________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ 69 રજપૂતોની સ્ત્રીઓ સ્નાન કરી કિંમતી વસ્ત્રાભૂષણો સજીને સૂર્યને અધ્ય આપીને ચંદન કાઠની ચિતા પર ચડતી, જે વીરમૃત્યુને “મંગલ અવસર' તરીકે બિરદાવવાની ભાવનાનું સૂચક છે. આ વિધિને “જમહર' (યમગૃહઃ) “બ્રહર' કહેવામાં આવતી, ને પછી વસ્તીની તમામ સ્ત્રીઓ પણ રાણીઓની પાછળ જૌહર કરતી. પ્રભુમય સુધન્વાને મરણનો ભય નથી. ને મરણ આવે તો એનો શોક પણ નથી. આ વાત પ્રેમાનંદે “સુધન્વાખ્યાન' માં રજૂ કરી છે. ઉકળતા તેલમાં પડવા છતાં એને કાંઈ કષ્ટ નથી પડતું. ઈશ્વરકૃપાએ કરીને સુધન્વા મૃત્યુમુખમાંથી ઉગરી જાય છે. અર્જુનને યુદ્ધ માટે પડકારતો સુધન્વા પ્રભુદર્શન કર્યા પછી મરણ પામવા ઉત્સુક બને છે. ને આવાગમનના ફેરામાંથી મુક્ત થવા ઇચ્છે છે. મૃત્યુને અહીં “મુક્તિ'ના માધ્યમ તરીકે ઓળખાવતા કવિ મંગલ અવસર' તરીકે મૃત્યુને વર્ણવે છે. તો ‘રણયજ્ઞ” માં પણ અંતે રાવણના મૃત્યુ સમયની સ્થિતિનું કવિ પ્રેમાનંદ મંગલ” દર્શન કરાવ્યું છે. માગીને મૃત્યુ મેળવી, ભગવાન દ્વારા “મુક્તિ પામ્યાની વાત અહીં રાવણના ચરિત્ર દ્વારા કવિએ કરી છે. રાવણ અંતકાળે એક મસ્તકે ઊભા રહી વીસ હાથની અંજલિ વડે શ્રીરામનું સ્તવન કરે છે ને જન્મમરણના ફેરામાંથી છોડાવવા વિનંતિ કરે છે. રામ રીઝે છે, ને અગત્સ્ય ઋષિનું બાણ મૂકી રાવણનું દસમું શીશ કાપે છે. “જેમ ગ્રહસિંગાથે પડે સવિતા મૂળ થકો મેર રે તે રીતે પડ્યો લંકાપતિ શબ્દ થયો ચોફેર રે” 81 ભાગવતનું વસ્તુ લઈ લખેલા “દશમસ્કંધ' માં પ્રેમાનંદે કરેલું પૂતનાવધનું વર્ણન પણ મુક્તિદાતા” “મંગલ' મૃત્યુનું ઉત્તમ દષ્ટાંત છે. ' “પૂતનાનો પિંડ પરજળે, છૂટી દશે દિશા કસ્તુરી અગર, તગર, મલિયા-ગર ચંદન પરમવિલાસ માધુરી” 82 જે અંતકાળે “શ્રીકૃષ્ણ' કહે તે જમપુરી નવ જાય' કવિ પ્રેમાનંદ પૂતનાના મૃત્યુને માત્ર મંગલ જ નહીં “સુંદર', “મધુર' અને “સુગંધી’ સ્વરૂપે વર્ણવે છે. જ્ઞાની કવિ અખો તો “મૃત્યુ' ને તુચ્છ ગણે છે. અરે, “મૃત્યુ' ના અસ્તિત્વનો જ અસ્વીકાર કરે છે. “મૃત્યુ' નામનો પરપોટો પણ જ્યાં નાશ પામે ત્યાં કેવળ ચૈતન્યવિલાસના અનુભવની આનંદ છોળ જ છલકતી રહે છે.’ ‘હું હસતો રમતો હરિમાં ભળ્યો' જેવી પંક્તિમાં અમૃતતત્ત્વનો પરિચય આપણને મળે છે. જે મૃત્યુ પરત્વેની અખાની મંગલ દષ્ટિને પ્રગટ કરે છે. અખો જીવનને નહિ, મૃત્યુને પરપોટો' કહે છે. ક્ષણે ક્ષણે જન્મ ટળે, એવું મરવું” એમ કહેતો અખો મંત્ર-દષ્ટાની પેઠે પોતાની બ્રહ્માનુભૂતિનો આનંદ કવિતામાં વ્યક્ત કરે છે. “અખા કથનીથી અનુભવ તે અલગ 83 નિરાંત ભગત, મરીને જીવનારાના દેશનો મહિમા વ્યક્ત કરતાં દેહભાવ ઓગાળવાની વાત કરે છે. ને એ જ તો “મૃત્યુ ને મંગલરૂપે સ્વીકારી શકે. રામમાં અખૂટ શ્રદ્ધા ધરાવનાર ગોઠડાનો કવિ ધીરો બારોટ દેહમૃત્યુની કદી પરવા ન કરતો. એમની ભક્તિનો આનંદ મૃત્યુને સહજ રીતે “મંગલ સ્વરૂપે જ જોતો. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust