________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 157 “તુટ્યા જોતાં જોતાં સજડ પડ અષ્ટાવરણનાં ઉડયા ઉડયા પંખી વિમલ થઈને દ્વૈતવનમાં 14 (‘ઇન્દ્રજીતવધ' 146) શરીર છે ત્યાં સુધી જ દ્વિત જુદાઈ ને પછી તો નીરવ અદ્વૈત. “ધરી આ બે સત્વો પુનિત રતિ અદ્વૈત બનતાં 11 (ઇન્દ્રજીતવધ' 146) સદૂગત પતિ સાથે અદ્વૈત સધાતાં લિંગાભાસ ત્યજી એ અસલ પદને પામે છે. એ જ રીતે ભીમરાવ દિવેટિયાએ લખેલા “પૃથુરાજરાસા'માં પણ પ્રેમ અને મૃત્યુને સાંકળ્યા છે. “પૃથુરાજના મૃત્યુ સમયે આક્રંદ કરતી સંયુક્તાનું વર્ણન કરતાં કવિ કહે છે. કૃપા અને ક્ષમાભરી વૃત્તિ ધરાવનાર પતિ નઘરોળ કેમ થયાનું, સંયુક્તા કરુણ આક્રોશમાં પૂછે છે. પછી મૃત્યુ પામેલી વ્યક્તિ પાછી ન આવે એ વાસ્તવ સ્વીકારી, પતિના વિરહ તપ્ત બનેલી સંયુક્તા સતી થવા તત્પર બને છે. ને સ્વેચ્છામૃત્યુનો સ્વીકાર કરે છે. - નરસિંહરાવ દિવેટિયાએ યુવાન પુત્ર નલિનના મૃત્યુ નિમિત્તે સ્નેહના સાતત્યનો ઉલ્લેખ કર્યો છે. પુત્રરૂપી આશાતંતુ તૂટી જવા છતાં ભક્તહૃદય પ્રભુશ્રદ્ધામાં સમાધાન અને શાંતિ શોધતું હતું. કવિને સમજાયું, આત્માનું દિવ્ય સંગીત મૃત્યુથી નષ્ટ થતું નથી. કવિની અતૂટ શ્રદ્ધા છે કે મૃત્યુ પ્રેમના સંબંધોનો વિચ્છેદ કરાવી શકતું નથી. મૃત્યુ પોતે તો નાશવંત છે. જ્યારે પ્રેમ સનાતન છે. તો કવિ કાન્ત તો સમગ્ર જીવન દરમ્યાન સ્નેહનોજ મહિમા કર્યો હતો. મિત્ર, પત્ની, પુત્ર, પુત્રી વગેરેના અવસાને ઉદ્વિગ્ન બનેલા કવિની, સ્નેહમાં અતૂટ શ્રદ્ધા હતી. જગતના રચનારનું ક્રૂર એશ્વર્ય સ્નેહજીવનમાં વિઘ્નરૂપ બને છે ત્યારે આ લોકમાં પ્રણયસુખની આશા રાખવી દુષ્કર બનતાં ચક્રવાકયુગલ સ્વેચ્છામૃત્યુનું શરણ સ્વીકારી પરલોકમાં નિરવધિ સ્નેહજીવન શોધવા પ્રયાણ કરે છે. મૃત્યુ પર પ્રેમનો વિજય અહીં ગવાયો છે. આ દુનિયામાં નહિ, પણ બીજી-મરણ પછીની દુનિયામાં જીવનની, પ્રેમની ધન્યતાનો અનુભવ થશે એ શ્રદ્ધાએ બંને મૃત્યુ પામીને પ્રેમભાવની એક્તાને અમર બનાવી દે છે. ચક્રવાક મિથુન (મૃત્યુ વખતે સહવાસનો આનંદ) ઉદ્ગાર કરે છે. આહા આહા અવર દુનિયા ધન્ય” 12 (‘આપણાં ખંડકાવ્યો' પૃ. 18) મૃત્યુ પારની નવી સનાતન દિવ્યભૂમિનું દર્શન પણ પ્રેમની દિવ્યતાનું જ પરિણામ. તો વસંતવિજય'માં પણ મૃત્યુ પર પ્રેમનો વિજય થતો કવિએ બતાવ્યો છે. સ્નેહજીવન સ્વીકારતાં પાંડનું મૃત્યુ થાય છે. મૃત્યુ કરતાં સ્નેહજીવનનો મહિમા અહીં વિશેષ ગવાયો છે. પાંડુનું મૃત્યુ દેખીતી રીતે કરુણ લાગવા છતાં કરુણ નથી. પાંડુ મરીને અમર બની ગયો, ને નેહજીવનની અમરતા ગાઈ ગયો. “વસંતવિજય' શીર્ષક જ વસંત, યૌવન, પ્રેમ, સ્નેહનો વિજય ગાય છે. આ બધાની પાસે શરીરનું મૃત્યુ કોઈ વિસાતમાં નથી, એય અહીં સૂચવાયું છે. પાંડુએ સ્નેહવિહોણા જીવન કરતાં સ્નેહયુક્ત મૃત્યુ પસંદ કરી સ્નેહ તથા સૌંદર્યનો મૃત્યુ પરનો વેજય સ્થાપી બનાવ્યા છે. P.P.AS. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust