SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 231 ગાંધીયુગ - અને કાળનું સ્વરૂપ ગાંધીયુગના કવિઓએ પણ “કાળ વિશે જુદી જુદી રીતે પોતાનું ચિંતન રજૂ કર્યું છે. કવિ ઝવેરચંદ મેઘાણી' “મૃત્યુ પ્રહરી બન્યું' કાવ્યમાં કાળના શાસન મુજબ મૃત્યુએ ફરજ બજાવવાની હોય છે. એમ કહી ગાંધીજીએ કરેલા ઉપવાસ વખતે કાળ મૂછ મરડી મલકી રહ્યો હતો ત્યારે પણ મૃત્યુએજ ખડે પગે ગાંધીજીનું રક્ષણ કર્યાની વાત કરી છે. રણસંગ્રામને મેઘાણી “કાળની કચેરી' કહે છે. - ચંદ્રવદન મહેતા “યમલ' કાવ્યમાં કાળતિમિરના રૂપને સોહામણું કહે છે. સ્નેહરશ્મિ કાળને' (‘પનઘટ') કાવ્યમાં સૌનાં સ્વપ્નોને રોળી નાખતા કાળના પ્રહારનું વર્ણન કરે છે. કવિ ઉમાશંકર જોશી ‘સદ્દગત મોટાભાઈ” કાવ્યમાં ('નિશીથ') કાળ સામેનો હૃદયદ્રાવક આક્રોશ વ્યક્ત કરે છે. કાળને તે કહીએ શું? જરીકે નવ ચૂકિયો - પાંચ આંગળીઓમાંથી અંગૂઠે વાઢ મૂકિયો” 44 મૃત્યુ માંડે મીટ માં (‘આત્માના ખંડેર') કાળના જડબાને, એનું મુખ ઉઘાડવા કવિ કહે છે. જેથી શાંતચિત્તે મૃત્યુની મીઠી હૂંફ માણી શકાય. કાળ ગોકળગાયની જેમ ડગુમગુ ચાલતો હોવાની કલ્પના “ગોકળગાય'માં (‘ધારાવસ્ત્ર') કવિએ કરી છે. “ફરફરાટ'માં કાળની અનંતતાનો નિર્દેશ થયો છે. કવિ પૂછે છે “સ્થળને ખભે લહરાયા કરતું નવું અનેરું કાળઉત્તરીય કોઈએ જોયું છે ? (કાળ તો અનુભવગમ્ય છે દેશ્યગમ્ય ક્યાં છે?) કવિના પ્રશ્નમાં જ એનો નકારાત્મક ઉત્તર મળી શકે તેમ છે. કવિ ઓડેનના મૃત્યુ સંદર્ભે આક્રોશ ભર્યો આઘાત અનુભવતાં કવિ કહે છે “કાળ જયારે ઘા કરે છે ત્યારે કશુંય જોવા બેસતો નથી.” “મૃત્યક્ષણ' (“સપ્તપદી') કાવ્યમાં પણ કવિ કાળને યાદ કરે છે. કાળ અહીં ‘સમય’ અને મૃત્યુ બંનેનો પર્યાય બનીને આવે છે. “જન્મદિને કાળને ખંડિત કર્યો હતો. મૃત્યુ, અખંડ કાળમાં પુનઃપ્રવેશ? જીવનકાળનો સ્વાદ ક્ષણક્ષણનો લૂંટ મૃત્યુ અનંત સાથે એકરસ અસ્મિતા” જ તો કવિ ઇન્દુલાલ ગાંધી માનવને કાળના મહાસાગર પરના એક બિંદુ તરીકે ઓળખાવે છે. કાળનું ભૈરવનૃત્ય અવિરત પણે ચાલતું હોવાનું તેઓ કહે છે. “દેવકી' કાવ્યમાં દેવકીએ કરેલી કાળવાણીનો નિર્દેશ છે. ખંડિત માતૃત્વની ખાખ પર જાણે કાળવાણી બેઘડી થાક ઊતારવા ઇચ્છતી ન હોય ? ગાંધીજીના મૃત્યુ સંદર્ભે લખાયેલા “મહાઅધ્ય' કાવ્યમાં મૃત્યુદેવને કાળની કામળી ઓઢીને આવેલા કવિ વર્ણવે છે. મનસુખલાલ ઝવેરી અભિમન્યુના વીરત્વને “કાળનાય કાળ' તરીકે વર્ણવે છે. (“અભિમન્યુ” “ફૂલદોલ') P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036417
Book TitleArvachin Gujarati Kavitama Mrutyunu Nirupan
Original Sutra AuthorN/A
AuthorBhanumati Jani
PublisherParshwa Publication
Publication Year1998
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size875 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy