________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 337 હોત તોય જીવી ગયા હોત. મુખ પરની મૃત્યુની ચાદરને સહેજ આઘી કરીને પ્રેમીએ માત્ર કેમ છો ? પૂછયું હોત ને તોય એ જીવી ગયો હોત. પ્રિયજનનો પ્રેમ મૃત્યુનેય હંફાવી શક્યો હોત. તો બીજી બાજુ પ્રેમઝંખના મૃત્યુને નોતરી બેસે) “મનામણું'માં પ્રેમના પરાજયની વાત કરાઈ છે. જ્યારે એવું બને છે કે, મૃત્યુ પ્રેમને લપડાક મારે, ને પરાજિત કરે. મૃત્યુ ક્યારેક પ્રિયજનને છિનવી લે છે, ને ત્યારે મોભ પર બોલતા કાગડાના આશાવાદી અવાજો નિરર્થક નીવડે છે. પાંડુની પ્રણય ખાતરની ફનાગીરી જોઈ કવિ નિરંજન ભગત એની સાથે જાણે એકરૂપતા અનુભવે છે. પ્રિયનેત્રની ઝલકમાં મૂક ઇંગિતનું ઇજન વાંચીને પાંડુ પ્રિયાને ગાઢ આશ્લેષમાં લે છે. પણ પેલું અવયંભાવી અને અપરિહાર્ય મૃત્યુ તો આવીને ઊભું જ રહે છે. પણ પ્રેમીઓને કે પ્રેમને એની પરવા હોતી નથી. પાંડુ જેવી જ ખુમારીથી કવિ મૃત્યુને સંભળાવી દે છે. હે મૃત્યુ મારી પ્રેયસીના વેષમાં તું આવ, તો ધારું તનેયે એ જ આશ્લેષમાં” 39 મૃત્યુ પ્રેયસીરૂપે આવે તો એનોય અહીં સત્કાર છે. રાજેન્દ્ર શાહ મૃત્યુને પ્રિયતમ રૂપે સ્વીકારે છે. નિરંજન “પ્રેયસી રૂપે સ્વીકારવા તૈયાર છે. “આ હાથમાં મૃત્યુને અતિક્રમી જતા સાચા નિર્વ્યાજ પ્રેમનો મહિમા ગવાયો છે. પ્રેમ મેળવનાર વ્યક્તિને સ્વર્ગનું સુખ પામવા બીજે જવાની જરૂર નથી. પ્રેમ મૃત્યુનો પર્યાય બનીને આવે તો એ કવિને માન્ય છે. મૃત્યુ કરતાં પ્રેમનું અહીં અદકેરું મૂલ્ય અંકાયું છે. (‘આશ્લેષ') “વિદાય વેળાએ માનવ લોકમેળા પ્રેમસભર બની ધન્ય બન્યા હોય તો વિદાયવેળાએ મૃત્યુ સમયે કૃતજ્ઞનતાનો જ ભાવ અનુભવાય. સ્નેહસભર જીવન મૃત્યુને મંગલ બનાવી દે. “રિલ્કનું મૃત્યુ' (133 કાવ્યો')માં રિલ્કના મૃત્યુનો શોક નથી વ્યક્ત થયો. પરંતુ મૃત્યુનું કવિએ અહીં ગૌરવ કર્યું છે. પ્રિયપાત્ર માટે ગુલાબ ચૂંટવા જતાં શૂળ વાગતાં, લ્યુકેમિયા થવાથી જાણે મનવાંછિત મૃત્યુ મળ્યું. મહેંકી રહ્યો જીવનનો જ અર્થ ના મૃત્યુ કોઈ કદી ક્યાંય વ્યર્થ 40 અહીં મૃત્યુમાં મહેકતા જીવનાર્થને સૂચિત કરતા કવિ મૃત્યુને નિરર્થક કે વ્યર્થ માનતા નથી. પ્રેમે જ તો પેલા મૃત્યુનો અનુભવ કરાવ્યો. ને એમનાં જીવન મૃત્યુ બંને ધન્ય બન્યાં. - ઈશ્વરચંદ્ર ભટ્ટના “મધુસ્પંદમાં કવિપત્નીનું સ્મિત અમૃત બની ટપક્યાનું મકરંદ દવે સંવેદે છે. કવિ પત્નીનું જીવનભરનું મૌન, અહીં જાણે મુખરિત થાય છે. મકરંદ દવે “મધુસ્પંદ'ની પ્રેમકવિતાને બિરદાવતાં યાજ્ઞવલ્કયના શબ્દો નોંધે છે. “સ્નેહી કદી મરણધર્મી ન હોય. જે પોતાના પ્રિયને આત્મારૂપે ઉપાસે છે, તેનું પ્રિય કદાપિ મરણધર્મી થતું નથી” તેથીજ “મધુર્યાદમાં અમૃતા વસી રહી હોવાનું તેઓ જણાવે છે. સદ્ગતનો સ્નેહ સ્મરણરૂપે અવિરત પ્રિયજનની સાથે જ રહે છે. પ્રિયકાંત મણિયારના “કંચનો વધ” (“સમીપ') કાવ્યમાં પ્રેમમગ્ન ક્રૌંચ યુગલમાંના એકને વીંધતા બાકી રહેલાની શિકારીને વારંવાર સંભળાતી ચીસનો નિર્દેશ “વિરહી પ્રેમીની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust