________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 295 કવિ પ્રશ્ન કરે છે કે “મૃત્યુ પારના પ્રદેશમાં પણ શું મૃત્યુને બે ચહેરા હોય છે? મિત્રના મૃત્યુની વાત પ્રતીકાત્મક રીતે કવિ કરે છે. “દરિયામાં સૂર્ય, ડૂબવાની તૈયારી કરે છે ત્યારે - એક વૃક્ષ, વળીવળી એના પર ઝૂકે છે. પોતાની છાયાની અંતિમ ચાદર ઓઢાડતું મૈત્રીના બે કાંઠા વચ્ચે મિત્ર ડૂબી ગયો” 1 નલિન રાવલે વિદાય' કાવ્યમાં ફૂલ ખરવાની પ્રક્રિયા દ્વારા પ્રતીકાત્મક રીતે બાળકના મૃત્યુની વાત કરી છે. વસંતના વ્યાકુલ હૈયે સુગંધભીની ઋજુ અંગુલિથી હું જાઉં છું' એવા વિદાયના શબ્દ લખી, અસ્તિત્વની સુગંધી મહોર મારી છોડ પરથી એક ફૂલ ખરી જાય છે. વિનોદ અધ્વર્યું પુત્રી નન્દિતાના અવસાન નિમિત્તે “નન્દિતા' સંગ્રહ સદ્ગત પુત્રીને અર્પણ કરે છે. “સ્મૃતિ' કાવ્ય પ્રતીકાત્મક રીતે સદ્ગત પુત્રીની જ વાત કરે છે. સૂર્યને સંતાડી શકે એવી અતલ ઘેરી રાત્રિ મૃત્યુનું, ને આછી બિચારી બીજ સદ્દગત બાળકીનું પ્રતીક બની રહે છે. બાળકીનો વિલય થયા છતાં એની દીપ્તિ સ્મૃતિરૂપે સચવાયાનું આશ્વાસન કવિ મેળવે છે. “તૃષ્ણા'માં અશક્યની આકાંક્ષા કરતા તૃષ્ણાસભર માનવમનના ખાલી વલખાંનો નિર્દેશ થયો છે. મૃત સ્વજન તો ક્યાંથી પાછું આવવાનું? ને છતાં એની સ્મરણ રજ દશ્યરૂપે પામવા કાવ્યનાયક મથે છે. ભલે મૂઠીમાં એ સ્પર્શાય નહિ. વરાળના બાચકા જેવો એ કણ ભલે દૂરથીજ સ્પર્શાય, પમાય, રૂપેરી ઢગલા જેવી મુલાયમ એ બાળકીને પકડવા કાવ્યનાયક વ્યર્થ ઝાપટ મારે છે. ને અંતે ભ્રમણા તૂટી પડે છે. કવિ હેમંત દેસાઈ “આપધાત” (“ઇંગિત)માં કોઈકે અચાનક જિંદગીની બાજી સંકેલી લીધાની વ્યથા રજૂ કરે છે. એ જીવનપાને કોરી ખાઈ એક ભમરાની જેમ પેલો જીવ ઊડી ગયાની વેદના અહીં વ્યક્ત થઈ છે. “પ્રસૂતિગૃહ જતાં, આવતાં' સૉનેટ (“સોનલમૃગ') તથા એ પછીનાં ત્રણ સોનેટ નિષ્ફળ તથા હણાયેલ વાત્સલ્યભાવનાની વેધક વ્યથાને નિરૂપે છે. આશાભરી પત્ની પ્રસૂતિ ગૃહે થઈ “ખાલી ખોળાની વેદના સાથે પાછી ફરે છે. એ વ્યથા કવિએ અહીં નિરૂપી છે. પછીનાં ત્રણ સૉનેટમાં “ખાલીખોળો’ “અશિવઘટના' “સખીનો શિશુરસ' સુપેરે નિરુપાયા છે. પુત્ર ગુમાવ્યાનું દર્દ દબાવવાની મથામણ બંને કરે છે ખરાં, ને છતાં બંનેનાં હૈયાં સળગેલાં છે. પછીનાં ત્રણ સોનેટ શિશુમૃત્યુ પછીના નિર્વેદ અને ખાલીપાને વ્યક્ત કરે છે. શિશુ વિનાનો હાથ, વિવશ બનેલા અધર, બળી ગયેલાં સ્તન, ને શશિ વિનાનો અમાસી આકાશ શો સૂનો બની ગયેલો ખોળો વેદના અર્પે છે. પણ પછી કવિ તેમજ કવિપત્ની વિશ્વનાં બાળકો પોતાનાં જ હોવાનું સાંત્વન મેળવે છે. પણ પાછું તરત જ ખાલી ઘરની લાંછનકણી ઊંડે ઊંડે પજવે છે. શિશુ માટેની તડપન, રુંધાયેલો શિશુરસ ક્યારેક બુમરાણ મચાવી દે છે. “અસહાય કવિ'માં સીધો મૃત્યુસંદર્ભ નથી. એક અછળતો ઉલ્લેખ છે. ખરી પડેલા ફૂલને ઝીલવા કવિ જતા નથી. ઝીલીને શું કરે ? . P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust