________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 477 મૃતિને ઝૂંટવી શકતો નથી. તો ક્યારેક વળી આ કાળનો મહિમા સમજી જનાર કાળનેજ વિનંતી કરે છે સદ્ગત સ્વજનની વિસ્મૃતિ ન થાય એ માટે, કોઈક કવિ કાળને “નમેરો' કહે છે. કાળ ક્યાંક વ્યક્તિરૂપે નિરૂપાયો છે. એને માત્ર દાઢી અને તાલકે ટાલ હોવાની કોઈકે વળી કલ્પના કરી છે. કાળની કરવત ક્યારે માનવને ખતમ કરે, એ કોઈ જાણી શકતું નથી. તો કોઈકે કાળને રાક્ષસ કહ્યો. જે એની માયાવીજાળ સમગ્ર વિશ્વ પર સતત ફેલાવતો રહે છે. કાળના ક્રૂર કટાક્ષને પામર મનુષ્ય સમજી નથી શકતો. તેતર પર બાજ ઝાપટ મારે એમ કાળ માનવ પર તૂટી પડે છે. તો વળી ક્યાંક આ કાળને મુલાયમરૂપે પણ વર્ણવવામાં આવ્યો છે. કોઈક કવિએ આ કાળ સતત માનવ જીવનમાં ગુલાબ વેરતો લાગ્યો છે. આ કાળ જ બધું ભુલાવે છે. કાળ જ સ્મરણો પણ આપે છે. દુઃખને પણ આ કાળ જ ભુલાવે છે ને ? આ જ કાળ શાશ્વત ચૈતન્યની લ્હાણ પણ કરે છે. રજની અને દિવસને કાળની બે પાંખો કલ્પવામાં આવી છે. આ કાળ નિષ્પક્ષ અને નિર્પક્ષ હોવાનું પણ કહેવાયું છે. આ મહાકાળની ગતિને જે ઓળખી શકે, એનું મહત્ત્વ પ્રમાણી શકે એ મૃત્યુ સમયે દુઃખ ન પામે. કવિઓએ કાલાબ્ધિના તાંડવનૃત્યની કલ્પના પણ કરી છે. આ કાલાબ્ધિનો કિનારો તે મૃત્યુ. કાળનો પ્રવાહ અમીટ અને અથાહ છે. સમગ્રજીવન એક કાળયાત્રા છે. કાળનું રૂપ ક્યારેક વિઘટિત અને છલનાભર્યું પણ હોય છે. વિરાટ સમયપંખીની થપાટો સતત વાગ્યા કરે છે. કોઈકે કાળને પશુ સાથે સરખાવ્યો છે. જે મળ્યું તે એ પોતાના ઉદરમાં ઓર્ગે જાય છે. બધુંજ ખપે છે એને. આ કાળને માટે સૌ સરખાં છે. કાળ ઘડિયાળમાં ઘૂંટાતી બારાખડી જેવો છે. “શોકસભામાં બે મિનિટનું મૌન એ પણ કાળનું જ ઘટક' “જન્મ પહેલાના, ને મૃત્યુ પછીના કાળના નિરામય સ્વરૂપનો ક્ષણાઈ સાક્ષાત્કાર ક્યારેક કવિને થયો છે. ઈશ્વર કરતાં પણ વધુ ભેદી અને અકળ છે આ કાળ. સદ્ગત બાળક, કે સગત પ્રિયજનની સ્મૃતિને હરી ન લેવાની વિનંતિ પાછી આ કાળને જ કરવી પડે. આ કાળ અને મૃત્યુ પરસ્પરના પર્યાય છે. જો કે કાળ તો મૃત્યુથીયે મહાન. કાળનો હુકમ મૃત્યુએ માનવો પડે. કોઈક કવિને કાળના મહુવરની વિષમતાનો ડંખ વાગ્યો છે. કવિઓ તો ક્યારેક કાળના મુકામને જીતવાની ખ્વાહિશ પણ રાખે છે. તો કોઈક કવિએ ધી ટ્યૂમર ઑફ ટાઈમ”ની વાત કરી છે. આ કાલગ્રંથિ' સતત ધબકે છે. એને આદિ, મધ્ય, અંત નથી. અવિરત છે કેવળ આ સમય. કોઈકે કાળને “બુદો મદારી' કહ્યો. કાળનું ફળ રોજ વિકસ્યા કરે છે. મૃત્યુ એટલે મરનાર માટેના સમયનું પૂર્ણવિરામ. સમય નહિ, વ્યક્તિ પસાર થાય છે. કાળ કદી ઘડિયાળમાં નથી પુરાતો. “હું સમય છું, એટલે મરતો નથી' એમ કાળ સતત આપણને કહ્યા કરે છે. મૃત્યુ વખતે મરનારનો સમય પણ મુક્ત થઈ જાય છે. મરનાર માટે પછી વાર, કલાક, મિનિટો કશું જ રહેતું નથી. કાળચક્ર કશાની રાહ જોતું નથી, સમય મૃત્યુ ભોંકતું શૂળ છે, એ જ તો લઈ આવે છે પેલા મૃત્યુને. આ સમયનો એકતારો સતત વાગ્યા કરે છે. ત્રિકાળજ્ઞાનીએ પણ અંતે કાળને વશ થવું પડે. “મૃત્યુ કાળનો જ પુકાર'. માણસ આ કાળની સામે પડકાર ફેંકવાનો પ્રયત્ન ભલે કરે, પણ એ ફાવતો નથી. કરુણ આક્રોશ છો કાળ આવે શિશિરોય આવે” એમ બોલાવે છે, પણ અંતે તો માનવે એ કાળનેજ વશ થવું પડે છે. જે મનુષ્યની લાચારી બોલી ઊઠે છે “અરે અરે' P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak