________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 261 કાવ્યમાં (“અસ્તાચલ') સાક્ષાત્ યમમૂર્તિ બનેલા દ્રોણનું વર્ણન કવિએ કર્યું છે. ચારેબાજુ મૃત્યુનું તાંડવ સર્જાતાં પોતાના પરનું કલંક ભૂસવા દ્રોણ અર્જુનને હણવા તૈયાર થાય છે. કિરીટીનું મૃત્યુ હાથવેંતમાં લાગે છે. “અશ્વત્થામા હાથી મરાતાં “અશ્વત્થામા' યુદ્ધમાં મૃત્યુ પામ્યા'નો શોર ચારે બાજુ થતાં યુધિષ્ઠિરના અર્ધસત્યે દ્રોણ શસ્ત્ર નીચે ફેંકી દે છે. ને તેઓ સમાધિસ્થ થતાં ધૃષ્ટદ્યુમ્ન “માટીના પિંડને ભીના કુંભાર જેમ ટીપતો દ્રોણના શીર્ષને તેમ મૂકીને ખડ્ઝ ઝીંક્તો” 194 તુષારસમી દ્રોણની શ્વેત જટાને ધૃષ્ટદ્યુમ્ન હાથમાં ઝાલી દ્રોણના મસ્તકને વાઢી નાખે છે. વૃક્ષડાળ પરથી ફળ પડે, તેમ દ્રોણનું શિર નીચે પડે છે. “ભીષ્મ' કાવ્યમાં ભીખની આયુષ્યભરની બાણશય્યાનો ઉલ્લેખ કરતાં કવિ શિખંડીને તો ભીખના મૃત્યુનું માત્ર નિમિત્ત કહે છે. બાણશય્યા પર સૂતેલા તેઓ મૃત્યુના આગમનની ઘડીઓ ગણતા હતા. પવનમાં ખખડતાં પાનમાં જાણે મૃત્યુનું બીન બાજતું સંભળાતું. સ્મૃતિઓની વેદના તીર્ણ બાણની જેમ ભીષ્મને વીંધતી. અર્જુન-પુત્રની છલ વડે કરાયેલી હત્યા યાદ આવે છે. હ્યાં ઉત્તરા કંકણ નંદવે, ને કુંતી, સુભદ્રા, બની મૂછિત ઢળે” 195 કરુણાપૂર્ણ નેત્રે યુધિષ્ઠિરની વંદના તેઓ ઝીલે છે. ઉત્તરાયણના સૂર્યની તેઓ પ્રતીક્ષા કરે છે. એને પ્રણામ કરી પછી નાશવંત દેહને છોડવા તેઓ સંકલ્પ કરે છે. સમગ્ર જીવન પરિતાપમાં વીતાવનાર ભીખનું શિખંડીએ તો માત્ર દેહમૃત્યુ આપ્યું. સ્વેચ્છામૃત્યુને વરેલા ભીખ સ્વેચ્છાએ શાંતિથી મરી પણ ન શકે એવું બન્યું. ગાંધીયુગના ઘણા કવિઓએ યુદ્ધજન્ય મૃત્યુવેદનાને વાચા આપી છે. દેવજી મોઢાનું યુદ્ધદેવતાની વેદિ પર યુદ્ધજન્ય પરિસ્થિતિ પરના કટાક્ષનું કાવ્ય છે. સૌને અકાળે કંકાલ બનાવનાર જમદૂતે ફૂલ બાળ્યાં હોવાનું કવિ કહે છે. 2. વ. દેસાઈ પણ “પ્રલય' કાવ્યમાં સર્વત્ર મૃત્યુ જાગ્યાની વાત કરે છે. વતન કાજે શહીદ થનારાની ભસ્મમાંથી શાશ્વત વસંત પ્રગટવાનો કવિનો આશાવાદ “શહીદની ભસ્મ'માં વ્યક્ત થયો છે. “અર્ચન'ના કવિ પ્રબોધ પારાશર્ય એકસોબાવન પંક્તિમાં વિસ્તરેલું “યુદ્ધાન્ત' કાવ્ય આપે છે. શરૂમાં મહાભારતના યુદ્ધમાં ખપી ગયેલા સર્વ મહારથીઓના ઉલ્લેખ સાથે કરાયેલા મૃત્યુના તાંડવનું ભીષણ ચિત્ર છે. મૃત્યુશધ્યાએ કણસતા દુર્યોધનને હવે મૃત્યુ સિવાય કોઈ ઝંખના રહી નથી. કાદવ ખૂંદીને જયછાવણી પ્રતિ ચાલ્યા જતા કૃષ્ણસહિત પાંડવોના છેટેથી સંભળાતા પદઘોષ અને દુર્યોધનના મૃત્યુ સમયનું વર્ણન ભાવકના હૃદયમાં સહાનુભૂતિ જન્માવી જાય છે. મૃત્યુને બિછાને પડેલો દુર્યોધન યુધિષ્ઠિરની દયા, શાંતિ અને અનુકંપા પામતાં તરી ગયાનો અનુભવ કરે છે. “થીજેલા મોતની દાઢે. ચોંટેલા દંત-મધ્યમાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust