________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 424 બે'ક વાલેરા બોલને વીણું નજરું નેહ વિભો” અમરમુક્તિની સમુદ્ર ઊર્મિઓનો અનુભવ થતો હોવાનું “મહામિલનમાં કહેવાયું છે. સમુદ્રની ઊર્મિઓ જેવું મસ્ત મરણ' કહી મરણની મઝાનો નિર્દેશ મકરંદ દવેએ કર્યો છે. મોતની મીઠી મુસ્કાન માણવાનું કહેતા કવિ “મૃત્યુ શાંતિપ્રદ હોવાનું માને છે. (“નિરાધાર) મસ્તોકા મયખાનામાં મોતને માશૂક અને જીવનને “લાલદુલાલા' કહ્યું છે. “મૃત્યુની ઘાટીઓમાં પોતે ભેંકાર રાતો ગાળી હોવાની વાત કરતા મકરંદ દવે, પ્રેતની સાથે હાથ મિલાવી મૃત્યુની પેલી પારની હસ્તીઓને નિહાળ્યાનું કહે છે. આધુનિક યુગમાં મૃત્યુને શાંતિપ્રદ કહેતા બહુ થોડા કવિઓમાં, હરિકૃષ્ણ પાઠક પણ છે. “મુમુક્ષા' કાવ્યમાં મૃત્યુ પામતાં સઘળો બોજ સરી ગયાની, ને દેહ પડી ગયા પછીની નીરવ શાંતિની વાત કરાઈ છે. કવિ ચંદ્રકાંત શેઠ “થોડું મીઠું મીઠું મોત હૂંફાળું હૂંફાળું મોત - માગે છે. તાજી હવામાં ભેળવીને આપી શકાય એવું, થોડુંક સરસ મઘમઘતું મોત તેઓ વાંછે છે. કવિ રાવજી પટેલે શાશ્વત નિદ્રાની ઝંખના સેવી હતી. હું આવ્યો છું, હવે અંતહીન નિદ્રા ઘડવા' આ દાવો શબ્દાન્તરે મૃત્યુનો સ્વીકાર કરે છે. રાવજીની કવિતામાં મરણ સાથે સંકળાયેલી રુદિષા નથી. “આભાસી મરણનું ગીત' કાવ્યમાં સર્વત્ર વ્યાપી રહેલા પ્રાણતત્ત્વ મરણ જોડે ઉલ્લાસના વાતાવરણને ઊભું કરવાનો પ્રયત્ન કરાયો છે. પણ પછી તરત કરુણની છાયા રેલાય છે. “મૃત્યુ સમયે માત્ર વાહન જ નહિ પોતે પણ શણગારાઈને જવાનું છે.” જ મૃત્યુનું દશ્ય અહીં લોકકલ્પનામાં ઉત્સવની ભૂમિકાએ ઊંચકાયું છે. મરણ ઉત્સવ બની રહે છે, ને મહાયાત્રા પણ. કાવ્યનાયકના શ્વાસ અજવાળાં પરિધાન કરીને ઊભા રહે છે, મહાયાત્રાના આરંભ માટે. ક્ષણ મૃત્યુની છે, પણ લગ્નગીતના ધવલમંગલ લયમાં ઉદ્ગારો આકારિત થાય છે. કંકુનો ભારે સૂઝસંયમથી અણઉચ્ચારેલ “ચાંદલો અહીં “સૂરજ' તરીકે પ્રગટે છે. રમેશ પારેખ મીંઢળમાં અવસરને બાંધે તેમ મૃત્યુના શુભ અવસરને “દસમણ અગ્નિમાં બાંધે છે. મૃત્યુની જાણે તેઓ કંકોતરી લખે છે. “મરણને મૂદુ’ કહેતા રમેશ પારેખ કહે છે. “આ ભીડમાંથી નીકળવું સહેલું ક્યાં છે રમેશ? અમે મરણનો મૃદુ હાથ ઝાલી નીકળીએ” ૧૬૮માં હરીન્દ્રની કૃતિઓમાં સર્જકના સ્થાઈભાવ તરીકે મૃત્યુ સ્થપાઈ ગયું છે. આ મૃત્યુ જ જાણે કે વાંસળી વગાડીને જીવને બોલાવ્યા કરે છે. “કોઈ આઘે આઘેથી વેણુ વાય છે. રે મને “જાતી રહું જાતી રહું થાય છે” હબ (હયાતી ર૪) P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust