________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 249 છે. પત્નીનું અવસાન થવા છતાં, પત્ની સમીપમાં નથી એવું તેઓ માની શકતા નથી. (“ખંડેરની ઝુરાપો') ફેર એટલો કે પહેલા જે દેશ્યરૂપ હતી તે હવે અદેશ્યરૂપે છે. પત્નીના સ્વરને કોયલના સ્વરમાં પામવાનો, સ્મૃતિની હરિતકુંજ, વસંતના પુષ્પકુંજે, તથા જલસ્થલ કેરી નાભિમાંથી ઊઠતા કોઈ દર્શને પામવાની શ્રદ્ધા વ્યક્ત થઈ છે. રસ, રૂપ, ગંધ, સ્પર્શ સિવાયના કોઈ અગોચર ગાત્રે એ પ્રેમમૂર્તિ પમાશે એવું સત પત્ની કહેતી હોય એવું અનુભવાય છે. - કવિ સુંદરજી બેટાઈ મિત્રના અવસાન નિમિત્તે લખેલાં કાવ્યોમાં મૃત્યુ કરતાં પ્રેમનો મહિમા વિશેષ હોવાનું કહે છે. “મિલન' કાવ્યમાં મૃત્યુ મૈત્રીને નષ્ટ ન કરી શકે એવી શ્રદ્ધા વ્યક્ત થઈ છે. મિત્રમૃત્યુ કવિની દષ્ટિને વિશાળ બનાવે છે. “સૂક્ષ્મદર્શન'માં પણ એ જ શ્રદ્ધાસૂર સંભળાય છે. સ્મૃતિદેહ ધારણ કરી અભિવ્યક્ત થયેલા એ સૂક્ષ્મ સૌંદર્યને કવિ ભૂલવા માગતા નથી. કવિ સદૂગત મિત્રને ઉદ્દેશી કહે છે. તેં તો ધર્યા અણગણ્યા સ્મૃતિદેહ વ્હાલા” 170 વ્યક્તિ-પ્રેમમાં રુંધાઈ ગયેલા આત્મનીરને કવિ વ્યાપક બનાવવા ઇચ્છે છે. ૧૯૫૯ના ફેબ્રુઆરીમાં પત્નીના અવસાન નિમિત્તે પ્રગટ થયેલી બેટાઈની કૃતિ “સદ્દગત ચન્દ્રશીલાને પ્રીતિની ગહનતા, વિયોગની અંતગૂઢ ઘનવ્યથા તથા યથાર્થના ગૌરવનો સમન્વય છે. ચંદ્રવદન મહેતા આ કાવ્યને “વલખ્યા વિનાના પ્રેમાલાપ' તરીકે ઓળખાવે છે. ધૃતિમંગલ વ્યક્તિત્વની સુગંધને મૃત્યુ બાળી ન શકે કે નષ્ટ ન કરી શકે. મૃત્યુની આ કવિતા પ્રેમમાંથી જન્મી હોવાથી મૃત્યુનું મંગલદર્શન શક્ય બન્યું છે. ૧૯૬૧માં પ્રગટ થયેલા “તુલસીદલ' સંગ્રહમાંના “શ્રાવણી ઝરમર' તથા “સખીહૃદયમંડના'માં પત્નીનાં સ્મરણો પ્રેમની જ મહત્તાનું સૂચક છે. જે સહવાસની રટણાને તીવ્ર બનાવે છે. નાયક જણે સદ્દગત પત્નીનો સહવાસ અનુભવે છે. મૃત્યુ પ્રેમને મારી શકતું નથી એ અહીં બતાવાયું છે. શ્રાવણી શુક્લ પંચમી' સદ્દગત ચંદ્રશીલાની પુણ્યતિથિ જાણે વસંતપંચમી બની જાય છે. ભૂતકાળનાં પ્રેમસ્મરણોનું સૌદર્ય કવિના અંતરની અમાસને અજવાળે છે. આ કવિ સુંદરમ્ પણ સ્વજનમૃત્યુના સ્મરણનો નિર્દેશ કરતાં પ્રેમનો મહિમા ગાય છે. “અનુદીકરી'માં દીકરીના અવસાનને ઘણો સમય થવા છતાં ઉખળતાં સ્મરણોની તાદશતા પ્રેમની અતૂટતાનો જ પરિચય આપે છે. અનુ જેવું જ હસતી કન્યામાં કવિ પોતાની સંગત પુત્રીનાં દર્શન કરે છે. મૃત્યુ, પ્રેમની ભાવનાને આ રીતે વિશાળ બનાવતું હોવાની વાત અહીં થઈ છે. કવિ શ્રીધરાણીએ “નિધનની પછીતે' નામનું પ્રેમનો મહિમા ગાતું કાવ્ય લખ્યું છે. (“કોડિયાં') On the background of Death' જેમાં નાયકના નયનમાં નહિ, પણ હૃદમાંય લોહીનીતર્યું અશ્રુબિંદુ સ્થિર થયાની વાત કવિએ કરી છે. પ્રભાત થતાં સુધીમાં તો એ હૃદયરાજ મૂગો બની પોતાને અગ્નિદાહ દેશે. ને ત્યારે એ દુઃખ નહિ અનુભવે ? “રચેલ તવ ચિત્ર મેં નિધનની પછીતે અને પ્રભા તરલ નેનની, કમળલાલી ગાલો તણી” 11 P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust