________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 423 “તરુ સુકાય એક જ ડાળે બાંધે પંખી બે માળો” 143 કહેતા કવિ મૃત્યુ, નવસર્જન, પુર્નજન્મના વારાફેરાનો નિર્દેશ કરે છે. એક વૃક્ષ સુકાય છે, ને ત્યાં બીજે છેડે નવી લીલીછમ કૂંપળો ફૂટતી હોય છે જીવનધારા એમ અવિરત ચાલે છે. * ડૉ. ધીરુભાઈ પરીખ “આગિયા' નામનો હાઈકુસંગ્રહ પ્રગટ કરે છે. “કાચાં પાન ડાળ પર ઝૂલે ને પાકેલાં રજમાં આળોટેમાં કુદરતના સર્જન વિસર્જનના, જન્મ મૃત્યુના વારાફેરાની વાત કરાઈ છે. ચિતામાં એકબાજુ શબ બળે, બીજી બાજુ ખૂણામાં બિલાડી બચ્ચાને જન્મ આપે. ક્યાંક મૃત્યુ, તો ક્યાંક કોઈકનો જન્મ. જગતમાં બંનેની અનિવાર્યતા છે. કોઈક જાય છે, કોઈક આવે છે. સતત આમ ક્રમ ચાલ્યા કરે છે. ચોકમાં ખરતું પાન, ને દાદીમાના ખોળે પૌત્ર, પણ સર્જન વિસર્જનનો સંકેત આપે છે. અધતનયુગ : મૃત્યુ દિવ્ય મંગલ, સુંદર મધુર અદ્યતન યુગના કવિઓ મૃત્યુને મહદ અંશે કેવળ એક ભૌતિક “ઘટના” તરીકે જુએ છે. છતાં ક્યાંક ક્યાંક મૃત્યુ દિવ્યમંગલ ને સુંદર મધુર રૂપે પણ વર્ણવાયું છે. મૃત્યુના માધુર્યનો અણસાર આપતાં સુરેશ જોશી કહે છે. કાવ્યનાયકને લઈ જવા માટે મૃત્યુએ પણ મધુમાલતીની અનુમતિ લેવી પડશે. માના મૃત્યુ બાદ પ્રકૃતિમાં મધુમાલતીની સુગંધરૂપે જાણે મા જ વ્યાપેલી રહે છે. પુરાણા પીપળા નીચે કોઈક કાળની બંસરી બજાવતું સંભળાય છે. મૃત્યુની ભવ્યતાને વાચા આપતાં કવિ કહે છે અશ્વિનનો સુવર્ણરંગી પ્રકાશ શરણાઈ પર લલિત બિભાસ છેડે છે. પવનની અંગુલિ કોઈ દિવ્ય સુરાવલિ છેડે છે. (‘પ્રત્યંચા') - કવયિત્રી સુશીલા ઝવેરી કોક મંગલ ચોઘડિયે આનંદથી ભાન ભૂલી હાથમાં હાથ પરોવી, મૃત્યુ-શિશુ સાથે ચાલી નીકળવાની વાત કરે છે. જે મૃત્યુની મંગલતાનું સૂચક છે. મૃત્યુના આગમન સમયે દ્વાર પર નોબતખાનું બેસાડી ચોઘડિયા વગડાવવા તેઓ ઉત્સુક છે. તેઓ મૃત્યુને ઉદ્દેશી કહે છે. સ્વચ્છ શિશુ શા તને ઝૂલે ઝૂલાવીશ” t8 ને ત્યારે પવન પણ મૃત્યુને માટે હાલરડું ગાશે એવી તેમની શ્રદ્ધા છે. - કવિ મકરંદ દવે એવી શ્રદ્ધા ધરાવે છે કે મૃત્યુ ઈશ્વરની ઝાંખી કરાવે. મૃત્યુ પથારીને અમિયલ સેણ” કહે છે તેઓ. કવિ માને છે કે જ્ઞાનની જાગૃતિ મોતનેય મિટાવી દે. વિદાય લેતા આત્માની વાણી'માં વિદાય લેતા આત્માના આનંદને વ્યક્ત ર્યો છે. “જીવ ઉપાડો પાયો હાય રે કોરું ખાપણ ને આ ભવની ભીની કોર કોઈ આઘેરા લોકનું તેડું આવ્યું મારા પ્રાણ પલ ન થોભો, તો તમને રામજી કેરી આણ P.P.AC. Gunratnasuri M.S. . Jun Gun Aaradhak Trust