________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 312 વહાલના અનુભવે સાંત્વન પામી, એમાં જ પતિના મુખનું દર્શન કરતી નાયિકાનું ચિત્ર અનેરું છે. “આપણો સંબંધમાં જનારને નહીં રોકવાની ને આવનારને વધાવવાની વાત દ્વારા જન્મમરણ વચ્ચે ઝૂલતી માનવની જીવનનાવનો સંકેત આપે છે. ડાળથી વિખૂટાં પડેલાં ફૂલોની ભીની નજરના સોગંદ આપીને, પોતાના મૃત્યુ બાદ સ્વજનોને, પોતાને ભૂલી જવાની વિનંતિની વાત વિનંતિ'માં કરાઈ છે. પણ પોતે તો કોઈને નથી ભૂલવાના, એવા નાજુક સંવેદન સ્પર્શ સાથેનું કારણ આપતાં તેઓ કહે છે કે ધૂળમાં ખરી ગયા પછી પણ વસંતની પાગલ હવાના સ્પર્શને ફૂલો ભૂલી શકતાં નથી. પલકમાં વીતી જતા જીવનનો ઉલ્લેખ કરતાં કવિ મુઠ્ઠીમાં જીવને પકડી રાખનારા મૃત્યુને “કાળમુખા પવન સાથે સરખાવે છે. “સાથે મળીને એકલા ગાવાનું ગદ્ય' (‘અસ્તિત્વ)માં કવિ સુરેશ દલાલે ડેથ હેઝ એ સ્ટેટસ વેલ્યુની સરસ પ્રતીતિ કરાવી છે. મૃત્યુ પણ મોભાનું મૂલ્ય ધરાવે છે. લગ્નમાંથી ઉઠમણામાં, ને એમાંથી પાછા લગ્નમાં, એક ખંડમાંથી બીજા ખંડમાં જતા હોય એવી સરળતાથી-ના યાંત્રિકતાથી જતા આજના માનવની આનંદ-વેદના કશાની પણ અનુભૂતિના અભાવની વાત સરસ રીતે ગૂંથી આપી છે. “અમે મરશું ત્યારે અમારા સિવાય કોઈને શોક નહિ હોય'-માં માનવે ગુમાવેલી સંવેદનાનો પરિચય કરાવતાં જીવન અને મૃત્યુ બંને સસ્તાં થયાં હોવાના વાસ્તવને એના નગ્ન સ્વરૂપે આપણી સમક્ષ મૂકી આપે છે. તો “આજનો દિવસ મરી ગયો છે'માં એકએક પસાર થતા દિવસના અગ્નિસંસ્કારને કવિ માનવના જ અગ્નિસંસ્કારના પૂર્વરૂપ તરીકે જાણે ઓળખાવે છે. ગરુડની સ્મશાનયાત્રાના છપાતા ફોટા, ને પતંગિયાની સ્મશાનયાત્રામાં ફૂલોય ન જતા હોવાની વાત કરતા કવિ પ્રતીકાત્મક રીતે ફરી પાછા મૃત્યુના પ્રસંગને “મોભા'ના પ્રસંગ તરીકે ઓળખાવાતી આજની શિષ્ટાચારી રીતરસમ પર કટાક્ષ કરે છે. પણ મૃત્યુ કાંઈ માનવે પાડેલા આ ભેદને ગાંઠતું નથી, એ વાત પણ તેઓ સ્પષ્ટપણે કહે છે. “આ સાતસો સ્કેવર ફીટનું સુખમાં ભેદને ભૂંસી નાખતા મરણની વાત, મૃત્યુના જ સર્વત્ર પ્રવર્તતા વર્ચસ્વનું સૂચન કરે છે. કોઈ વિરાટ યંત્રનો ભાગ-મારું ઘર'માં ગર્ભમાંથી થતા જન્મને, દુઃખનો પર્યાય ગણવામાં આવ્યા છે. “ઘર' અહીં ખોળિયાના પ્રતીકરૂપે આવે છે. “મારા હાથ વિના પણ ચહેરો ઢંકાય છે. સફેદ ચાદરથી” % ‘ત્યારે તો (“રોમાંચ) કાવ્યની બે ત્રણ પંક્તિઓમાં મૃત્યુની વાત ઉલ્લેખાઈ છે. જેમાં પ્રત્યેક પળ સાથે સમાધાન કરતા મરણને જ આપણા જીવનની આધારશિલા રૂપ ગણાવાયું છે. દુનિયાની વિદાય લેતી વ્યક્તિ પોતાનાં સ્વજનોનું ડૂસકું સાંભળી વ્યથિત બને છે. "(‘કાળની શેરી” “નામ લખી દઉં') - “વિદાય ટાણે'માં તેથી જ કાવ્યનાયક “મરણ મારા દેહનું સ્મરણની સૌરભ 39 કહી આત્માની ને સ્મરણની અમરતાને વ્યક્ત કરે છે. વિદાય લેતી વ્યક્તિના જીવાયેલા આનંદમય જીવનની સૌરભ પોતાના મરણ પછી પ્રિયજનના ખાલીપાને ભરી દેશે, એવી શ્રદ્ધા કાવ્યનાયક ધરાવે છે. એટલું જ નહિ પુનર્જન્મમાં ફરી મળવાની આશા ય વ્યક્ત કરે છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust ચહેરો તે