________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ 160 ન્હાનાલાલ તો “પ્રેમભક્તિ' ઉપનામ જ ધરાવે છે. સ્વાભાવિક રીતે જ પ્રેમનું ઊંચું મૂલ્ય તેમની કવિતામાં હોય. “પારેવડાં' (કટલાંક કાવ્યો. ભા. 3. પાનું. 95) કાવ્યમાં પ્રેમનો મૃત્યુ પરનો વિજય કવિએ ગાયો છે. કવિ કહે છે સ્નેહીઓ મૃત્યુથી પર છે ચિતાઓ શરીરને બાળતી હશે પણ સ્નેહને નહીં” 181 (“કેટલાંક કાવ્યો' ભા. 3 પૃ. 95). તાજમહેલ' (‘ચિત્રદર્શનો')માં કવિ પ્રેમ અને મૃત્યુનું ચિંતન રજૂ કરે છે. પ્રેમિકાના મૃત્યુમાંથી પાંગરેલું, મહોરેલું કાવ્યપુષ્પ એટલે “તાજમહેલ'. કવિ અહીં મૃત્યુને જુદા જ દૃષ્ટિકોણથી નિહાળે છે. શરીરનાં-સ્નેહીનાં મૃત્યુ હોય. સ્નેહનાં ને સૌંદર્યનાં કદી મૃત્યુ ન હોય. મૃત્યુથી અજેય હોય તેઓ. મહાકાળની વાસુકિફણા એની જીભ ફેલાવતી કુત્કારતી હોય, ને સર્વભક્ષી યમની યંત્રણાનું સામ્રાજ્ય ચારેય બાજુ વ્યાપેલું હોય ત્યારેય પ્રેમ અને સૌદર્ય તો અડીખમ રહે છે. તયાપિ મૃત્યુ રસનાં નથી. નથી, સૌદર્ય, ને સ્નેહ અજિત મૃત્યુથી” 182 (‘ચિત્રદર્શનો' પાનું. 60) તો “તાજમહેલને કવિ યમુનાતીરે ગવાયેલી પ્રેમીની પ્રેમગીતા કહે છે. જે મૃત્યુ પરનો સદા વિજય ગાયા કરે છે. ગજેન્દ્રરાય બુચે પણ મૃત્યુ નહિ, સ્નેહને સર્વોપરી ગણાવ્યો છે. “હંસગાન' કાવ્યમાં નેહને મૃત્યુમાં પણ વિશ્વસંગીત સંભળાતું હોવાની વાત કવિ કરે છે. કો મૃત્યુમાંયે શું વિશ્વસંગીત સ્નેહને નહીં તો જીવ રેસાતાં, ગાન તે કેમ નીસરે” ? 183 , (‘ગજેન્દ્ર મૌક્તિકો' પાનું. 3) આ કાવ્ય પ્રતીકાત્મક છે. સ્નેહના સંગીત સાથે મૃત્યુયે ઠાવકું થઈ બેસી જાય છે. પ્રણયસૂરસરિતાને તોડવાની હામ મૃત્યુમાંય નથી. મૃત્યુવેળાએય સ્નેહ એજ પરમૌષધિ. (નાની વયે મૃત્યુ પામેલા કવિનેય શું મૃત્યુમાં વિશ્વસંગીત લાધ્યું ?) “પ્રશ્ન' કાવ્યમાં આંખડી મીચાતાં સ્નેહ સ્વપ્નની શાશ્વતતા સ્મરણરૂપે રહેતી હોવાથી મૃત્યુ પર અંતે સ્નેહના થતા વિજયની વાતને સિદ્ધ કરી આપે છે. | કવિ જગન્નાથ દામોદર ત્રિપાઠી (સાગર) પણ પ્રેમ અને પ્રેમીની અમરતાનો મહિમા ગાયો છે. “ઇસા, અર્જી કબૂલી લે'માં પ્રેમ અને પ્રેમીની અમરતાનો મહિમા ગાયો છે. પ્રસ્તાવના' કાવ્યમાં પણ પ્રેમીની અમરતાનો મહિમા કરતાં કવિ કહે છે “પ્રેમ કરનાર તો મૃત્યુ પછી પણ ચાહે, પ્રેમને જીવન કે મરણ કશાનાં બંધન નથી હોતાં. કવિ સાગરને ('દીવાને સાગર, ત્રીજો તબક્કો') પોતાની કબર પર “સાગર” કહી રડનારાં સ્વજનોના અવાજ સંભળાય છે. “કબરમાંથી સ્વપ્ન' કાવ્યમાં પણ સ્નેહને કારણે થતા આભાસની વાત છે. પોતાની કબરમાં પ્રિયાનું આગમન તથા કફન ઉકેલી સુંદર પુષ્પો બિછાવી ઘૂંઘટ ખોલી જાણે પ્રિયાએ ચુંબન દ્વારા નવું જીવન બક્યું હોય એવો ભાસ થાય છે.... પ્રેમ તથા પ્રેમી જાણે કબરમાંથીય બેઠાં થાય, જાગૃત થાય. એવો પ્રેમમહિમા કવિ ગાય છે. ઇજન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust