________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 335 ભૂતકાળને ભૂલી જવા પણ કહે છે. ને પોતે ક્યારેક યાદ આવે તો, આવશે જ. પહેલેથી ક્ષમા માગી લે છે. પ્રેમતત્ત્વની ઉદારતાનું આ સુંદર દષ્ટાંત છે. “શેલિને' કાવ્યમાં હરિશ્ચંદ્ર ભટ્ટ શેલિની પ્રણયભાવનાનો નિર્દેશ કરી દેહબંધથી મુક્ત અબંધ પ્રેમની વાતનો ઉલ્લેખ કરે છે. જે પ્રેમ દેહબંધનથી મુક્ત હોવાનું સૂચવે છે. “રાઈનર મારિયા રિલ્કને' કાવ્યમાં કવિ હરિશ્ચંદ્ર ભટ્ટ પ્રેમ તથા મૃત્યુને સાથે સાંકળે છે. પુષ્પપ્રેમી કવિ માટે પુષ્પનો કાંટો જ મૃત્યુનું નિમિત્ત બને છે. કવિ રિલ્કના શબ્દો વર્ષે વર્ષે જયાં ગુલો ખીલતાં થાયે છો ને મૃત્યુલેખો કવિના” 137 રિલ્કના શબ્દો પોતાના જીવનમરણ આલેખ બને એમ આ કવિ ઇચ્છતા. “એકો અને નાર્સીસીસ'માં ગ્રીક દેવી એકોના નાર્લીસીસ પ્રત્યેના પ્રેમની આહુતિની કથા ગૂંથાઈ છે. નાર્લીસીસ આત્મરતિની પરાકાષ્ઠાનું પ્રતીક છે. “પ્રેમ પ્રેમ રટતી એકો તેમની તડપનમાં અનંતમાં ડૂબી જાય છે. મૃત્યુ પામે છે. જ્યારે નાર્લીસીસ પોતાના જ રૂપને નિહાળતાં પાગલ બની મૃત્યુ પામે છે. જયદેવના પ્રસિદ્ધ ચરિત્રમાંથી પદ્માવતીનો પ્રસંગ લઈ પતિપ્રેમની પરાકાષ્ઠાનો નિર્દેશ કવિ રાજેન્દ્ર શાહે કર્યો છે. જયદેવના મૃત્યુની વાત સાંભળી લોકલોકાન્તરમાં જયદેવને શોધવા નીકળી પડેલી એની પત્ની ઇતરલોકના માર્ગે જતાં સૂક્ષ્માતિસૂક્ષ્મ આંદોલનો સાંભળે છે. (મૃત્યુ પછી) ને સૂરના સંધાતે પંથ કાપતાં પુનઃ પોતાના દેહમાં પ્રવેશે છે, ને નિદ્રામાંથી બેઠી થતી હોય એમ બેઠી થાય છે. - કવિ ઉશનસે “આણું” કાવ્યમાં પ્રેમ અને મૃત્યુને સાંકળ્યા છે. અહીં દેખીતો મૃત્યુ સંદર્ભ નથી. પણ હવેને જન્મારે જરૂર મળીશું' કહી દિવગંત થયેલા પ્રિયતમની વાણીના સ્વરોને સાંભળવા પોતે મૃત્યુ પામી ફરી જન્મવાની ઉતાવળ અનુભવે છે. ઈહલોકમાં રહેવા છતાં નાયિકા ઈહલોકની રહી નથી. “ઓ જનમની” પુનર્જન્મની મધુરજની માટેની મેડી એ અત્યારથી જાણે સજાવે છે. (“અશ્વત્થ') “તમે સાથે રહેજોમાં મૃત્યુ સમયે પ્રિયતમના સાન્નિધ્યની ઝંખના વ્યક્ત થઈ છે. થાકીને પત્ની પ્રિયતમને ખભે જો લથડી પડે ને છેલ્લે ત્યાં મુખ ઢાળી દે તો છાયાવાળું વૃક્ષ બની જરી નીચે ઝૂકી જઈ, એને સહી લેવા પ્રાર્થે છે. પ્રિયના સાન્નિધ્યમાં મૃત્યુ મંગલ બની જાય એવી શ્રદ્ધા વ્યક્ત થઈ છે. (‘અશ્વત્થ') . “વ્યાકુળ વૈષ્ણવ'માં કવિ ઉશનસ કોઈ અનંત પ્રેમકથાની વાત લઈને જાણે કે આવે છે. કોઈક મૂંગા છોડને ઝૂકી જતા જોઈ કવિ હૈયું ટહુકી ઊઠે છે. “આપણે શાનાં અળગાં, થોડા જનમ તણી જ જુદાઈ સૃજન વિલયને લય ચલતી મુજ પ્રેમકથા અકબંધ” 38 વ્યાપક પ્રેમની કથા અહીં વણાઈ છે. જે હંમેશાં સૃજન વિલયના લયની સાથે સતત અકબંધ નિરંતર ચાલ્યા કરે છે. “સૃજન હો કે વિલય' પ્રેમકથા અતૂટ છે. “૨૮'માં શ્લોકમાં સનાતન કાળની ભવોભવની પ્રીત લઈ બેઠેલી નાયિકાની અધીરાઈ અને અજંપાની કવિ વાત કરે છે. આ પ્રીત ભૂલવા કેટલડાં જન્માન્તર જોઈએ? અર્થાત અનેક જન્મો (પૃ. 32) (“વ્યાકુળ વૈષ્ણવ') પસાર થાય. જન્મ, મૃત્યુ, ચક્ર, પ્રેમને નષ્ટ ન કરી શકે. “૩૨માં Jun Gun Aaradhak Trust P.P.AC. Gunratnasuri M.S.