________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 70 જેતપુરનો કવિ ભોજો જભ્યો ત્યારથી જ ખાંપણ ખભે નાખીને ચાલતો. આ પરમયોગીને પોતાના દેહાવસાનનો અણસાર પહેલેથી આવી ગયો હતો. તેથી તો સહજભાવે મંગલ મૃત્યુને સ્વીકારવા તથા સત્કારવા, તેમજ શિષ્ય જલારામને આપેલું વચન પાળવા એ અંતિમ દિવસોમાં વીરપુર પહોંચી જાય છે. ચુડારાણપુરમાં સંવત 1774 માં જન્મનાર ને 1854 માં મૃત્યુ પામનાર (1720 | 25-1798) પ્રીતમ કવિ સંવત 1817 માં સંદેસરને પોતાની કર્મભૂમિ બનાવે છે. ને સં. 1854 ના વૈશાખ વદ બારસના રોજ સૌને અગાઉથી જણાવી બપોર ઢળતાં સ્વર્ગારોહણ કરે છે. આ જીવનમુક્ત મહાન આત્માને મૃત્યુ અમૃત જેવું લાગતાં સર્વત્ર અપાર પ્રેમનો અનુભવ કરે છે. જે મૃત્યુ મંગલ, દિવ્ય અને ભવ્ય હોવાનું સૂચવે છે. મૃત્યુની સાથે સિંગાર કરતાં અપાર પ્રેમ પ્રીતમમાં પ્રગટે છે. “બાહરભીતર નાથ નિરંતર આપે અકળ રૂપ મૃત્યુ તે અમૃત થઈ નીવડ્યું પ્રગટ્યો પ્રેમ અપાર” 84 આવા જીવનમુક્ત જોગીને પછી જન્મમરણના સંશયો નડતા નથી. વાસનામુક્ત જીવ માટે મૃત્યુ અમૃતફળ-સ્વરૂપ, મંગલ મહોત્સવ બની રહે છે. સ્વામીશ્રી સહજાનંદની પ્રેરણાથી “યમદંડ નામના સળંગ કાવ્યની રચના કરનાર સંતકવિ નિષ્કુળાનંદ સત્સંગને જન્મમરણના ફેરામાંથી મુક્તિ અપાવનાર રાહ તરીકે ઓળખાવે છે. જીવનમુક્તોને પરમધામમાંથી વિમાન તેડવા આવે, હાથી, ગરૂડ, ઘોડાવાળી વેલ લેવા આવે. ને મુક્તદશા પામ્યા પછી જીવને જમ ન સતાવે. ને આવા લોકો તન ત્યાગતી વેળા કષ્ટ નહિ પણ પરમ આનંદનો અનુભવ કરે છે. ૧૭૭ર માં જન્મેલા મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના છેલ્લા જ્યોતિર્ધર દયારામના કવનમાં જ નહિ, જીવનમાં પણ મૃત્યુની મંગલતા અને આનંદમયતા જોવા મળે છે. પોતાના જીવનના અંતિમ દિવસોમાં એમના શિષ્યવર્ગને પોતાના મરણ બાદ રડવાને બદલે ઓચ્છવ મનાવવા કહેલું. મરણને મહોત્સવ માનનારા કવિ દયારામે અનેરી મસ્તીમાં જ પોતાનાં રચેલાં પદો સાંભળતાં મૃત્યુની મંગલતા તથા ભવ્યતાનો અનુભવ કરી દેહત્યાગ કર્યો હતો, ને આત્માને અંતે પરમ શાશ્વતીમાં ભેળવી દીધો હતો. પોતે સદા જીવનમુક્ત હોવાથી શિષ્ય જેવા પોતાના મનને સ્વદેશ ભણી, નિજધામભણી પ્રયાણ કરવા સૂચવે છે. લાંબી મુસાફરી કર્યા પછી સંતોષપૂર્વક “સ્વપુર' જવાના સમયના આગમનની પ્રતીતિ કરે P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust