________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 338 વ્યથાને વાચા આપે છે.” “ફૂલ' નામના કાવ્યમાં (‘વ્યોમલિપિ') ડાળથી છૂટા પડી ગયેલા (માવિહોણા) ફૂલને સાચવવાની કાવ્યનાયિકાની ઝંખના વ્યક્ત થઈ છે. મૃત્યુ પામતા એ પુષ્પને મૃત્યુ પાસેથી પાછું લેવું છે. પણ વિલયની પળ આવી પહોંચે છે. “મૃત્યુપળ' કાંઈ “વિલંબ' શબ્દને ઓળખતી નથી. મૃત્યુ ક્યારેય માના આર્તપોકારને સાંભળતું નથી, કે નથી ઓળખતું “વાત્સલ્ય” કે “પ્રેમ' જેવા શબ્દોને. કવિ સુરેશ દલાલ પણ સદૂગતના સ્મરણમાધુર્ય દ્વારા સગત સાથેનો પ્રિયજનનો સેતુ રચી આપી સ્નેહની મૃત્યુ પરની અજેયતાને સિદ્ધ કરી આપે છે. “તમારા પત્રોમાં (‘તારીખનું ઘર') સદૂગત પતિના પત્રોમાંથી ઝરમર વહાલના અનુભવે સાંત્વન પામી એમાં જ પતિના મુખનું દર્શન કરે છે. સ્નેહના ઈન્દ્રધનુ સમા એ પત્રો વનકુસુમની સૌરભ લઈ પતિ સાથેનો સેતુ રચી આપે છે. ક્યાંક વિરહને મૃત્યુનો પર્યાય ગણવામાં આવ્યો છે. પ્રિયજન દૂર થતાં જાણે આખું જીવનવૃક્ષ ઉખડી જાય છે. ને મૃત્યુની ઝંખના જાગે છે. નાયિકા કહે છે. ઊંચકી લ્યો મારી હવે પળ પળની પાલખી ને અંત થકી બાંધો અનંત” 41 પ્રેમ કે પ્રેમીવિહોણું જીવન મૃત્યુ જેવું લાગતાં અહીં અંતને અનંત સાથે, ને પંચમહાભૂતને દિવ્યતા સાથે બાંધી દેવાની પ્રાર્થના કરાય છે. હરીન્દ્રની જેમ સુરેશ દલાલે પણ મૃત્યુને ભરપૂર પ્રેમ કર્યો છે. જીવનમાંથી છુટકારો મેળવવા નહિ, પણ મરણ મળવા જેવી વ્યક્તિ હોવાથી એને હોંશભેર મળવાની તેઓ વાત કરે છે. કવિ કહે છે. “હું મરણના હાથ છલકાવી દઈશ એના ખોબામાં સ્મિતના અઢળક - ફૂલો મૂકી દઈશ” 42 ભૂતકાળમાં પ્રેમી સાથેના મિલન વખતે રચાયેલા સ્મિતના બગીચામાંથી સાચવી રાખેલાં થોડાં ફૂલ, ને સાથે નહીં ગાઈ શકાયેલું ગીત મરણના હોઠ પર એ મૂકી દેવા ઇચ્છે છે. પ્રેમી સાથેના મિલનની થોડી ક્ષણોનું અમૃત સાચવીને બેઠેલી આ કાવ્યનાયિકા પોતાની જાગૃતિ હસતાં હસતાં મરણને સોંપી દઈ કાયમ માટે ઊંઘી જવા ઇચ્છે છે. “હું મારા મરણનો સર્જક થઈશ' કાવ્યમાં સુરેશ દલાલે Nikoskazantzakis ના 'Serpent and lily કવિતાનો સંદર્ભ આપ્યો છે. કાવ્યનાયક પોતાની સુંદર આરસમૂર્તિ શી, આત્મીય પ્રિયતમાને પ્રેમથી મારી નાખવા ઇચ્છે છે. એનામાં મૃત્યુની ઝંખના જગાડવાની ઈચ્છા ધરાવે છે. ગુલાબના બગીચાથી એ એને વીંટી દેશે. પછી એની એકએક પાંખડી ખર્યા કરશે. રાતને ચીરી નાખે એવા મૌનથી એ એને જોયા કરશે. ધીમે ધીમે ખબર નહિ પડે એમ એમની, બંનેની નાવ મરણના સુક્કા સમુદ્રમાં સર્યા કરશે. બંનેના શબને તેઓ ઈશ્વરને સોગાદરૂપે આપવા ઇચ્છે છે. “એ આપણા સંબંધોનું મોર્ગ રચે એ પહેલાં એવી દઈશ * P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust