SearchBrowseAboutContactDonate
Page Preview
Page 474
Loading...
Download File
Download File
Page Text
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 473 ઘણાંબધાં અમાંગલ્યો વચ્ચે પણ કવિ ક્યારેક “મોતની મીઠી મુસ્કાન ને અનુભવે છે. ક્યાંક મૃત્યુનો મલાજો ન જળવાતાં કોઈક કવિ ચીસ પણ પાડી ઊઠે છે. તો ક્યાંક સ્વજનમૃત્યુ ખનજ મૂળાક્ષર માનવા મજબૂર કરે છે. ને શિશુમૃત્યુ તો માણસને અંદરથી સાવ ખલાસ કરી નાખે છે. બાળકના મૃતદેહ પર ધ્રુજતે હાથે પેંડો મૂકાય છે. આત્માની અમરતામાં ન માનતો આજનો કવિ પણ ભલે જુદા અર્થમાં જીવનમાંથી છુટકારો મેળવવાની વાત તો કરે જ છે. કે કદીય કોઈ જન્મજ ન ધરે, એ માટે પીડાદાયી આક્રોશ વ્યક્ત કરતો કવિ જનનીનાં જનનદ્વારો જ બંધ કરી દેવાની વાતને ચીસની જેમ રજૂ કરે છે. જન્મ જ ન હોય તો વેદના પણ ન હોય. મૃત્યુને જૂઠું ગણતો કવિ માનવ પાછો મૃત્યુના વિચારે ધ્રૂજી ઊઠે છે. મૃત્યુનો ઈન્કાર કરવાથી મૃત્યુ અદશ્ય થવાનું નથી. એ તો સામે જ બેઠું છે ટગર ટગર તાકતું. કોઈક કવિ મૃત્યુને જ પોતાની કાળોતરી કાઢી આપવા કહે છે. કોઈક કવિને પારદર્શક મૃત્યુ માનવરૂપે સાવ નજીક આવતું દેખાયું છે. (રાવજી)ને છતાં મૃત્યુનો સહજભાવે સ્વીકાર કરી, મૃત્યુની ઠેકડી ઉડાવાઈ છે. કોઈકે મૃત્યુને પ્રિયતમ કહ્યું, તો કોઈક એને પ્રિયતમારૂપે પણ જુએ છે. મૃત્યુને નિમંત્રી પણ ન શકાય, કે ઉપેક્ષી પણ ન શકાય. આગળ ને પાછળ આંખો રાખી ઉંબર પર બેઠેલા મૃત્યુના ખબર અંતર પણ કવિએ પૂછયા છે. ને તોય પાછા બીજી જ પળે, મૃત્યુને ક્યાં શોધવું ? એમ તેઓ કહે છે. છટકશું છે આ મૃત્યુ. મૃત્યુ ગતિ, મૃત્યુ શ્વાસ, મૃત્યુ હવા, મૃત્યુ નાતો, મૃત્યુ શું નહિ ? ' તો વળી ક્યાંક કહેવાયું કે “મૃત્યુ એટલે માણસ હોવાનું પૂર્ણવિરામ. જીવન જીવવાનો પૂરો થયેલો કાર્યક્રમ. મૃત્યુ એક પળમાં માનવને “છે' માંથી ‘હતો બનાવી દે. મૃત્યુ પામતાં ભર્યા ઘરમાંથી ખાલી હાથે નીકળવાનું. મૃત્યુ માતેલો ઘોડો, મૃત્યુ તગતગતી આંખવાળો વાઘ, મૃત્યુ એક સરરિયલ અનુભવ. પવનવેગી મૃત્યુદૂત બારણાં તોડી અંદર ધસી આવે એવું એનું જોમ. મૃત્યુ પછી શું? નો વિચાર પણ કરકી જાય. દીવાલો બેસવા માંડે ત્યારે, બીજો કોઈ રસ્તો નથી રહેતો. ના, નથી કોઈ વિકલ્પ મૃત્યુનો. મૃત્યુ સીમા વળોટવાની ક્રિયા છે. વિરક્ત થઈ મૃત્યુની વાતો કરવી સહેલી છે. પણ આપણા ઘર ભણી આવતાં એનાં પગલાં સંભળાય પછી પણ હસતાં રહેવું થોડીક હિંમત માગી લે છે. અસ્તિત્વના હરણને મૃત્યુની હંમેશ ભીતિ રહે છે. કોઈકે મૃત્યુને પોતાનું આંગણું વાળતું જોયું છે. કોઈકે એને સન્મિત્ર કહ્યું. મૃત્યુ સાંતથી અનંતભણીની યાત્રા છે. તો વળી કોઈ મસ્તરામે મૃત્યુને “એક ગમ્મત' કહ્યું. કોઈકને એ ખાટકીરૂપે દેખાયું. મૃત્યુ રાક્ષસી દરિયાઈ પ્રાણીની જેમ ભરડો લઈ માનવને છેલ્લા બુંદ સુધી ચૂસતુંય કોઈકે કહ્યું. “મૃત્યુ જરઠ પશુ', “મૃત્યુ પીત અંધકાર” “મૃત્યુ શ્વાનની જીભ', “મૃત્યુ હણહણતા તોખારનો અવાજ' તો વળી કોઈકે મૃત્યુને નવધબકાર કહ્યું, ઊંચું શિખર કહ્યું, ને ઊંડી ખીણ પણ. કોઈકને મૃત્યુનો આગોતરો અનુભવ પણ હતો. મૃત્યુ ક્યાંક સત્યમ્ શિવમ્ સુંદરમ્ રૂપે કોઈકને દેખાયું. કોઈકે એને જન્મ સાથે ઉછરતો મૃત્યુછોડ કહ્યું. હાથમાં ફાનસ લઈ ડોસીરૂપે આવતુંય એ કોઈને દેખાયું. મૃત્યુ કાળી સાંઢણી, મૃત્યુ પ્રખર ઘોરખોદિયું, મૃત્યુ લક્કડખોદ, ઓરથી વીંટાતા ગર્ભની જેમ, જન્મ સાથેજ ઉદરમાં પ્રગલ્મ મૃત્યુના ઓધાનને પામતો માનવ, જન્મ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036417
Book TitleArvachin Gujarati Kavitama Mrutyunu Nirupan
Original Sutra AuthorN/A
AuthorBhanumati Jani
PublisherParshwa Publication
Publication Year1998
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size875 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy