________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 476 જુદી વાત છે. પ્રિય સ્વજનના મૃત્યુનો આઘાત સ્મરણોની અમરતા, પ્રેમની સૂક્ષ્મતા વગેરેમાં ક્યારેય શ્રદ્ધા રાખી શકતો નથી. મૃત્યુ ક્યારેક પ્રેમમાં ઢંત સર્જે છે. થોડો સમય સ્મરણો સાથ આપે, પછી એ પણ અદશ્ય થઈ જાય છે. કાળના ગર્ભમાં સ્મરણો પણ ખોવાઈ જાય છે. મૃત્યુ પ્રેમના સુંદર સ્વરૂપનો ક્યારેક નાશ કરી નાખે છે. મૃત્યુની છાંય નીચે સદા જીવવું પડતું જીવન મૃત્યુ કરતાંય વધુ કષ્ટદાયક હોય છે. મૃત્યુને કોઈ રોકી ન શકે, પ્રેમ પણ નહિ, એ છે માનવજીવનનું કરુણ વાસ્તવ. સંતાનને ગુમાવી બેઠેલી મા તો આક્રોશ જ ઠાલવે ને? મૃત્યુને એ “ડાકુ કહી બેસે છે. તો ક્યાંક કરુણતાની પરાકાષ્ઠા આવે છે, ત્યારે મા અશ્રુધાર સાથે પ્રશ્ન કરે છે. રાંદલમાને કેટલીવાર ખોળો પાથરવો? મૃત્યુ ભલભલા પ્રેમને ક્યારેક લપડાક મારે છે. મોભ પર બોલતા કાગડાના આશાવાદી અવાજો નિરર્થક નીવડે છે. જે ગયું છે એ એના એ સ્વરૂપે કદી પાછું નથી આવતું. વેદનાની અનુભૂતિ તત્ત્વજ્ઞાનને ઝાંખું પાડી દે છે. સ્વજનમૃત્યુની કરુણતા ઓછી નથી. પ્રિયજન સરકી જાય છે. ખબરેય ન પડે તેમ મૃત્યુ લઈ જાય છે સ્વજનોને, (ગમે તેટલો અતૂટ પ્રેમ હોય તોય) માનવ અને એની હથેળી શાપિત પુરવાર થાય છે. નથી રોકી શકતી એ સ્વજનમૃત્યુને. જિગરના ટુકડાનેય અશ્રુધારે વિદાય આપવી પડે છે. પ્રેમની અજેયતાની વાત કરીએ છતાં, મૃત્યુ એ મૃત્યુ છે. માનવ કેવળ આત્માને પ્રેમ નથી કરી શકતો. વ્યક્તિનું શરીર, એનો ચહેશે, એનો અવાજ, એનું રણકતું હાસ્ય એ બધાને એ પ્રેમ કરે છે અને મૃત્યુ સાથે એ બધુંજ અદશ્ય થઈ જાય છે. જીવતી જાગતી, હરતી ફરતી, થનગનતી, ધબકતી એક વ્યક્તિ ધબકતી અટકી જતાં હૈયે મોટો ચિરાડો પડે છે, જેની નથી હોતી કોઈ ભાષા, કે નથી કોઈ હોતા શબ્દો. હયાત સ્વજનના હૈયે ખાલીપો અને શૂન્યાવકાશ રહે છે માત્ર. સદ્ગત પ્રિયજનની યાદ સુખ નથી આપતી, વેદના આપે છે. એ યાદ લક્કડખોદ બની હયાત સ્વજનની ઊંઘને સતત ઠોલ્યા કરે છે. સદ્ગત માની યાદ હાલરડું બની માનવને ઊંઘાડતી નથી, પણ ઊંઘને ઉડાડી દે છે. આપણા કવિઓએ મૃત્યુની વાત કરતી વખતે સ્વાભાવિક રીતે જ, માનવજીવન તેમજ મૃત્યુ પર પણ સર્વોપરી શાસન કરનાર કાળ-મહાકાળનાં વિવિધ રૂપો, તથા મિજાજન શબ્દબદ્ધ કર્યા છે. જેઓ આ મહાકાળની સામે માથું ઊંચકી શકે છે તેમને જ શોક જરા, મૃત્યુથી ભરેલા આ કાળસમુદ્ર પર પણ અમૃતનો સેતુ દેખાય છે. બાકી સામાન્ય માણસ માટે તો ‘શિર પર કાળ રહ્યો દંત કરડે. કવિઓએ આ કાળ પર પોતાનો આક્રોશ ખૂબ ઠાલવ્યો છે. એને “જીવનો પાજી' કોઈએ કહ્યો તો કોઈકે “કસાઈ” તો કોઈક કવિએ કાયાને કાળનું ચવાણું કહી, તો કોઈકે કાયાને “કાળની ભાજી'. આ ચતુર કાળ આગળ કોઈનું કાંઈ ચાલતું નથી. કાળ કાળનું કામ કરે છે. અવતારી પુરુષ પણ કાળથી પર નથી. દેશ્યરૂપે ન દેખાતા, ઓચિંતા આવી દેણ ચૂકવવા માંગણી કરતા કાળને કવિ “પાતકિ'નું વિશેષણ આપે છે. આ કાળ કદી થાક ખાવા બેસતો નથી. સતત કાર્યરત રહે છે એ. કપટલીલા આચરવામાં એ કુશળ છે. કાળ ભમરાની જેમ માનવના જીવનને કોતર્યા કરે છે. તો કોઈક કવિએ “કાળને ફણીધર નાગ' કહ્યો છે. એક માત્ર કાળ જ અનશ્વર છે. કાળ જ્યારે ઘા કરવા બેસે છે ત્યારે કશું જોતો નથી. તો કોઈક કવિએ કાળની સામે પણ માથું ઊંચક્યું છે. એવા કવિઓ એમ માને છે કે કાળ ભલે માણસને ભરખી જાય, પણ એની P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust