SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 71 મધ્યકાલીન ગુજરાતી કવિતામાં યુદ્ધજન્ય મૃત્યુ મધ્યકાલીન ગુજરાતી કવિતામાં પદ્મનાભે રચેલું ‘કાન્હડદે પ્રબંધ' સમગ્રપણે યુદ્ધનું કાવ્ય છે. જેમાં “યુદ્ધ, પ્રેમ અને મૃત્યુ' કેન્દ્ર સ્થાને છે. યુદ્ધકથામાં વીરમૃત્યુ નિમિત્તે કરુણરસ પણ અવશ્ય આવવાનો. ‘કાન્હડદે પ્રબંધ' ઐતિહાસિક કાવ્ય હોવાથી એમાં વર્ણવાયેલા મૃત્યુપ્રસંગો પણ ઐતિહાસિક અર્થસંકેત જ આપે, નહિ કે તત્ત્વબોધ. રજપૂતોએ કેસરિયાની તૈયારી કરી એનું વર્ણન કવિએ સરસ કર્યું છે. વીરમૃત્યુ મંગલદાયી તથા કલ્યાણકારી બની રહે છે. ને સ્વર્ગ અપાવે છે. એવી શ્રદ્ધા રજપૂતોમાં હતી. મૃત્યુ પામેલા મુગલ, તુરક યોદ્ધાઓની નારીઓના શોકવિલાપનું પદ્મનાભે હૃદયસ્પર્શી વર્ણન કર્યું છે. કોઈના બાંધવ, કોઈના ભરથાર, તો કોઈના રૂપાળા કુમાર, કોઈના મામા તો કોઈના બાપ... જે જે રણશૂરા હતા, તે સૌ હણાયા હતા. બાદશાહ ફરી સૈન્ય સાબદું કરી કબરમાં સૂવાની તૈયારી સાથે ઝાલોર કબજે કરવાની પ્રતિજ્ઞા સાથે પ્રયાણ આદરે છે ત્યારે રજપૂત રાણીઓ જૈહર કરવાનો પોતાનો સંકલ્પ વ્યક્ત કરે છે. સાંતલની રાણીઓ સત્વર શણગાર સજી, ચંદન અણાવી, પરિવાર એકત્ર કરી સૌની સમક્ષ સાહસપૂર્વક ચિતા ઉપર (જમહર) ચડે છે. સાંતલની રાણી નારંગિદે અને પ્રેમાદે અગ્નિપ્રવેશ કરે છે. મૃત્યુથી ન ડરતો સાંતલ, પાદશાહની એના પક્ષમાં ભળવાની લોભામણી લાલચને ઠોકર મારે છે. અંતે ત્રણ પહોર મુસ્લિમ લશ્કરની સામે લડીને સાંતલ ઘણે ઘાએ રણમાં પડે છે. સાંતલનું શૂરાતન વખાણીને એનું લોહી શત્રુ સુલતાન પણ લલાટે લગાડી ચંદન કરે છે. કાન્હડદે પણ અનેક પ્લેચ્છોનો સંહાર કરી પછી પોતે રણમાં પડી વૈશાખ માસની શુક્લપક્ષની પંચમીને બુધવારે (સં. 1368) વીરમૃત્યુને વરે છે, ત્યારબાદ સાડાત્રણ દિવસ રાજ્ય કરે છે. એની રાણીઓ જૌહર કરે છે. યુદ્ધમાં કદાચ મુસલમાનો પોતાને કેદ પકડશે, એ બીકે પોતાના પેટમાં ઊંડે કટારી પહેરીને રોષથી તુર્કો પર તૂટી પડે છે. મ્લેચ્છોને મારી પોતેય રણમાં ખપી જાય છે. વીરમદેનું મસ્તક સુગંધી દ્રવ્યમાં સાચવી દિલ્હી લઈ જવામાં આવે છે. મસ્તક આડું ફરી જાય છે. બાદશાહની દીકરી પિરોજા તરફ એ જોતું નથી. કુંવરી અત્યંત કલ્પાંત કરે છે. કુંવરીએ તો વીરમદે સાથે પોતાને પરણાવવા માટેની જીદ કરી હતી. પોતાના છ પૂર્વજન્મની વાત, યુદ્ધમાં વિરમદેવના પ્રાણત્યાગની તિથિની, તેમજ વિરમદેવના મસ્તકને અગ્નિદાહ કરાવી પોતે જમાનામાં ઝાઝાપાત કરી ભર્તૃભક્તિને સાચી ઠેરવી બંને દેવલોકમાં જશે, એવી ભવિષ્ય કથની પિતાને કહી હતી, ને સાચે જ પછી પિરોજા વિરમદેવના મસ્તકને લઈને માતપિતાની રજા લઈ યમુનાતટે ઝઝાપાત કરે છે. આ કાવ્યમાં વિપ્રલંભશૃંગાર અને કરુણરસ એકબીજાને પોતાના રંગનો પાસ દે છે. ઉદ્દામકરુણ નહિ, સંયમનિબદ્ધ કરુણ અહીં છે. છેલ્લે પિરોજાના વિલાપ ગીતનો કરુણ, પ્રેમના મૃત્યુ પરના વિજયનું પ્રતીક બની રહે છે. ધર્મરસ સાથે સંસારરસ વહાવનાર પ્રેમાનંદ વીરરસભર્યા યુદ્ધવર્ણનો પણ આપે છે. જેમાં “વીરમૃત્યુજન્ય' કરુણરસ એમનાં આખ્યાનોમાં અવારનવાર મળે છે. અભિમન્યુઆખ્યાન' માં પ્રેમાનંદે કરેલું અભિમન્યુના પરાક્રમનું, ને અંતે કપટ વડે થતા એના વધનું વર્ણન હૃદયસ્પર્શી છે. ઉત્તરા જ્યારે અભિમન્યુને રણે ન જવા વિનંતી કરે છે ત્યારે કર્મની રેખા ટળી ન શકવાની વાત કરતો અભિમન્યુ “મહિલા એકવાર છે મરવું, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036417
Book TitleArvachin Gujarati Kavitama Mrutyunu Nirupan
Original Sutra AuthorN/A
AuthorBhanumati Jani
PublisherParshwa Publication
Publication Year1998
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size875 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy