________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ 161 મેં પારનું કીધુંમાં પણ પ્રેમ તડપનની વાત છે. મિત્ર વિના, જીવતાં, છતાં મૃત્યુનો * અનુભવ કરતા પ્રેમદીવાનાઓ માટે તો પ્રેમ એ જ જીવન છે. ને પ્રેમ એ જ મૃત્યુ. પ્રેમીઓને મૃત્યુની પરવા હોતી નથી. તમે તો છો સનમ સરકારમાં પણ મૃત્યુ પરત્વેની બેપરવાઈ વ્યક્ત થઈ છે.' સુમતિ મહેતાના “સ્નેહીની આકાંક્ષામાં (‘હૃદયઝરણાં) મરીને પણ સ્નેહનો મહિમા ગાવા નીકળેલા માનવોની મહત્તા દર્શાવાઈ છે. નેહી એની પ્રિયતમાને કહે છે. “વૈકુંઠથી સાક્ષાત્ પ્રભુ એને લેવા આવે તોપણ એ જશે નહિ. આત્મા જેના આધારે ટક્યો હોય એવા પ્રિયજનને સૂક્ષ્મરૂપે નિત્યધામે જતાં પ્રિયાની રાહ જોતો પ્રિયતમ વીરજાને તટે ઊભો રહેશે. પ્રિયા મૃત્યુ પામીને આવશે ત્યાં સુધી એ રાહ જોશે. પ્રેમનો આવો મહિમા છે. પ્રિયા વિનાનું પરમધામનું સુખ પણ નકામું. ત્યાં પણ બંને સાથે જ જશે એવી ઝંખના, એવી અતૂટ પ્રીત, ને અહીં વર્ણવી છે. મૃત્યુ પ્રેમ કે પ્રેમીને ખંડિત કરી શકતું નથી એ ભાવના દૃઢપણે અહીં ઉચ્ચારાઈ છે. ખબરદાર પ્રેમ અને મૃત્યુનો મહિમા ગાતા પિછાન” (“કલિકા' 7) કાવ્યમાં જણાવે છે કે પ્રેમના પારવારમાં ન્હાવા માટે આ આયખું જાણે ટૂંકું પડે. પ્રિયતમના મૃત્યુને લીધે નાયકને જીવન રેતીના રણ જેવું લાગે છે. કવિ કલાપીએ મૃત્યુ પછી થનારા પિંડદાનના શિષ્ટાચાર પર કટાક્ષ કર્યો છે. પ્રીતવિહોણી પિંડદાન વિધિમાં કવિને રસ નથી. લોહીની સગાઈ પણ જાણે સ્વજન મૃત્યુ પામતાં પૂરી થાય છે. કવિ બોટાદકરે “શૈવલિની' કાવ્યસંગ્રહના વૈધવ્ય' કાવ્યમાં એ અણઘટતી ઘટના કોણ ગયું ઘડી ? એ પ્રશ્નમાં મૃત્યુ પર આક્ષેપ કર્યો છે. પરંતુ રેશમ શા એ કોમળ કેશ વિદારતાં કેમ હણાયા એ નહિ નિર્દય હાથ જો'માં વિધવાને વિરૂપ કરનાર રૂઢિદાસો પર કવિએ કરુણ કટાક્ષ કર્યો છે. આ ઉપરાતં સતીપ્રથાના ઉલ્લેખો પણ મળે છે. ગોવર્ધનયુગ અને યુદ્ધજન્ય મૃત્યુ - દોલતરામ પંડ્યાના “ઇન્દ્રજીતવધ' તથા ભીમરાવ દિવેટિયાના “પૃથુરાજરાસા' મહાકાવ્યના પ્રયોગો મહદ્અંશે યુદ્ધજન્ય મૃત્યુમાંથી નીપજતા કરુણને વહાવે છે. ઇન્દ્રજીતવધ'માં પહેલા સર્ગમાં યુદ્ધના મહાવિનાશની ભયાનકતાનું વર્ણન હૃદયદ્રાવક છે. આવ્યો ચઢી નાશ કૃતાન્ત ઘોડે . દુરંત છે યુદ્ધ મહાન જોડે” 84 (“ઇન્દ્રજીતવધ' પાનું. 3) રણમાં મૃત્યુ પામનારના પ્રસંગને ઇન્દ્રજીત અતિ ઉત્તમ ગણાવે છે. સૈન્ય રચનાનું વર્ણન કરતાં, કવિ લડવા જતા ઇન્દ્રજીતને જગત હણવા આવેલા કલ્કિના અવતાર જેવો કહે છે. (સર્ગ-૫) રણમાં દેહ પડે તો સ્વર્ગ મળે એ કલ્પનાનું કાવ્યમય વર્ણન, યુદ્ધવર્ણન, કવિ આપે છે. આઠમા સર્ગમાં રુદ્રરસથી સભર યુદ્ધ વર્ણન કવિ આપે છે. મસ્તક એટલાં બધાં છેદાયાં કે વૃક્ષ પર બેઠેલાં પક્ષીઓ વૃક્ષ પરથી જ પોતાનાં લાખો ભક્ષને નિહાળી રહ્યાં. મરણ સાથે જાણે સૌએ મૈત્રી આદરી ન હોય? (સર્ગ-૨૪) ભાદ્રપદના મેઘની જેમ સૈન્યની P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust