________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 263 પંખી મારું ઊડી ગયું. સામાન્ય પ્રકારની શ્રદ્ધાંજલિઓ છે. ('ક્ષિતિજે લંબાવ્યો ત્યાં હાથી) મૃત્યુની દિશા એમને કોણે બતાવી’ ? એવો સાવ સામાન્ય પ્રશ્ન કવિ સ્નેહરશ્મિએ પૂછયો છે. અનિરુદ્ધરૂપી પંખી કોઈ અગમ્ય આકાશમાં ઊડી ગયાનું કવિ કહે છે. પંખી કલરવગાન કરી ચાલ્યાં જાય છે, ને એ માળને સૂનો બનાવી દે છે. | કવિ ઉમાશંકરે (‘નિશીથ') મરહુમ ખાનસાહેબ અબ્દુલ કરીમખાંને અંજલિ આપતાં સંગીતકલા, તથા કલાકારની સુંદરતાને બિરદાવી છે. તેઓ જતાં સ્વરો નિરાધાર બન્યાનું કવિ કહે છે. ડિલન ટોમસના અકાળ મૃત્યુ પ્રસંગે ઉમાશંકરે “કવિનું મૃત્યુ' (‘વસંતવર્ષા) કાવ્ય રચ્યું. કિલ્લોલતું એ કવિહૃદય એકાએક મૌનને ખોળે જઈ બેઠું. પણ ધરતી પર તો એ હૂંફનું મઝાનું આચ્છાદન મૂકી ગયું. પ્રવાસમાં વચ્ચે લાઠી સ્ટેશન આવતાં સહજ રીતે કવિને કલાપીની યાદ સતાવે છે. એ યાદમાં “લાઠી સ્ટેશન પર' (16/1048) કાવ્ય રચાયું. હૃદયની સ્નેહગીતા આલાપનારને કવિથી આપોઆપ કાવ્યાંજલિ અર્પી દેવાય છે. રડો ન મુજ મૃત્યુને' કાવ્ય આમ તો ગાંધીજીના મૃત્યુસંદર્ભે લખાયેલું, પણ અનુભૂતિ અહીં કવિના પશ્ચાત્તાપની વ્યક્ત થઈ છે. ગાંધીજીનું ઉર વીંધાતાં માત્ર રક્તધારા જ નહિ, પ્રેમધારા પણ ઉછળતી હતી. ગાંધીનું મરણ તો પાવન હતું. કવિ કાંઈ એમના મરણને નથી રડતા. તેઓ તો પોતાના કલંકમય દૈન્યને રડે છે. ગાંધીજીની હત્યાને સમગ્ર માનવજાતના કલંક તરીકે કવિ ગણાવે છે. “શેક્સપિયરને (મહાપ્રસ્થાન') અંજલિ આપતાં શેક્સપિયરનાં નાટકોને માનવની આત્મકથા તરીકે ને મૃત્યશીલ સંસારની અમૃતાભિષિક્ત છબી તરીકે કવિ બિરદાવે છે. મૃત્યુશીલ સંસારમાં નાટકદ્વારા શેક્સપિયરે અવનિનું અમૃત આપ્યાનું કવિ કહે છે. "5, 16' (‘પાંચને સોળ') કાવ્ય શેલિને અપાયેલી અંજલિ છે. ઓક્સફર્ડ બોડલેયન લાઈબ્રેરીમાં શેલિની ઘડિયાળમાં અછોડાને છેડે કવિના ને મેરીના સીલ્સ છે. ઘડિયાળમાંની ૫૧૬ની મુદ્રાને કવિ ત્રિકાળની મૃત મુદ્રાના અંકન તરીકે ઓળખાવે છે. જેના સાંકળ છેડલે કવિની અમર મુદ્રા દેખાય છે. “લઘુ શી જિંદગી તો વહી ગઈ... ને છતાં જગતની પડદાને ચીરી દઈ સ્વર્ગ બારણે કવિનો નવરો હૃદય ટહુકો હંમેશ ગુંજયા કરે છે. “મહામનાલિંકન' (146/1965) કાવ્ય લિંકનની મૃત્ય-શતાબ્દીએ રચાયું. લિંકનના જીવન તથા મૃત્યુ બંનેને બિરદાવાયું છે. લિંકનને મળેલા મૃત્યુના વરદાનનો મહિમા કવિએ વર્ણવ્યો છે. જીવનમાં તો સાદગી ખરી, મૃત્યુમાંય ખરી એવા “તોસ્તોયની સમાધિએ' દર્શને જતાં કવિ ટોલ્સ્ટોયની કબરને સાદગી ને માનવ સદ્દભાવનાના પ્રતીક તરીકે ઓળખાવે છે. સારસ્વતમૂર્તિ નર્મદને બિરદાવવા “કલમને નર્મની પ્રાર્થના” કાવ્ય રચાયું. એકસો પચીસમા જન્મદિને કવિ નર્મદની યુદ્ધભેરીને બિરદાવે છે. નર્મદની દિલાવરીને કવિ અંજલિ આપે છે. “ગોવર્ધનરામ સ્મૃતિમંદિરમાં ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી તથા એમનાં સર્જનોને અંજલિ આપતાં એને એક બૃહત્ મનોરાજ્ય તરીકે ઓળખાવે છે. અશેષશબ્દમાધુરી'માં કવિ ન્હાનાલાલને અંજલિ આપતાં કવિ અમદાવાદના ઘોંઘાટિયા વાતાવરણના વિરોધમાં ન્હાનાલાલની સંગીતમયતાને મૂકી આપે છે. ને તેઓએ આપેલી આત્માની અમોઘ મહેકનો નિર્દેશ કરે છે. માત્ર સર્જક જ નહિ, સ્વજન તરીકેય “પાઠક સાહેબને અંજલિ અર્પતાં કવિ સદ્ગતની સૂક્ષ્મદર્શી શુચિ અને વિરલચિત સાજને યાદ કરે છે. “આઈન્સ્ટાઈન અને બુદ્ધને અંજલિ આપતાં, બંનેયે નિર્વાણ ચીંધ્યાનું કવિ કહે છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust