SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 336 શ્લોકમાં આંખોમાં પાણી સાથે કાવ્યનાયિકા અંતિમ અરજી કરે છે. લખ જન્માન્તરનીયે પાર વસતા પેલા નિર્દય ઉદાસીન પ્રિયતમને દ્વાર લઈ જવાનું પોતાના દર્દને એ કહે છે અર્થાત મૃત્યુ અને એ દ્વારા મોક્ષ તથા મુક્તિની વાંછના કદાચ એ સેવે છે. કવિ ઉશનસ્ પ્રેમ વિનાના જીવનને મૃતવત ગણાવે છે. (“શબ' - “તૃણનો ગ્રહ') જન્મશતકોની પ્રીત વડે જન્મ ખૂટવતો કાવ્યનાયક આ જન્મે ભવના ચક્રમાંથી કદાચ છૂટી જાય. કહેવાતા મોક્ષની એને પરવા નથી, તો “કબરમાંય'નો કાવ્યનાયક પ્રેમમાં નિષ્ફળતા પામતાં, એવી ઝંખના સેવે છે કે, પોતાના મૃત્યુ પછી પણ પ્રિયતમા થોડુંકેય રડશે તો કબરમાં રહ્યાં રહ્યાંય એ પોતાની જાતને ધન્ય માનશે. મૃત્યુ પામવા છતાં પ્રેમની તૃષ્ણા તો એવીને એવીજ રહે છે. એ “ભૂત' નામના કાવ્યમાં વર્ણવાયું છે. (“તૃણનો ગ્રહ) મધ્યરાત્રિએ અંધકારમાં ઘરદ્વારે વહેતા સુસવાટામાં, કે ઘરકામમાં ડૂબેલી પ્રિયાના કો સ્વપ્નમાં તથા કોઈના બોલાવ્યાના ભણકારના સ્વરમાં પોતેજ હોવાનું માની લેવા કહે છે. સ્વજન મૃત્યુ પામવા છતાં પ્રેમ ઊણો થતો નથી. “અભિંજ્ઞાન’ના નાયક (“સ્પંદ અને છંદ)નું બહાવરું પ્રેત પૃથ્વીના પોલાણોમાં મૃત્યુ પછી પણ ભટક્યા કરશે. પ્રેતરૂપેય આ પૃથ્વીનો વ્યસની પૃથ્વી પરનાં પરિચિત સ્થાનો અને વ્યક્તિઓને ઓળખી કાઢશે. ખાસ કરીને પ્રિયાને. પ્રેમઝંખના મૃત્યુના આવરણનેય ન સ્વીકારે. સદ્ગત પ્રિયજન સદેહે નહિ હોય ત્યારે પ્રિયાનો દિયી નશો ઊતરી જશે. બપોરની પળે વસ્ત્રમાં ભારત ભરતાં એ દોરામાં મનની કોઈ ભાત (સ્મરણ) ઊઠશે ને પછી એના વિજયકવચ ખરી પડશે. એવી કાવ્યનાયકની કલ્પના (‘ભરાતા દોરામાં) પ્રેમ તેમજ સ્વજનનું મૃત્યુ અમને (રૂપના લય) ઓગાળતું હોવાની પ્રતીતિ કરાવે છે. - સદ્દગત પ્રિયજનના અચાનક જાગતાં સ્મરણ પ્રત્યેના વિસ્મયને જયંત પાઠક “સ્મરણ પ્રિયનમાં વાચા આપે છે. પ્રિયજનના શરીરની વિદાય સાથે પ્રણયભરતી થંભી જતી નથી. એ તો ઋતિકુસુમે સુરભિ શો આવીને સૂઈ જાય છે. ને પોતાના ચૈતન્યની ખુશબો (મૃત્યુ પછી પણ) પ્રસરાવે છે. ને “ઊભરી ઊભરી આવે, સામે ધરત્ત છટા નવી' પ્રણયની શક્તિની આ કમાલ છે. આખું જગત વિસ્મૃત બની જાય. પણ પ્રિયજન સાથેનાં પ્રણય પ્રસંગોની સ્મૃતિ અકબંધ અડીખમ રહે છે. મૃત્યુ પ્રિયજનને લઈ જાય, એની સ્મૃતિને ન લઈ જઈ શકે. પ્રેમ તો મૃત્યુથી પર છે જ, સ્મૃતિથી વિશેષ. “પ્રેમ અને મૃત્યુ” (“અંતરીક્ષ') કાવ્યમાં કવિ જયંત પાઠક પ્રેમ અને મૃત્યુના સહઅસ્તિત્વની વાત કરે છે. પ્રેમ અને મૃત્યુ હંમેશાં સાથે જ રહે છે. પ્રેમ અને મૃત્યુની સામે હસતો, ને સૂકા ઝાડની જેમ “મૃત્યુ” ખરી પડતું, ત્યારે પ્રેમનો વિજય થતો. મૃત્યુ પોતેજ સ્વીકારે છે કે પ્રેમ સાથેની રમતમાં એ હંમેશ હારી જતું. હાડ જેવું મૃત્યુ પ્રેમના નાનકડા ઝરણામાં આત્મવિલોપન કરે, એવું તો કોણ કલ્પી શકે ? પણ એજ તો છે સત્ય, જીવન સાથે લડતાં એના સાતમે કોઠે (પ્રેમના) મૃત્યુ હારી જાય છે. મૃત્યુનો પરાજય જોઈ પ્રેમને આઘાત લાગે છે. છે. “જીવી ગયો હોત' જયંત પાઠકનું (“અંતરીક્ષ') એક સુંદર કલ્પનામંડિત કાવ્ય છે. પ્રેમીના વિરહે ઝૂરતા પ્રેમીનું મૃત્યુ અહીં નાજુક રૂપ ધરીને આવે છે. એકલતાના કાનમાં જો પ્રેમીજને “હું છું નેનો સધિયારો આપ્યો હોત તો કદાચ કાવ્યનાયક મૃત્યુ ન પામ્યો હોત. “મરણને મારગે આ ચરણ ઉપડ્યા ત્યારે પ્રેમીજને માત્ર ઊભા રહો” એટલું જ કહ્યું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036417
Book TitleArvachin Gujarati Kavitama Mrutyunu Nirupan
Original Sutra AuthorN/A
AuthorBhanumati Jani
PublisherParshwa Publication
Publication Year1998
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size875 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy