________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ 474 સાથેજ મૃત્યુને લઈને અવતરે છે. મૃત્યુ રક્ત ખૂંદતો ઘોડો હોવા છતાં મૃત્યુને ઢંઢોળી એની સાથે ચાલી નીકળવાની ખુમારી કવિઓએ બતાવી છે. માત્ર દેહની સર્વોપરીતા પણ ક્યાંક વિચારાઈ છે. ચાર્વાકવાદીઓની જેમ દેહનો અંત દેહમાં જ હોવાનું પણ કલ્પાયું છે. શ્વાસોની પેલી પાર મૃત્યુ રાહ જુએ છે માનવની. મૃત્યુની પેલે પાર સાજ સજીને જવાનું, મૃત્યુને આપણાં નામ સરનામાંની ખબર હોય છે. માનવ અને મૃત્યુની સંતાકૂકડી યુગોથી ચાલે છે. હા, પણ એક વાત છે. મૃત્યુની ઘટનાની કદી પુનરાવૃત્તિ થતી નથી. એકજ વાર મરે છે માનવ. મૃત્યુ જાસાચિઠ્ઠી મોકલાવે છે. મિત્રભાવે જ એ કહેણ મોકલે છે. એ ભીષણ નથી. કોઈક કવિ મૃત્યુના શાસનનો અસ્વીકાર કરે છે. અણુ જેટલું પણ એનું મહત્ત્વ નથી આંકતા. કોઈક ગીતાવાણીને દોહરાવતાં “શરીરધારી માત્ર મરણશીલ' હોવાની વાત યાદ કરાવે છે. માંગલ્યમાં શ્રદ્ધા ધરાવનાર મૃત્યુનું અસ્તિત્વ જ સ્વીકારતો નથી, ને ધારોકે મરણ જેવું કંઈક છે, તોપણ એમને મન એ શરીર મૃત્યુ સમુદ્રની ઊર્મિઓ જેવું મસ્ત છે. મૃત્યુ પછી મરનાર માટે દુનિયા ડૂબી જાય. આંખોના સૂર્ય આથમી જાય. મૃત્યુ અંતહીન નિદ્રા છે. (રાવજી) મૃત્યુ કાળું અનાગત છે. છેલ્પરૂપે સૌની નજીક એ રહે છે. શહેર આખું કૃતાંતની ભઠ્ઠી, ને એમાં સૌ ભયબદ્ધ, તો ક્યાંક મૃત્યુના આગમનને ખુશાલી કહ્યું. મૃત્યુને મદુ હાથ પકડી, એની સાથે જવાનું છે. જીવન અને મૃત્યુને અલગ સમજાવવા મુશ્કેલ છે. અસ્તિત્વ શ્વેત અલ્પાયુષી ઝાકળ છે. મૃત્યુ ઇતિ નથી, મૃત્યુ પામનાર પોતાની વાસના છોડી શકતો નથી, ને તેથીજ પાછું પુનરપિ જનનું, ને પુનરપિ મરણમ્ ચક્ર ચાલે છે. કોઈક કવિ મૃત્યુને કેવળ શબ્દછલ કહે છે. મૃત્યુ વેદનાનું પૂર્ણવિરામ. જિંદગી વિદાયનો છોડ, જન્મ સમયે જન્મજન્માંતરનાં જાળાં તૂટી જાય છે. મૃત્યુ બાદ માનવ એક કિંવદન્તી બની જાય છે. માણસ રોજ થોડું થોડું મરે છે. કોઈક કહે છે, મૃત્યુ હજી જમ્મુ જ નથી. હરઘડી મૃત્યુ જુદાં રૂપ ધરીને આવે છે. જ કોઈકને મૃત્યુ અમિયલ સેણ, તો કોઈકને મોત મીઠી મુસ્કાન લાગે છે. કોઈક મઘમઘતું મીઠું હૂંફાળું મોત ઈચ્છે છે. મૃત્યુસમયે માત્ર વાહન જ નહિ, પોતેય શણગારાઈને જવાનું. મૃત્યુ મહાયાત્રાનો આરંભ. મૃત્યુપથ કમલની દાંડી જેવો સિક્ત. મૃત્યુની જાણે કંકોતરી લખાય. આથી કોઈ વેણુ વાવાનો અનુભવ થાય. મૃત્યુ પ્રિયતમા સાથેની મિલન ક્ષણ. મૃત્યુ બંસીનો નાદ. “મૃત્યુનું આગમન તાજીલહર'. મૃત્યુના આગમન સાથે જીવનનો રઝળપાટ પૂરો થાય. મૃત્યુપળે દૂર દૂરથી ડોલતી હાંડીમાં ઝૂલતા દીવા દેખાય. મૃત્યુની લીલી મહેક અનુભવાય. મૃત્યુ પોતેજ દિવ્યપ્રકાશ. મૃત્યુ એટલે વિસ્મયનો પ્રદેશ. મૃત્યુ વહાલભર્યો સુગંધી વાયરો. મૃત્યુ અમરધામના તેડા. મૃત્યુ પ્રફુલ્લ પ્રસ્થાન. મૃત્યુ ચિરંતનનો ગર્ભપ્રદેશ. મૃત્યુ અજવાળાનો ઉંબર. આપણા કવિઓએ મૃત્યુની વાત કરતી વખતે મૃત્યુ અને પ્રેમના અદ્વૈતનો ખાસ વિચાર કર્યો છે. જેમાં મહદ્અંશે મૃત્યુ કરતાં સ્નેહ તથા સૌંદર્યનો વિશેષ મહિમા આંક્યો છે. પ્રેમના અભાવવાળા જીવન કરતાં પ્રેમસભર મૃત્યુને વધારે વહાલું ગયાની વાત તેઓએ કરી છે. પ્રેમ મૃત્યુની પરવા નથી કરતો, ત્યાં પછી મૃત્યુ “કરુણ ઘટના નથી હોતું. માનવ મરીને પણ અમર બની જાય છે. વિધિપાશ સામે ઝઝૂમતો પ્રેમી મરીને વિજય મેળવે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust