SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ 230 મહીં જીવનકવિતાનો છેલ્લો શબ્દ લીન થતો જાય. “ધૂલિ' કાવ્યમાં માટીના ગૌરવની વાત, માટી પોતે કહેતી હોય એમ જન્મ સૌ મુજ અંકમાં વળી, લિયે છેલ્લી સમાધિ હંમા” 40 માટીમાંથી જન્મી, સૌ અંતિમ સમાધિ માટીમાં જ લે છે. લોંગફેલોની પંક્તિ યાદ આવે. "Dust thou art to dust returnest." “સળંગ' કાવ્યમાં જન્મ જન્માન્તરની વાત ગૂંથાઈ છે. જન્મ પાછળ પડેલું મૃત્યુ, ને મૃત્યુ પાછળ પડેલો જન્મ પોતાની સફળતા માટે ઝૂમતા હોવાનું કવિ મોહિનીચંદ્ર કહે છે. તો પુત્રજન્મને તેઓ “પુનર્જન્મ' તરીકે ઓળખાવે છે. પિતાની ભસ્મકણીની વાત કરતા કાવ્યનાયક પુત્રને પણ મૃત્યુના ઝંઝાનિલમાં લુપ્ત થઈ ભસ્મકણી બની જવાના સત્યને વિચારે છે. ૧૯૭૩માં હૈયું અને શબદ' નામનો કાવ્યસંગ્રહ આપનાર કવિ ચાંપશીભાઈ ઉદ્દેશી આ જિંદગીના ઠાઠને થોડા દિવસનો ગણાવે છે. માણસને થોડા દિવસનો મુસાફર તેઓ કહે છે. મૃત્યુપંથને “જીવનમાર્ગના વિરામ' તથા “નવજીવનના દ્વાર' તરીકે તેઓ ઓળખાવે છે. યુ જીર્ણોદ્ધાર પણ છે. ને સંસારનાં કર્મોનું પ્રતિનિધિ પણ, મૃત્યુ પછીના ફરી જન્મને કવિ કર્મના વ્યવહાર તરીકે ઓળખાવે છે. ક્ષણભરમાં આવીને ચાલ્યા જતા મૃત્યુની "ાસ્તવિક્તા પ્રત્યે કવિ આપણું ધ્યાન દોરે છે. “હૈયાની આંખમાં સ્મશાનમાં દેહની થતી રાખનો નિર્દેશ કરે છે. ૧૯૫૬માં મણિશંકર દવે “ગાંધીવિરહ' નામનું પુસ્તક પ્રગટ કરે છે. ગાંધીજીના મૃત્યુને “મહામોંઘું મૃત્યુ” કહેતા કવિ મૃત્યુને “મોંઘેરો મિત્ર' કહે છે. “મૃત્યુ છે મિત્ર મોઘેરો | સરખી દૃષ્ટિનો સદા, સર્વનું શ્રેય સાધે છે સંહરી સર્વ આપદા” 41 ગાંધીના નિર્વાણે શોક ન કરાય, દેહ પંચત્વ પામ્યો હોવા છતાં આત્મા અમર હોવાનું કહેતા કવિ લખે છે. જન્મ ને મૃત્યુથી મુક્ત અલિપ્ત દેશકાળથી આત્મા છે નિર્મળો નિત્ય ભવ્ય છે ભિન્ન દેહથી” 42 કવિ પ્રલાદ પાઠકના “ખરતા તારાનેકાવ્યમાં આભમાં ઝગમગતું ને સહેજમાં ખરી જતું મૂદુલ તારલું જીવનની ક્ષણભંગુરતાનું પ્રતીક છે. ખરતા તારાને જોઈ સૌ જુદા જુદા તર્ક કરે છે. કોઈ “જીવન ભંગુર' હોવાનું કહે તો કોઈ વળી “હરિરૂપે ભળ્યાનું જણાવે જયારે અદ્વૈતવાદીઓ કશું જ ન કહે. કવિના મનમાંય વિચાર સ્ફરે છે. “અરે પ્રકાશભર ફૂલડું અબઘડી સ્ફરન્તુ નભે, ખર્યું ખર્યું અને પડ્યું રજનીના આંસુના બુંદ સમું” 43 ખરતા તારાને કવિ રજનીનાં અશ્રુબિંદુ સમું ગણાવે છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036417
Book TitleArvachin Gujarati Kavitama Mrutyunu Nirupan
Original Sutra AuthorN/A
AuthorBhanumati Jani
PublisherParshwa Publication
Publication Year1998
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size875 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy