________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 162 તલવારો વીંઝાય છે. ને સૈન્ય ક્ષણમાં ઠાર થાય છે. શબના ડુંગર ખડકાય છે. લક્ષ્મણ ઇન્દ્રજીતનો હાથ કાપે છે. ને સિંહ જેવી ફાળ ભરી, કાળની જેમ શત્રુના શિર પર ચડી - બેસે છે. ઈન્દ્રને જીતનાર રણમાં તલવાર વડે મરાય છે. ઉતર્યું ધડ ઉપરથી શીશ ઉતર્યું યુદ્ધ કેરું મીષ ઉતર્યો ભૂમિ કેરો ભાર ન ઉતર્યો ઇન્દ્રજીત ભવપાર” 185 (‘ઇન્દ્રજીતવધ' 134). સર્પ કાંચળી, યોગીઓ દર્પ, પંડિતો વાણી છોડે તેમ પાટવીકુંવર ઈન્દ્રજીત પ્રાણ ત્યજે છે. ઈન્દ્રજીતના વીરોચિત મૃત્યુનું કાવ્યમય વર્ણન કવિ કરે છે. . “ભાલ પ્રતાપી લંકના સુલોચનાના પ્રાણ / અનંતમાં લય થઈ ગયા ભર દરીએ જ્યમ છાણ” 18 (ઇન્દ્રજીતવધ' 135) ભીમરાવ દિવેટિયાએ “પૃથુરાજરાસા'માં યુદ્ધજન્ય મૃત્યુનું વર્ણન કર્યું છે. અગિયારમાં સર્ગ કાવ્ય પૂરું થાય છે. વીરરસની કથા પૂરી થાય છે. નવમા સર્ગમાં પૃથુરાજના વીરત્વનું સુંદર વર્ણન કવિ કરે છે. યવનોએ કપટ કરી પૃથુરાજને કેદ કરી એની આંખો ફોડી નાખી. શાહબુદ્દીને પડેલાને પાડી ઘોર કપટ કરી મરેલાને માર્યો. ન્હાનાલાલે લખેલાં વીરકાવ્યોમાં યુદ્ધજન્ય વીર મૃત્યુની વાત આવે છે. “ધન્ય હો ધન્ય જ પુણ્ય પ્રદેશ” (“પ્રજ્ઞાચક્ષુનાં પ્રજ્ઞાબિંદુર) તથા “શુકનની ઘડીઓમાં ભીષ્મ પિતામહની જેમ મૃત્યુને શાંતિમંત્ર ઉચ્ચારતાં યુદ્ધવાટે સંચરવા કવિ વીરોને હાકલ કરે છે. વીરને વળી મૃત્યુ શાં? દેશ માટે શહાદત વહોરનારાને મૃત્યુ ન હોય. તો મૃત્યુને મુઠ્ઠીમાં લઈ યુદ્ધમાં જવા તત્પર બનેલા પતિને હોંશે વિદાય આપતી, પતિને “કેસરભીના કંથ’ કહી પાનો ચઢાવતી રજપૂતાણીનું ચિત્ર અનુપમ છે. પતિ જો વીર ગતિને પામે તો સતી થવાની પૂર્ણ તૈયારી પણ એની છે. મૃત્યુ પછી સ્વર્ગમાં તો પતિને મળાશે જ એવી શ્રદ્ધા એ વ્યક્ત કરે છે. “કુરુક્ષેત્ર તો આખુંય યુદ્ધવર્ણનનું કાવ્ય છે. પણ યુદ્ધ નિમિત્તે કવિએ મૃત્યચિંતન પણ આપ્યું છે. ને યુદ્ધજન્ય મૃત્યુમાંથી નીપજતો કરુણરસ પણ વહાવ્યો છે. મહામૃત્યુની ઘોર ઘોષણાઓથી કુરુક્ષેત્ર સદાયનું ગાજતું કવિએ વર્ણવ્યું છે. ને યમરાજ કાળનાં પલ્લાં માંડી પૃથ્વીના પુણ્યપાપ જોખવા બેઠા હોવાનું ય કવિ કહ્યું છે. અભિમન્યવધનું વર્ણન કરતાં કવિ લખે છે “વીજળીની જેમ જયદ્રથનું ખઞ પડ્યું ને વધેર્યું એણે કુમાર મસ્તકને. “અભિમન્યુના મૃત્યુ સાથેજ કળિયુગ પૃથ્વી પર બેઠો હોવાનું કવિ કહે છે.. “પિતા પૂર્વે પુત્રે લીધી યમરાટ 180 (‘કુરુક્ષેત્ર) (પર) “માયાવી સંધ્યા' નામના આઠમા કાંડમાં અર્જુનને કવિ સાક્ષાત ઘૂમતા “મૃત્યુ' તરીકે ઓળખાવે છે. યુધિષ્ઠિરના અર્ધસત્ય “અશ્વત્થામા હણાયો' સાંભળતાં શસ્ત્રત્યાગ કરનારા દ્રોણને ધૃષ્ટદ્યુમ્ન સંહારે છે. અશ્વત્થામા પિતૃહત્યાનું વેર લેવાના શપથ લે છે. ને એ બને છે સ્વયં સંહારમૂર્તિ. અર્જુન દ્વારા કર્ણ ભરાય છે. દુર્યોધન ભીમની ગદાથી પડે છે. પિતાનું તર્પણ કરવા તત્પર “અશ્વત્થામાને પાંડવ શિબિરે જવા આદેશ અપાય છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust