________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 159 સાંકળતાં, વાત્સલ્યનો મહિમા બતાવ્યો છે. ભોળા પારેવડા સમા બાળકનો દેહવિલય થતાં બેબાકળા બનેલા પિતા મૃત્યુ તત્ત્વને સમજી શકતા નથી. “કન્યા અને ક્રૌંચ'માં પણ પ્રેમ અને મૃત્યુનું ચિંતન રજૂ થયું છે. કન્યાનો પ્રેમી શત્રુના હાથે મરાયો છે. ને છતાં એના હૈયામાં ઉગ નથી. વિરહ કરતાં મૃત્યુને વધુ મધુર ગણતી એ કન્યા વિરહ અસહ્ય બનતાં ધરતી પર ઢળી પડે છે. ને વિરહનો પણ અંત આવે છે. “હૃદયત્રિપુટી'માં પણ પ્રેમ અને મૃત્યુને કવિએ સાથે સાંકળ્યા છે. પ્રેમના જ કારણે જીવન અને મૃત્યુ બંને સુખદ અને સુંદર બને છે. કવિ કહે છે પ્રેમના રંગે આ વિશ્વ જો રંગાયું ન હોત તો જિંદગી અને મૃત્યુમાં હર્ષ શો રહેત? “હજુય મળવું'માં વિરહના અગ્નિમાં શેકાતી પ્રિયતમાની મરતાંય પ્રિયતમને મળવાની ઝંખના વ્યક્ત થઈ છે. મૃત્યુપળ પ્રેમ કે પ્રેમીને ભુલાવી શકતી નથી. “વિદાય'માં પ્રેમ દ્વારા મૃત્યુ પર વિજય પામવાની તમન્ના વ્યક્ત થાય છે. પ્રેમના બળ વડે મૃત્યુનો પડદો ચીરવા તેઓ તૈયાર થાય છે. જન્મ જન્મ પ્રિયતમાને મળવાની ઝંખના વ્યક્ત થઈ છે. પ્રેમના પારાવારને પામવા આ જિંદગી ઓછી પડે એમ કવિ કહે છે. (“વહાલીને નિમંત્રણ') એજ રીતે “હૃદયરસ'માં પણ પ્રેમરસ પીવા જિંદગી ટૂંકી પડવાનો અફસોસ વ્યક્ત થયો છે. પ્રેમવિહોણું જીવન મૃત્યુ સમાન ગણાયું છે. “ઇશ્કનો બંદો'માંય પ્રેમનો મહિમા ગાતાં ગાતાં કલાપીએ મૃત્યુની સરખામણી જ પ્રેમ સાથે કરી છે. અહીં પ્રેમને મૃત્યુના પર્યાય તરીકે ઓળખાવાયો છે. “દૂર છે'માં પ્રેમ અને મૃત્યુની ગોષ્ઠિની વાત છે. જિંદગીમાં જે શાંતિસુખ ન મળ્યાં એ મોતમાં મળશે એવી શ્રદ્ધા વ્યક્ત થઈ છે. બોટાદકરે પણ પ્રેમનો મૃત્યુ પરનો વિજય ગાયો છે. પ્રેમયોગમાં સત્યવાન સાવિત્રીની કથાના સંદર્ભમાં કવિએ મૃત્યુ પર પ્રેમના વિજયને પ્રસ્થાપિત કર્યો છે. પ્રેમયોગને કાળ પણ ભેદી ન શક્યો. કાળને-કમને કવિ અહીં “મુગ્ધ' કહે છે. શું મૃત્યુંજય યોગ શુદ્ધ પ્રણયે દેખે ન તું દષ્ટિએ” 19 (42) “કલ્લોલિની' આયુનો ક્રમ પ્રેમયોગપથમાં આડો ન આવી શકે. પ્રેમનું હૃદય અમર્યા છે. એને મૃત્યુનો ભય ડરાવી ન શકે. સાવિત્રી યમને કહે છે “પ્રેમ પાસે વિધિ નિષેધ ન ફાવે તો તું શી રીતે ફાવે'? “જયદેવપત્ની પણ પ્રેમ અને મૃત્યુ પરનું કાવ્ય છે. પ્રિયનું મરણ થતાં પ્રેમી સાથે સહગમન કરી શરીર છોડવું જોઈએ એમ માનતી જયદેવપત્નીને માટે શરીર કંઈ પ્રેમી કરતા વિશેષ ન હતું. તો “મીરાંને” કાવ્યમાં ઝેર પચાવી જનાર મીરાંના પ્રભુપ્રેમનો મૃત્યુ પરનો વિજય ગવાયો છે. જ્યાં અભેદ છે. પ્રેમાદ્વૈત છે, ત્યાં મૃત્યુ નથી. પ્રેમ, પછી તે માનવ પ્રત્યેનો હોય, કે ઈશ્વર પ્રત્યેનો મનુષ્યને નિર્ભય બનાવે છે. ઝેરનો પ્યાલો મીરાંને મારી ન શક્યો. મૃત્યુ મીરાંને સ્પર્શી ન શક્યું. “એ ઊંચા ઉરમાંહી મૃત્યુરસ ન ના પોચી લગારે શક્યો ૧૮૦(પાનું. 97 “કલ્લોલિની' બોટાદકર) શૈવલિની' સંગ્રહમાંના “શર્વરી' કાવ્યમાં પણ મૃત્યુ પર પ્રેમના વિજયનો મહિમા અંકાયો છે. જેઓ પોતાનાં સ્વજનોને પોતાનાં પ્રાણ પીયૂષ પાઈને પોષે છે. તેને “વિષજનિત મૃત્યુ સ્પર્શી શકતું નથી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust