________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 250 મૃત્યુના પ્રતિસ્વરૂપને ધરી પ્રિય પત્નીના રૂપને પામવાનો નાયકે અહીં પ્રયાસ કર્યો છે. મૃત્યુ પ્રેમના સૌંદર્યને વિદારી શકતું નથી. મૃત્યુની પાર્શ્વભૂમિમાં કવિએ પ્રિયાનું સુંદર ચિત્ર દોર્યું છે ને તેથી કદાચ સમગ્ર વિશ્વને પછાડી નાખે એવી ઘટના છતાં, નાયકના હાથમાં મૃત પત્નીનું શિશ હોવા છતાં કંપ થતો નથી. મૃત્યુના સાન્નિધ્યમાં પ્રિયપત્નીનું સૌદર્ય અનુપમ લાગે છે. અંતે નયનજ્યોત ઝાંખી થઈ વિલાઈ જાય છે. સ્નેહમાં એટલો બધો વિશ્વાસ છે કે પત્ની મૃત્યુ પામવા છતાં, કોઈ થડકાર કે કંપન નથી. “છતાંય સ્મરણમાં સ્વજન મૃત્યુથી થતી વેદનાને વાચા આપવામાં આવી છે. મૃત્યુનો ડર ન હોવા છતાં સ્વજનને વિદાય આપવાનું કપરું છે. તેમ છતાં કાવ્યનાયકને શ્રદ્ધા છે, કે મૃત્યુ સ્નેહની કે સ્નેહીની સ્મૃતિને નષ્ટ કરી શકતું નથી. મૃત્યુ સ્નેહીને લઈ જઈ શકે, સ્નેહને નહિ. કરસનદાસ માણેક પણ “જીવો ને જીવવા દો'માં પ્રેમની સર્વોપરીતાને વાચા આપે છે. (“આલબેલ') તાજ પાસે-પ્રેમ પાસે કાળ પણ પરાસ્ત થઈ બહાર ઊભો રહે છે. કાલપતિ ખુદ પ્રેમભાવનાનાં રખવાળાં કરે છે. કવિ પ્રેમશંકર ભટ્ટ દેશપ્રેમની વાત કરતી વેળા પ્રેમનું મૂલ્ય સમજાવે છે. શહીદોને શ્રિદ્ધાંજલિ આપતું “વણકરનું કાવ્ય'માં મૃત્યુને જિંદગીની એવી મોટી કરુણતા ગાવામાં નથી આવી. કવિ કહે છે, મૃત્યુ કરુણ છે જ નહિ. પ્રેમ હોય ત્યાં મૃત્યુ પણ મંગલ બની જાય છે. (“ધરિત્રી') “મઝધારેમાં પ્રેમ અને મૃત્યુને કવિએ સાથે સાંકળ્યા છે. પ્રિયતમ જતાં મધદરિયે તોફાન વચ્ચે સપડાયેલી એકાકિની નાયિકાની નિરાધારી અહીં સુંદર વિરોધાભાસ રચે છે. મધદરિયે વણચિંતવ્યા વિધિએ દીધો પ્રેમ સૂતું ખેંચી, સ્કોડ, દગ રાખી સાજનદશે” 2 (‘મઝધારે) પ્રિયજનની સ્મૃતિ નજરસમક્ષ રાખી મૃત્યુનો સ્વીકાર અહીં કરાયો છે. સ્મરણો અહીં પ્રેમના, મૃત્યુ પરનું વિજયપ્રતીક બની રહે છે. દેવજી મોઢાનાં કાવ્યોમાં તો ઠેરઠેર “પ્રેમ સ્મરણ મહિમા' ઉભરતો જોવા મળે છે. સ્નેહી મૃત્યુ પામે છે પણ સ્નેહ તો અમર છે. સ્નેહવશ કરુણતા જ તો હવાઈ કલ્પનાને જન્માવે છે. સદ્દગત પત્નીને પાછી ફરવાનું અપાતું નિમંત્રણ પ્રેમની અજેયતાનું, પ્રેમની પરાકાષ્ઠાનું સૂચન કરે છે. પત્નીના અવસાનને મહિનાઓ થઈ ગયાં છતાં, સહવાસસ્મરણો લુપ્ત થતાં નથી. સ્મરણ શારડી બની વધે છે. પત્ની પાછી આવીને જાણે પતિની આંખ દબાવે છે. સ્પર્શ ધ્વનિ મહેકને તેઓ ઓળખી કાઢે છે. આ ભ્રમણા પણ પ્રેમની જ પરિસીમા, જે દર્શાવે છે કે મૃત્યુ પ્રેમને મારી શકતું નથી, લુપ્ત કરી શકતું નથી. સદ્દગત પત્નીના આગમને થતો આનંદાનુભવ પ્રેમની અમરતાનું સૂચન કરે છે. પ્રેમના અદ્વૈતની પરાકાષ્ઠા તો ત્યાં કે સ્વર્ગસ્થ પત્ની સ્વર્ગે બેસી ફૂલના હાર ગૂંથે છે, ત્યારે સોયનો ઝેડકો અહીં પૃથ્વી પર પતિને વાગે છે: દેવજી મોઢાના અમૃતા' કાવ્યસંગ્રહ માટે રામપ્રસાદ લખે છે “મૃત છતાં “અમૃતા’ એવાં કવિપત્નીએ “અમૃતા' નામકરણની પ્રેરણા આપી હોય.” વિરહ અગ્નિમાં તારો' કાવ્ય પણ પત્ની સાથેના સહવાસનાં સ્મરણને વાચા આપે છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust