SearchBrowseAboutContactDonate
Page Preview
Page 476
Loading...
Download File
Download File
Page Text
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 475 છે. પ્રેમયોગ પાસે કોઈ વિધિનિષેધ ફાવતાં નથી, તો મૃત્યુ તો ક્યાંથી જ ફાવે? પ્રણયસૂરસરિતાને તોડવાની હામ મૃત્યુમાં પણ નથી. પ્રેમને જીવનમરણનાં બંધન નથી હોતાં. સદ્ગત સ્વજન સ્મરણરૂપે સાથે જ રહે છે. પ્રેમની શાશ્વતતા એવી કે, મૃત્યુ એને વિદારી ન શકે. મૃત્યુ પામેલ પ્રિયજનનું સ્થાન ધૃતિમંગલારૂપે ઉપસી આવે. પ્રેમમાંથી નીપજેલી મૃત્યકવિતા મૃત્યુનું મંગલ દર્શન કરાવે. પ્રેમ મૃત્યુને પણ મંગલ બનાવી દે. સૌંદર્ય અને પ્રેમ હંમેશ મૃત્યુથી અજેય રહ્યાં છે. પ્રેમ અને મૃત્યુ અલગ નથી, મૃત્યુના સાન્નિધ્યમાં પ્રિય પત્ની સુંદર લાગે. મૃત્યુ માનવને વધુ સુંદર બનાવે છે. સ્નેહને મૃત્યુ નથી હોતાં એવી શ્રદ્ધા કવિઓ ધરાવે છે. તેથી તો આપ્તજનોના અનંતવિયોગને સંતો તથા કવિઓ “ભવ્યધટના' તરીકે ઓળખાવે છે. ભક્તિ તથા પ્રભુપ્રેમને પણ મૃત્યુ પરાજિત કરી શકતું નથી. અન્યથા કઠોર રુક્ષ મૃત્યુચહેરો, પ્રેમ પાસે મદુ બની જાય છે. જીવ ખોળિયું બદલે છે. તેમ પ્રેમ પણ માત્ર ખોળિયું જ બદલે છે. અનંત પ્રેમકથા કદી મૃત્યુની પરવા ન કરે. પ્રેમ અને મૃત્યુનું સહઅસ્તિત્વ યુગોજૂનું છે. મૃત્યુ પોતેજ સ્વીકારે છે કે પ્રેમ સાથેની રમતમાં એ હંમેશ હારી જતું. (“સાવિત્રી') હાડ જેવું મૃત્યુ પ્રેમના નાનકડા ઝરણામાં આત્મવિલોપન કરે એવું તો કોણ કલ્પી શકે ? સદ્ગત પત્નીનું સ્મિત અમૃત બની સદા ટપક્યા કરતું હોય છે. ભૂતકાળનાં સહવાસ સ્મરણોમાં જે પોતાના પ્રિયને આત્મારૂપે ઉપાસે છે. એનું પ્રિય કદી મરણધર્મી થતું નથી. સદ્ગતનો સ્નેહ સ્મરણરૂપે સતત પ્રિયજનની સાથે જ રહે છે. પ્રેમ અને મૃત્યુનું અદ્ભુત સામ્ય છે. પ્રેમના કાગળ પર સહી કર્યા પછી ખબર પડે છે કે એ મૃત્યુનો કાગળ હતો. પ્રેમમાં મૃત્યુય શ્રેયસ્કર, તો ક્યાંક વળી પ્રિયતમાને મૃત્યુના દ્વારમાં મળવાનું ઇજન અપાયું છે. પ્રેમ અને મૃત્યુનું અદ્વૈત એવું કે, જે અવશપણે પ્રિયજન પાસે પરલોકે પત્ર લખાવે. ને પરલોકથી પત્ર આવ્યાની અનુભૂતિ પણ કરાવે, એટલું જ નહિ, અંતરે અણુ અણુ અંકુરિત થાય, ને ભીતર બહાર બધું રળિયાત બની જાય. પ્રેમના સંગીતની સરગમ સૂરાવલિએ સદ્ગત પ્રિયજનની આકૃતિ આલેખાય. પ્રેમ મરણશીલ હોય તો પણ મનુષ્યને એ અમૃત તરફ લઈ જાય, તો કોઈક કવિ એક માત્ર પ્રેમને જ અમર ગણે છે. મૃત્યુ પછી વ્યક્તિનો વિશ્વ સાથેનો સંબંધ વિચ્છન્ન થાય. પ્રેમ સાથેનો નહિ. પ્રેમ તો અન છે. તો ક્યાંક પ્રેમની ખરી ખોજ કવિએ મૃત્યુમાં કરી છે. પ્રેમનું બીજું રૂપ મૃત્યુનું કહેવાયું છે. મૃત પ્રિયજનના દેહને વળગીને બેસી ન રહેવાય, પણ સ્મૃતિને વળગીને તો આયખું કાઢી શકાય. કારણ સ્મૃતિ કોહિતી નથી. સદ્ગતનાં સ્મરણો વિશિષ્ટ આભાસરૂપે ઊભાં થાય છે. પ્રિયજનની હયાતી વિનાય એની હયાતીનો આભાસ ઊભો થાય. ક્યાંક કોઈ દિવ્ય પ્રેમલિપિ આકાશના પંથે અંક્તિ થયેલી જોતાં જોતાં આંખ મીંચવાની તમન્ના વ્યક્ત થઈ છે. તો કોઈક વળી પ્રેમસ્મરણનાં મબલખ ફૂલ મૂકીને જવાનો સંતોષ વ્યક્ત કર્યો છે. પ્રેમને બળેજ મૃત્યુ પામનાર, હયાત પ્રિયજન સાથે સ્મરણરૂપે સાહચર્ય ભોગવે. આ થઈ પ્રેમના મૃત્યુ પરના વિજયની વાત. પણ હંમેશાં પ્રેમજ વિજયી બન્યો છે એવું નથી. ક્યાંક મૃત્યુએ પ્રેમને પરાસ્ત કર્યો છે. એ પરાજયે ધ્યાત સ્વજનનું જીવન છિન્નભિન્ન કરી નાખ્યું છે. પ્રેમ અને મૃત્યુ જુદાં નથી એમ કહેવું એક વાત છે, ને સ્વજન વિનાનો ખાલીપો આખી જિંદગી વેંઢારવો એ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036417
Book TitleArvachin Gujarati Kavitama Mrutyunu Nirupan
Original Sutra AuthorN/A
AuthorBhanumati Jani
PublisherParshwa Publication
Publication Year1998
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size875 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy