________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ 0 478 માનવને કાંઈ ઇચ્છામૃત્યુનું વરદાન મળ્યું નથી. ને કદાચ કોઈને આવું વરદાન મળ્યું પણ હોય તો એની ખુદ એને પણ જાણ નથી. પણ આ તો બધા કલ્પનાની પાંખે વિહરનારા કવિઓ. સૌએ વિશિષ્ટ પ્રકારની મૃત્યુ ઝંખનાઓને એમની કવિતામાં કંડારી છે, ને મૃત્યુનેય રમણીય બનાવી દીધું છે. ક્યારેક જીવનના નિર્વેદને કારણે મૃત્યુને નિમંત્રણ અપાયું છે. કોઈકે મુક્તિની વાંછના કરી છે, તો કોઈકે પુનર્જન્મની. કોઈકે આ જન્મના જ માતાપિતા, અન્ય જન્મે માતાપિતા બને એવી અભિલાષા વ્યક્ત કરી છે. નવજન્મ પામવા માટે કોઈકે મૃત્યુનો અભિલાષ સેવ્યો છે. કોઈકે મધુરું મરણ ઇચ્છયું. કોઈક કવિએ મરવા માટે ભવ્ય પ્રસંગની ઇચ્છા વ્યક્ત કરી, તો કોઈકે ભવ્ય ઇચ્છામૃત્યુ વાંછયું. કોઈક કવિએ અમૃતને પામવાની અભીપ્સા વ્યક્ત કરી. મૃત્યુ પાસેજ અમીભિક્ષાની યાચના કરી. ક્યાંક વતનમાં મૃત્યુ પામવાની ઝંખના પણ વ્યક્ત થઈ છે. કવિઓ છેક સુધી કાર્યરત રહેવા ઇચ્છે છે. મૃત્યુ મધુર રૂપ ધરીને પોતાને લઈ જાય એવી ઝંખના ઘણા કવિઓએ વ્યક્ત કરી છે. જીવતાં જીવતાં મરણની વાતો કરવી ને પ્રિય સ્વજનની આંખ સામે જ ખરી પડવું, ને ખર્યા પછી પ્રિયાનાં આંસુથી ભીતરને ભીતર ખીલી ઊઠવું એ કોઈક કવિને ગમતી વાત છે. ઓડેનને મળ્યું હતું એવું ઇચ્છામૃત્યુ ઘણા કવિઓએ વાંછયું છે. તો કોઈક વળી મૃત્યુબાદ પોતાને કોઈ યાદ ન કરે એવી ઇચ્છા પણ વ્યક્ત કરી છે. અન્ય જન્મમાં સ્વજનોને મળવાની પણ તૃષ્ણા વાસના કવિ ઇચ્છતા નથી, તો કોઈકે “સ્વસ્થ, શાંત, અજંપા કે ઉધામા વિનાનું મૃત્યુ ઇચ્છયું છે. કોઈક તો મૃત્યુને એવી પ્રાર્થના કરે છે કે, મૃત્યુ ખૂબ ધીમેથી આવે, જેથી સ્વજનોને ખલેલ ન પહોંચે. કોઈકની વળી ફરી જન્મવા માટે મરી જવાની ઇચ્છા વ્યક્ત થઈ છે. કોઈકને મૃત્યુનિશાવેળાએ સુંદર સ્મરણઉડુઓ મૂકી જવાં છે. કોઈકને મીઠું હૂંફાળું મોત જોઈએ છે. સહજ, સ્વસ્થ, સુંદર તાજગીભર્યું મૃત્યુ પણ ઇચ્છી જવાયું છે કોઈકથી, મૃત્યુ અવસર બની રહે એવી ઝંખનાય વ્યક્ત થઈ છે. પોતાના મૃત્યુ સમયે, પ્રિયજન પોતાની ખુલ્લી આંખને ઢાંકી દે, ને પ્રિયજન પાસે પોતે ગુલાબ બની ખીલી ઊઠે એવી તમન્ના પણ કોઈકે વ્યક્ત કરી છે. કોઈકે નચિકેતાની જેમ બાળક બનીને મૃત્યુનું રહસ્ય જાણવાની ઈચ્છા કરી છે. આમ તો મરવા જ ન માગતા, પણ મરવાનું જો ફરજિયાત હોય તો વનવગડામાં, પરોઢના છેલ્લા કલરવમાં, ઉષાના મંગલોત્સવ ટાણે, શિયાળામાં સભીની માટી પર તરણાના નીરવમાં ચુપચાપ મરવા ઈચ્છતા કવિ પણ છે. મૃત્યુનો અવાજ તો સર્વત્ર છે. પણ આ કોલાહલના પારાવારમાં માણસને મૃત્યુનો અવાજ સંભળાતો નથી. પ્રત્યેક હૃદયધબકાર સાથે વણાયેલો આ મૃત્યુનો અવાજ કર્ણસ્યકર્ણ જેને મળ્યાં છે એને સંભળાય, ને મૃત્યુનું સ્વરૂપ નેત્રસ્યનેત્ર ધરાવનારને દેખાય. ત્યારબાદ જ પામી શકાય કે, શ્વાસની લીલા સમેટવાની ક્રિયા એ મૃત્યુ નથી. કવિઓને દેખાય છે એ મૃત્યુનું રૂ૫, ને સ્મશાનને બીજે છેડે ફૂટેલા નવાં પાનનું, નવું જન્મસ્વરૂપ પણ. સંધ્યાની છેલ્લી પાંખડી વિલાઈ જાય છે, ને એ જ પળે બીજે ક્યાંક ઉષાની આંખડી ઊઘડે છે. અહી કોકનું મૃત્યુ થાય છે, ને બીજે ક્યાંક જીવનનું પોપચું ખૂલે છે. ને આમ જો અસ્તિત્વનો અંત નથી, તો મૃત્યુનો અવકાશ ક્યાં? એક નવી કૂંપળ ફૂટે, નવું આકાશ વ્યાપે, નવું પંખી ટહુકે, એ માટે રિક્ત થવાનું P.P.AC. Gunratnasuri M.S. : Jun Gun Aaradhak Trust