________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 158 કાન્તનાં પ્રણયકાવ્યો કવિનાં બંને પત્નીઓને ઉદેશી લખાયાં. પહેલી પત્નીના મૃત્યુની વ્યથા કાન્તને માટે અસહ્ય હતી. “વિધુરકુરંગ', “વિપ્રયોગ', “તદ્રે તદ વંતિકે'માંના શોક અને પ્રેમના ભાવોની અભિવ્યક્તિ અજોડ છે. “સ્નેહ માટે સ્વર્ગયાગ” કાવ્યમાં પોતાના મરણથી પ્રિયતમને ઓછું આવવાનું હોય તો મરણની મમતા મૂકી દેવી જોઈએ. પતિના હૃદયમાં પોતાનું સ્થાન અનિવાર્ય હોય તો સ્વર્ગના સુખને છોડવા તૈયાર નાયિકા પ્રેમ ખાતર મરણનો ત્યાગ કરે છે. ને પોતાના જીવને કહે છે. “અરે, મૂકી દે રે મરણ પરથી જીવ મમતા” આ કવિએ હમેશાં પ્રેમને જ અમર ગણ્યો છે. “પ્રણયની ખાતર પ્રણય'માં તેથી જ તો “પ્રેમના અભાવને તેઓ “મૃત્યુ' કહે છે. “સ્વર્ગગંગાને તીર'માં કવિનો વિશિષ્ટ કલ્પનાવિહાર પ્રેમસ્મરણનું જ પરિણામ છે. પત્ની સ્વર્ગમાંથી પોતાના શયનમાં અપ્સરા રૂપે આવી પતિને સ્વર્ગમાં લઈ જવાનું સૂચન કરી પતિને સ્વર્ગમાં લઈ જતાં થતો રોમાંચનો અનુભવ કવિ વર્ણવે છે. જ્યારે બ. ક. ઠા. મૃત્યુ અને પ્રેમ વિશે જુદી જ વિચારસરણી ધરાવે છે. તેઓ મૃત્યુને યથાર્થરૂપે સ્વીકારે છે ને તેથી “મૃત્યુને પ્રેમમાં વિઘ્નકર્તા માને છે. “પ્રેમ' મૃત્યુને કારણે જ મર્યાદિત બનતો હોવાનું તેઓએ અનુભવેલું. જ્યારે “પ્રેમનો દિવસ” અને “વિરહ'માં પ્રેમ અને મૃત્યુ-બે એકજ અનુભવ હોવાનું તેઓ કહે છે. “પ્રેમનો દિવસ પ્રેમનું કાવ્ય પૂરું કર્યું અને તરતજ ૧૯૧૪માં “વિરહ' મૃત્યુના કાવ્યનો આરંભ કર્યો છે એ કેટલું સૂચક છે” (ગુ. સા. છ. ગ્રંથ-૩ પાનું 517) “પ્રેમનો દિવસમાં અંતે મૃત્યુ છે. “વિરહમાં આરંભે મૃત્યુ છે. પ્રેમ પછી મૃત્યુ, પ્રેમનું મૃત્યુ “પ્રેમમૃત્યુ “પ્રેમ = મૃત્યુ” આમ પ્રેમ અને મૃત્યુ એ બે ભિન્ન ભિન્ન અનુભવ નથી. એકજ અનુભવ છે. એનું એમાં સૂચન છે.” 18 (ગુ. સા. ઈ. ગ્રંથ-૩ પાનું 517) કવિ બ. ક. ઠા. નો પોતાનો અનુભવ એવો રહ્યો છે કે, મૃત્યુ સામેનો સંઘર્ષ વ્યર્થ નીવડ્યો. ને મૃત્યુની જીત થઈ. પત્નીના અવસાન સંદર્ભે ક્ષણભર મૃત્યુની જીત થતી એમણે જોઈ. ને છતાં સ્નેહ, તથા સ્નેહસ્મરણમાં શ્રદ્ધા અચૂક રહી છે. બ. ક. ઠા. એ પ્રેમનો મૃત્યુ પરનો વિજય ભલે અનુભવ્યો ન હોય. પણ સૌંદર્યનો મૃત્યુ પરનો વિજય તો પ્રમાણ્યો છે. ગ્રીક કવિ કેલિમાસકના મુક્તક કાવ્યના અનુવાદમાં સૌને પરાજિત કરતું મૃત્યુ પોતે પરાજિત થતું જોયું છે. દેહ કાલાધીન હશે, પણ મનુષ્યના જીવનમાં કેટલીક ક્ષણો કાલાતીત છે. ને તે “સૌંદર્યની ક્ષણો”. મૃત્યુ સૌદર્યને નષ્ટ કરી શકતું નથી. બુલબુલના કંઠમાં કવિને નાયિકા ચંદ્રમણિનો મિષ્ટ અવાજ અમર હોવાનું પ્રતીત થાય છે. એનું કદી મૃત્યુ નથી. કાળ પણ સદા એને સુયા કરશે એવી કવિની શ્રદ્ધા હતી. “સતી' (ગુચ્છ. ૪)માં સદ્ગતને ઉદ્દેશીને વ્યથાના ઉદ્ગાર વ્યક્ત થાય છે. પતિનું મૃત્યુ થતાં દાહર્તા મળી. ખાખ તો ન થવાયું. વેદનાએ મૃત્યુ ન આપ્યું, બળતરા જ આપી. પણ તરત નાયિકા સ્વસ્થ બની મૃત્યુ પર પ્રેમના વિજયનો સ્વીકાર કરે છે. સતીના હાથને એના પતિના સાન્નિધ્યમાંથી કોઈ, યમ પણ નહીં છોડાવી શકે. અહીં શાશ્વત અભેદના સામ્રાજયનો મૃત્યુ પર થતો વિજય સૂચવાય છે. કલાપીની કવિતામાં પ્રણય અને મૃત્યુનું અદ્વૈત જોવા મળે છે. એમનો પ્રશ્ન છે. “માનવને પ્રેમી બનાવ્યો, તો આયુષ્ય કેમ ઓછું આપ્યું?' પ્રેમીના હૃદયભાવ ઓળખાય, ન ઓળખાય ત્યાં તો મૃત્યુ આવી પહોંચે છે. તો “મૃત્યુ” કાવ્યમાં મૃત્યુ અને વાત્સલ્યને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust