું પુષ્પ' કહેતા. એને અચાનક સંધ્યાને માર્ગ, વિલયને માર્ગે વળાવ્યાનો અફસોસ એમને છે જ. પણ પ્રેમસ્મરણો તો અમર છે. એ પ્રેમ અને રૂપ તો સમાધિમંદિરમાં મૃતિ ચાદરે ઢંકાયેલું પડ્યું જ છે. કવિ ઇન્દુલાલને પ્રીત પર ભારે શ્રદ્ધા તેથીજ તો તેઓ માને છે કે કવિ કદી મરતો નથી. એકએક હૈયામાં પોતાની પરમચિંતન પ્રીત હોવાની એમની શ્રદ્ધા છે. એજ તો પ્રેમનો મૃત્યુ પરનો વિજય. “કોણ નથી એકાકી'માં પ્રિયતમાને મૂકીને જવાનું ગમતું નથી, એવા નાયકના દુઃખ પરિતાપની વાત છે. “શોધી રહી છે'માં સદ્ગત પતિની પત્ની હજુય, ખોવાઈ ગયેલા સ્વજનને સર્વત્ર શોધતી હોય એવી કલ્પના કરવામાં આવી છે. મૃત્યુ વડે અમર બની અમૃતબિંદુ બની પ્રિયતમા પાસે કાવ્ય નાયક આવ્યાની પ્રતીતિ અહીં વ્યક્ત કરાઈ છે. સૂક્ષ્મદે આવીને જાણે પોતાના અતૂટ અને અજેય પ્રેમનો પરિચય આપે છે. જે મૃત્યુ પરના વિજયનું સૂચક છે. કવિ પૂજાલાલે “સહધર્મચારિણી’ અને ‘ઝુકાવીએ” (ગુર્જરી)માં દાંપત્યપ્રેમ વડે મરણ છાંયને દૂર કરવાના અભિલાષને વ્યક્ત કર્યો છે. પ્રેમના અતૂટ તાંતણે મૃત્યુના મુખને વિદીર્ણ કરવાની અભિલાષા વ્યક્ત કરાઈ છે. પ્રેમ મૃત્યુનેય મહાત કરી શકશે એવી શ્રદ્ધા અહીં વ્યક્ત થઈ છે. “વિપ્રયોગ” (“સોપાનિકા')માં પ્રિયજનના અવસાનનો નિર્દેશ કરી પ્રેમનો મહિમા કવિએ ગાયો છે. કાળની થપાટ વાગતાં માનવ તો મૃત્યુની દૃષ્ટામાં સમાઈ જાય છે. પણ સત્યપ્રેમના ઊંડા વિરહમાંથી જન્મેલી વેદના અમર રહે છે. વ્યક્તિ ભલે અમર ન રહે. પણ પ્રેમ અને વેદના અમર રહે છે. “રતિને આશ્વાસન'માં એક વિશિષ્ટ પ્રકારનો મૃત્યુસંદર્ભ વણાયો છે. કામદેવ મૃત્યુ પામીને વિશાળ સ્વરૂપે સૂક્ષ્મરૂપે અણુઅણુમાં પોતાનો પ્રેમપ્રસાદ અર્પી રહ્યાનું કવિ રતિને સમજાવે છે. કવિ રતિને અનન્ય અનુરાગનો ચાંલ્લો પોતાના કપાળમાં કરવા કહે છે. ને ગળામાં પરમપ્રેમીના મોતીનો હાર પહેરી અમૃતાત્મ આનંદનો અમર રાસ રચવાનું કહે છે. અહીં અનંગ મરીનેય અમર થયાની, પ્રેમબળે મૃત્યુંજયી બની નવા પાંચ દિવ્ય શરે સૌને વિવશ કર્યાની વાત કવિ કરે છે. જે પ્રેમના વિજયનું પ્રતીક છે. મૃત્યુ કે શિવ કામદેવને, પ્રેમને મારી ન શકે. બહુ બહુ તો એને અનંગ બનાવી શકે. કવિ રતુભાઈ દેસાઈ જુદી જ રીતે પ્રેમનો મહિમા ગાય છે. તેઓ કહે છે, સ્વર્ગમાં અમર મંગલ જીવન હશે. એ કબૂલ, પરંતુ પ્રણયભગ્ન કરો ત્યાં નહિ વસતાં હોય. રતુભાઈ મૃત્યુ અને પ્રેમને કદાચ પરસ્પરનાં પર્યાય ગણે છે. પ્રેમ તે શું મૃત્યુ મૃત્યુ તે શું પ્રેમ” 19 પ્રેમ જો સમર્પણ છે, તો મૃત્યુ પણ સમર્પણ જ છે. પ્રેમ એ કવિ રતુભાઈનું મોટું શ્રદ્ધાબળ P.P. Ac. Gunratnasuri M.S. Jun Sun Aaradhak Trust