________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 334 જીવન, મૃત્યુ બધું જ એકાકાર બની ગયું છે. હવે ઇન્દ્રલોક પરલોકના ભેદ પણ રહ્યા નથી. . આંગણે સર્વત્ર કૌમુદીના પૂર્ણકુંભનું અપૂર્વ રસપ્રોક્ષણ રેલાયું છે. જાણે તેમના ચિત્તમાંય અલૌકિક જ્ઞાનપ્રકાશ રેલાયો છે. આ ભવનું ભાગ્યવિધાયક સપ્તપદી સખ્ય વ્યર્થ ને વિતથ નથી એ એમને સમજાયું છે. ચેતનાને ચેતનાનો સંગ કદી મિથ્યા ન હોય. કવયિત્રી કહે છે ભાવસંમાર્જન થયું ન થયું ત્યાં તો તમારું પ્રયાણ” 134 એ પ્રમાણમાં પતિનું કલ્યાણ હશે, પણ પત્નીનો જરાય વિચાર ન કર્યો ? એવો પ્રશ્ન ક્ષણ માટે ઊઠે છે. પણ તરત જ્ઞાન અને સમજ કહે છે, ના, ના,પત્નીનાય ઊર્ધ્વીકરણાથે જ આ શિક્ષા, ને ઈષ્ટ સાધના પ્રતિની દીક્ષા. હવે આલોક પરલોકના ભેદ શાને? પત્રપ્રપંચની કેદ પણ શાને? મૃત્યુ હવે દુ:ખ કે યાતના નથી આપતું દિવ્ય દૃષ્ટિનું ઉદ્ઘાટન કરે છે. દિવ્ય ઉષઃકાળ પ્રગટવાની કવયિત્રી શ્રદ્ધા ધરાવે છે, ને ત્યારે સદ્ગત પતિને તેઓ “મંગલ પ્રભાત' સૂચવે છે. ને મનોમન (ચરણરજ લેવી ગમે એવા, પતિને પ્રણામ પાઠવે છે. ડાહ્યાભાઈ પટેલના “પ્રસન્નચિત્તે લઈ જશે ધામ' કાવ્યમાં કવિની ભક્તિયુક્ત શ્રદ્ધા વ્યક્ત થઈ છે. મૃત્યુ પછી ઈશ્વર પરમધામ લઈ જશે એવી શ્રદ્ધા પણ મૃત્યુ મંગલ હોવાની પ્રતીતિ કરાવે છે. અનુગાંધીયુગ - પ્રેમ અને મૃત્યુ કવિ પ્રહલાદ પારેખ એવી શ્રદ્ધા ધરાવે છે કે જેમ જીવ માત્ર ખોળિયું જ બદલે છે, તેમ પ્રેમ પણ, શરીરનું મૃત્યુ થતાં, માત્ર ખોળિયું જ બદલે છે. “પ્રેમ” (“બારીબહાર') કાવ્યમાં કવિ પ્રેમને અનેક જન્મોના ચકરાવામાં પ્રવાસ કરતો કહ્યું છે. અને જીવન એકથી મરણના થઈ દ્વારમાં નવીન થઈને જતો” 135 શરીરના દહન સાથે પ્રેમ કંઈ બળી જતો નથી. મરણ એને માટે કેવળ એક દ્વાર છે. મૃત્યુ “પ્રેમ” તત્ત્વને બાળી શકતું નથી. પ્રેમ તો મૃત્યુંજયી છે. સમયથી પણ એ પર છે. સમયનાં બંધનો એને હંફાવી શકતાં નથી. “એકલું'માં સીધો મૃત્યુસંદર્ભ નથી, પણ પ્રિયજન વિનાના એકલતાભર્યા જીવનની વ્યથા અહીં પ્રગટ થઈ છે. પ્રેમની સિતારી ઝણઝણાવી સ્વજન ચાલી ગયા પછી, મૃતિઓ તો રહે પણ તેથી શું? સ્મૃતિઓ એકલતાને દૂર ન જ કરી શકે. “કોઈ રે આવી કોઈ વહી ગયું મારે અંતરને દ્વાર કોઈ રે ગાઈ મૂંગું રહી ગયું છાયો ઉરમાં સૂનકાર એવું રે લાગે આજે એકલું” 134 વિદાય' પ્રફ્લાદ પારેખનું એક ઉત્કૃષ્ટ કાવ્ય છે. ને પ્રેમની પરાકાષ્ઠાનું પણ. પ્રેમ કોઈને બાંધી ન રાખે. અંતિમ વિદાય લેતો પતિ અહીં પત્નીને એના નયનપંથનું અન્ય વિશ્વ ત્યાગી દેવા કહેતા નથી. ભૂતકાળનાં પ્રણયસ્મરણો યાદ કરે છે. બંને આત્મીયતાની વિશિષ્ટ પળોને સાથે યાદ કરે છે. ને છતાં, અધિક સુંદર સાથીદાર મળે તો અને તો જ P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust