________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 472 જાય છે. કવિ કે ફિલસૂફ મૃત્યુના ભીતરી સૌદર્યની વાતો ભલે કરે પણ પુત્ર તો સારી પેઠે જાણે છે કે “મરણ” હજુ આ પૃથ્વીને કોઠે નથી પડ્યું. પિતાના મૃત્યુની વેદના અશ્રુધારમાં પરિણમે છે, ને પુત્ર નયનોને નિરાંતે ટપકવા દે છે (અલબત્ત ક્ષમા યાચના સાથે.) ને ત્યારે સમગ્ર પૃથ્વી મરણક્ષેત્ર લાગે છે. જીવન મૃત્યુના પારણામાંજ મહોરતું હોવાની વાત પણ ઘણા કવિઓએ કરી છે. મનુષ્યના જીવનને મૃત્યુનો જ અવતાર ગણ્યો છે. જન્મ એ મૃત્યુનું જ દેહધારીરૂપ. આધુનિક યુગમાં મરણને ક્યાંક મોભાનું મૂલ્ય હોય છે, એ વાત કવિઓ ભૂલ્યા નથી. આધુનિક લોકોની સંવેદનશૂન્યતા મૃત્યુ જેવી ઘટના પ્રત્યે પણ બેપરવા છે એ બતાવાયું છે. મૃત્યુના રૂપ સ્વરૂપનું કુતૂહલ કવિઓને વિવિધ કલ્પના કરવા પ્રેરે છે. મહિષારૂઢ મૃત્યુનું જીવંત અને ગૌરવપૂર્ણ ચિત્ર પણ ક્યાંક કંડારાયું છે. માનવીય રૂપે કલ્પાયેલું મૃત્યુ, અંચળા વડે એની ભૂખને ઢાંકી દે છે. માત્ર શુક્રતારાની જેમ ઝગમગતી બે આંખોજ દેખાય છે, ને તે પણ મરનારને જ. શરીરના મૃત્યુ સમયે જીવાત્માને થતી કોઈક નવી જ ઓળખની અનુભૂતિ કવિઓએ વર્ણવી છે. સાથે રહેલાં પેલાં પાંચ તત્ત્વોય અંતે શરીરને છોડી જાય છે. સ્વજનને સ્મશાને મૂકી આવ્યા પછી લાગતા મૃત્યુભયનું વેધક નિરૂપણ કવિઓએ કર્યું છે. સ્વજનમૃત્યુ, મૃત્યુ ગમે ત્યારે પોતાનાંય દ્વારા ખટખટાવશે, એવી સજાગતા આપી જાય છે. | શરૂમાં મૃત્યુથી ભય પામતો કવિ-માનવ ક્યારેક ભીતરમાં ડોકિયું કરતાં, મૃત્યુના અસ્તિત્વનો ઈન્કાર કરે છે. ને મૃત્યુને રૂપાંતર તરીકે સ્વીકારે છે. મૃત્યુ આંગણ સુધી, પથારી પર આવી બેસી ગયાનો અનુભવ થવા છતાં, એને પછી ડર લાગતો નથી. મૃત્યુ અજાણ્યા સુખનો રોમાંચ અનુભવાવે. મૃત્યુ હર્ષવર્ધન છે. એની અનિમેષ દ્રગ સતત નેહવર્ષણ કરે છે. મૃત્યુમાં થતું સ્નાન હેમશીતળતાનો સ્પર્શ કરાવે છે. મૃત્યુ સાથે અદ્યત સધાય ત્યારે, પછી મૃત્યુ અને પરમેશ્વર જુદા નથી રહેતા. મૃત્યુ પછીના મંગલને દેશ પરિંદ સમા જીવનું એકલ પ્રયાણ હોય. મૃત્યુના પૂર્ણપરિચિત હેતસિક્ત કંઠને આનંદપૂર્વક ઝીલતો જીવ અણુઅણુમાં મૃદુપુલકિત કંપન અનુભવે છે. મૃત્યુ નિઃસીમની સુખશપ્યા છે. મૃત્યુપળ સુભગ છે. મરનાર માણસ પછી સુખદુ:ખથી પર બની જાય છે. આધ્યાત્મિક નહિ તો વાસ્તવિક અર્થમાં પણ મૃત્યુ “મુક્તિ' બની જાય છે. કોઈક કવિને “પરલોકે પત્ર' લખવાનું સુરે, એ જ મૃત્યુની મંગલતાનું સૂચક છે. એટલું જ નહિ, પરલોકથી સદ્ગત પ્રિયસ્વજનના પત્ર આવ્યાનું પણ અનુભવે. ને પછી જયાં જન્મ, જીવન, મૃત્યુ બધું એકાકાર થઈ જતું હોય એવી ભૂમિકાએ પહોચે. - આઈન્સ્ટાઈનની સાપેક્ષવાદની થિયરી સાથે વિશ્વના વિચાર જગતમાં જબરું પરિવર્તન આવે છે. Time ની વિભાવના બદલાવાની સાથે મૃત્યુની વિભાવના પણ બદલાય છે. મૃત્યુ એક સ્વાભાવિક નગણ્ય ઘટના બની જાય છે. મૃત્યુ હવે “કરુણ નહિ કેવળ “ઘટના” બની રહે છે. ને છતાં કેટલાક અદ્યતન કવિઓએ પણ મૃત્યુની વેદનાજન્ય અનુભૂતિ, તેમજ મૃત્યુના મંગલદર્શનની વાત કરી છે. Jun Gun Aaradhak Trust P.P.AC. Gunratnasuri M.S.