________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 24 એકે માનવની અંતરવાસનાનું શમન કર્યું. તો બીજાએ બાહ્ય જગતલીલાના સકલ સંક્લનની યુક્તિ પ્રબોધી. ન જવાહરલાલના ગુલાબસમા હૃદયને, મેરુ જેવા ધર્યને, પ્રચંડ પુરુષાર્થધોધને, નભસમાન ઊંડા સ્વપ્નોને બિરદાવતાં “અજબ માનવ્યપુષ્પ' તરીકે ઉમાશંકર જવાહરલાલને અંજલિ અર્પે છે. તો સદ્ગત પ્રિયકાંતની સ્મૃતિમાં “કવિ કાવ્ય રચાયું (ધારાવસ્ત્ર') જેમાં પ્રિયકાંતની આંખોમાં સદાય છલકતા પ્રેમના નાયગરા ધોધને ઉછળતો જોવાની કવિ વાત કરે છે. ને એ જ તો બની જાય છે કાવ્યઝરો કવિ કહે છે, પ્રિયકાંતની આંખોમાં સદા કાવ્ય વંચાતાં. કવિ ઓડનના મૃત્યુથી તીવ્ર, આઘાત અનુભવતાં કવિ કહે છે “કાળ જ્યારે ઘા કરે છે, ત્યારે કશુંય જોવા બેસતો નથી' (“કવિ ઓડેન”) “પાબ્લો નેરુદાનું મૃત્યુમાં ઉમાશંકરે કવિતાને કવિના રુધિરની નિમિત્ત કહી છે. ચીલીના પ્રલંબ કિનારે મહાપ્રાણ કવિની ચેતનાના પ્રશાંત મહાસાગરના ઘોડાનો હણહણાટ, ને ઇતિહાસની કેડી પર પડઘાના અશાંત ડાબલાની કલ્પના કવિ કરે છે. જાન્યુઆરી ને એમાંય ત્રીસમી તારીખ, ઠંડાગાર હૃદયમાંથી વિશ્વ જેવડા પ્રેમસ્વરૂપ પરમાત્માને પ્રતિબિંબતા રક્તના ટપ-કાનો નિર્દેશ જાણે ગોળીએ વીંધાયેલા ગાંધીના હૃદયમાંથી ટપકતા તાજા રક્તબિંદુને અરાવે છે. (“જાન્યુ. 30) મુજીબની આંખોની દૈવી ચમકને કવિ મૃત્યુની પેલે પારથી આવેલા માનવની ચમક તરીકે ઓળખાવે છે. મુજીબની હત્યા, ઇતિહાસ પણ મોં સંતાડી દે એવી હોવાનું કવિ કહે છે. “રહે તોય વીર કવિ રાષ્ટ્રપ્રસૂતિની ક્ષણે અપલક આંખે જાગી મૃત્યુના થડકારા ગણી રહેલી થડ, થડ, થડ....” 98 તો ગાંધીજીના જીવન વડે મૃત્યુય અમર બની ગયાની વાત રેંટિયા બારશ” “૧૯૭પમાં કરાઈ છે. ઇન્દુલાલ ગાંધીનાં ‘રે ક્ષણ' અને “મહાઅધ્ય” બંને ગાંધીજીની હત્યાના શોકમાં લખેલાં કાવ્યો છે. ગાંધીજીના મૃત્યુને “ભવ્ય' ગણવા છતાં, કવિ એમ માને છે કે, ગાંધીજીના મૃત્યુએ સમગ્ર પૃથ્વી અનાથ બની ગઈ. મૃત્યુદેવ કાળની કામળી ઓઢીને આવ્યાનું કવિ કહે છે. (‘મહાઅર્થ') “કવિ ન્હાનાલાલને' અંજલિકાવ્ય છે. (‘ઉત્તરીય) ન્હાનાલાલની ગુણપ્રશંસા કવિએ કરી છે. તેમ છતાં ન્હાનાલાલ વિનાની સાંજને તો કવિ ફિક્કી જ ગણાવે છે. મૃત્યુને હંમેશ મંગલ માનનાર, આકાશ અને પૃથ્વીની સાથે પ્રેમનો નાતો બાંધનાર રવીન્દ્રનાથને અંજલિ આપતાં ‘શતદલપા') સદ્ગત કવિને અલૌકિક ઊધ્વગામી ગાનવાળા “કમલ' તરીકે કવિ બિરદાવે છે. ગાંધીમૃત્યુ સંદર્ભે રચાયેલા “રડું હું તે કોને? કાવ્યમાં કવિ મનસુખલાલ ઝવેરીએ ગાંધી મૃત્યુને લીધે થયેલા આઘાતની અનુભૂતિ વર્ણવી છે. ગાંધીજીના મૃત્યુનો શોકવિલાપ ધરિત્રીએ હીબકાં ભરી કર્યાનું કવિ કહે છે. કાળને પણ પછી તો ગાંધી હત્યાનો પસ્તાવો થયાનું કવિ કહે છે. “વિજય માનવ્યનો'માં પણ મનસુખલાલ ગાંધીજીને એ અંજલિ આપી છે. ગાંધીનું જીવન અને મૃત્યુ બંનેને કવિ માનવ જાતનો વિજય ગણાવે છે. ગાંધી P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust