________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 262 કુરુસૈન્ય પર દષ્ટિ ફેંકી શ્રીકૃષ્ણ ઉચર્યા અસહ્ય દુ:ખે નિજ મૃત્યુ ઝંખું” ૧૯૨(બ) રાજ્યસિંહાસન ભણી પગલાં માંડતાં યુધિષ્ઠિરને સત્કારવા ત્યાં કોઈ નથી ને ઘરો બધાં મંગલચિહ્નો વિહોણાં છે. “સૌભાગ્યહીણાં કુલલક્ષ્મી લોચનો મા બાપ લ્હોતાં મૃત પુત્રને સ્મરી” 19 (બ) કવિ ગોવિંદ સ્વામી “૧૮૯૮ની વૈશાખની મધરાત' (18/4/42) કાવ્યમાં છેલ્લા મહાયુદ્ધ સમયે યુદ્ધની ભઠ્ઠીમાં ઉકળી રહેલા જગતનું, તથા દશે દિશાએ બાજ શા વાયુયાનોએ સળગાવેલી પ્રચંડ હોળીનું ચિત્ર આપતાં અકાંડ મૃત્યુ ચીસને ઉર ઠારતી ચીસ ગણાવે છે. | દુર્ગેશ શુક્લનાં કાવ્યો (‘ઝંકૃતિ') મહદ્અંશે ક્રાંતિનો ઉદઘોષ લઈને આવે છે. ૧૯૪રનો એ સમય ગાળો જ એવો કે સૌનાં રુધિર ખળભળી ઊઠે. “ક્રાંતિક્ષણમાં ઝેરી હવા, અગણ રોગ અને મૃત્યુઓળાઓની કવિ વાત કરે છે. “ક્રાંતિનું રૂપ'માં વિશ્વસંહાર માટે ધસતા મનુજ મગતરાંનો ઉલ્લેખ કરી લીલું સૂકું બધું પ્રજાળતા રૂઠેલા કાળનેય કવિ યાદ કરે છે. ગાંધીયુગ અને અંજલિકાવ્યો - ગાંધીયુગનાં અંજલિકાવ્યો યુગપ્રતિબિંબનાં કાવ્યો પણ છે જ. મેઘાણીનાં કાવ્યોમાં સ્વાતંત્ર્યસંગ્રામના તથા વીરત્વના સંદર્ભમાં મૃત્યુનું નિરૂપણ વિશેષ થયું છે. કવિ મેઘાણીએ ભગતસિંહની શહાદતને ભરપૂર વત્સલતાથી લાડ લડાવ્યા છે. મુખ પર હજુ તો જનનીનાં ધાવણ ચોટેલાં, એ ભગતસિંહે કાચી કળી જેવી ઉંમરમાં શહાદતની, મૃત્યુની ભભૂત ચોળી. કવિ કહે છે એને ફાંસી નથી અપાઈ. “કૂલમાળ' પહેરાવાઈ છે. સામે ચાલીને એ મૃત્યુને પોંખણે ગયાનું કવિ કહે છે. “ભરભર છાંટું અંજલિ' (‘એક્તારો)માં કવિ મેધાણી રાજસ્થાની પ્રજાના સેવક સ્વ. મણિભાઈ ત્રિવેદીની યાદમાં મરસિયા જેવું ગીત આપે છે. પુષ્પ સમું આવી જઈ અનેરી ફોરમ મૂકી જનાર ત્રિવેદી જવાથી તંબૂરના તાર તૂટી ગયાનો અનુભવ કવિ કરે છે. - કવિ સ્નેહરશ્મિને “બાપુજતાં' (પનઘટ) મોટા ઘરનો મોભ તૂટી પડ્યાની વેદના થઈ હતી. ગાંધીજીના મૃત્યુને તેઓ “મહામૃત્યુ' કહે છે. બાપુ જતાં એમને ઋત, પ્રેમ, ત્યાગ, સત્ય, શીલ, સોહાગ, બધું ચાલ્યું ગયાની અનુભૂતિ થાય છે. જાણે મૃત્યુનો માનવી પર વિજય ન થયો હોય? “મૃત્યુ ! આ જ હા જીતી ગયું તું, સભર તારો અંક 197 કવિ કહે છે, ગાંધી જતાં મૃત્યુનો ખોળો ભરાઈ ગયો. એ તૃપ્ત થઈ ગયું. પણ બાપુની અમરતા પર કવિને વિશ્વાસ હતો તેથી એમના દેહને હરી જનાર મૃત્યુની એમને પરવા નહતી. અનિરુદ્ધ બ્રહ્મભટ્ટના અવસાન નિમિત્તે લખાયેલાં “આવશો કઈ ઉગતી બીજે' તથા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust