________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 156 “કોણ સૌદર્ય એ મૃત્યુનું નિરખશે? કોણ જોશે બધી એની લીલા” ? 11 (‘દર્શનિકા' 72) કવિ મૃત્યુનું મહત્ત્વ જરાય ઓછું આંકતા નથી. કલ્યાણિકા' કાવ્યસંગ્રહમાં “દ્વિરંગીયોત' કાવ્યમાં જીવન અને વલનને પર્યાય માનતા કવિ એમ માને છે કે જીવન વિરમતાં-મૃત્યુ આવતાં બધી જલન વિરમી જાય છે. આનંદ કાવ્યમાં પણ મૃત્યુને કવિ “ઈશ્વરકૃપા' તરીકે ઓળખાવે છે. “પ્રભુનાં તેડા'માં આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી કવિ મૃત્યુની મંગલતા ગાય છે. સ્વજન રડે કે સ્નેહી રડે ઘડી મારે તો હાસ્ય અનન્ય” 12 (‘કલ્યાણિકા - 130) ... મૃત્યુ દ્વારા થનારા પ્રભુમિલનની ધન્યતાની કલ્પનામાં કવિ આનંદમગ્ન છે. તો મૃત્યુને નિમંત્રણ આપતા કવિને મૃત્યુનું આગમન સંગીતમય લાગે છે. (“દૂરને નિમંત્રણ') મૃત્યુ અને જન્મના ચક્રને કવિ સૌંદર્યમય ગણાવે છે. કવિએ ગાંધીજીની હત્યા સંદર્ભે ત્રણ ભાગમાં “ગાંધી બાપુનો પવાડો' લખ્યો. ત્રીજા ભાગમાં બાપુએ દેશ ખાતર કરેલા મનોમંથનનો ચિતાર છે. ઓગણીસો ઉડતાલીસ જાન્યુઆરીની તારીખ ત્રીસમીએ સંધ્યાકાળે પ્રાર્થનાસ્થાને પધારતા બાપુ પર ગોળી છૂટી પણ કવિ કહે છે બાપુ તો મરીને અમર થઈ ગયા. બાપુની ચિરનિદ્રાને કવિ ચંદનની સેજ સાથે સરખાવે છે. ને મૃત્યુની ક્ષણને “ચોઘડિયા કહેતા કવિ મૃત્યુ મંગલ હોવાની શ્રદ્ધા ધરાવે છે. “નંદનિકા'ના “અપૂર્ણતાનું માધુર્ય કાવ્યમાં કવિ ખબરદારે ક્ષણભંગુરતાના સૌંદર્યનો મહિમા ગાયો છે. રાત અને પ્રભાત બંનેના આગવા સૌંદર્યનો કવિ નિર્દેશ કરે છે. ખીલવું, કરમાવું, ફરી ખીલવું એમાં જ સૌંદર્યની ખુબૂ હોવાનું કવિ જણાવે છે. મૃત્યુને લીધે જ જીવનની તાજગી હોવાનું કવિ કહે છે. તો “આમંત્રણ” કાવ્યમાં કવિની મૃત્યુ માટેની તૈયારીનું સૂચન છે. મૃત્યુ નિમિત્તે આવતા ઈશ્વરના ઘરના તેડાની પ્રતીક્ષા કરતા કવિ મૃત્યુના અવસરને “ધન્ય' ગણાવે છે. ને એ માટે તેઓ તૈયાર હોવાનું કહે છે. ગોવર્ધનયુગ-પ્રેમ અને મૃત્યુ ગોવર્ધનરામની “સ્નેહમુદ્રામાં સ્નેહનો મહિમા ગવાયો છે. અહીં મૃત્યુ નેહથી પરાજિત થયાનું અનંતરાય રાવળ નોંધે છે, “નિર્મળ રતિવાળા દંપતીસ્નેહનો નાશ કરવાની કોઈ માનવીની તો મગદૂર શી? યમરાજના પ્રકારની પણ તાકાત નથી. મૃત્યુ દંપતીને ખંડિત કરે એટલું જ, સ્નેહયોગને ખંડિત કરી શકતું નથી” 13 (અં. રા. 31) “સ્નેહમુદ્રા'. દોલતરામ પંડ્યાએ “ઇન્દ્રજીતવધ'માં ઇન્દ્રજીત હણાતાં સુલોચનાનો હૃદયદ્રાવક વિલાપ વિપ્રલંભ શૃંગારજન્ય કરુણનું ઉદાહરણ છે. પતિ સાથેના સહવાસનાં સ્મરણો દઝાડે છે. ઇન્દ્રજીતની ગજચાલ, કૃપાળુ કાળજું ને માર્મિક વચનો એના હૈયે ગુંજે છે. પતિનું મૃત્યુ થતાં સુલોચનાને આ અસાર સંસારમાં બધા પદાર્થ પતિમય લાગે છે. અગ્નિમાં સ્નાન કરતું શરીર જાણે કે દિવ્યજ્યોતિ ધારણ કરે છે. સળગતા શરીરમાં ભવ્ય સુગંધી મહેકે છે. ચિતાની જવાલાઓ સાથે પ્રણયરસની જ્વાળા મળતા સતીને શાંતિનો અનુભવ થાય છે. પ્રેમનો સદાય મૃત્યુ પર વિજય થતો રહ્યો છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust