________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 313 તો “સ્વ. ભૂપતભાઈને' અંજલિ આપતાં કવિ સુરેશ દલાલને પ્રશ્ન થાય છે. “મૃત્યુ આટલું બધું અપારદર્શક હોય છે ?" 8 જનાર તો પછી મૃત્યુને પોતાનો મિત્ર બનાવે નિરાંતે એની લગોલગ બેસી ક્યાંક કોફી પીતું હશે એ. એના સ્વજનો, અરે, સમગ્ર મુંબઈનગરી શોકસભામાં ફેરવાઈ જાય છે. એકવીસ દિવસથી સિવાઈ ગયેલા એના હોઠમાં કવિ તેમજ કવિ-મિત્રો સૌની વેદનાને મુઠ્ઠીમાં લઈને ગુજરાતી કવિતાના આંગણમાં મહોરેલા ગુલમહોરના ઝાડને કાપવાનો નિશ્ચય કરીને પેલું મૃત્યુ જગદીશની સોડમાં સૂતેલું કવિએ જોયું હતું. (“માણસભૂખ્યા માણસને “પિરામિડ) સુરેશ દલાલ મરણના રંગને ઓળખી લીધાનો દાવો કરે છે. તેઓ કહે છે. “મરણનો રંગ કાળો હોય છે, પણ એ હૉસ્પિટલની દીવાલોનો ધોળો મેકઅપ કરીને બેસે છે ક્યારેક એ બિલ્લીપગે ચૂપચાપ પ્રવેશે છે તો ક્યારેક એ સમડીની જેમ તરાપ મારે છે" 81 રસ્તા પરની એબ્યુલન્સ ક્યારેક યમનો પાડો બની જવાના વાસ્તવ પ્રત્યે કવિ આપણું ધ્યાન દોર્યા વિના રહી શકતા નથી. ક્યારેક ઢાંકેલા, તો ક્યારેક ઉઘાડા મૃત્યુ ચહેરા પર કાયમ માટે ચાદર ઓઢાડી દેવાનું કહેતા કવિ અંતે તો મૃત્યુના મરણની જ વાત કરે છે. સુરેશ દલાલ જીવનને અફવા અને મરણને “સત્ય” કહે છે. સવાર, બપોર, રાતને જન્મ, જીવન અને મૃત્યુના પ્રતીક તરીકે વર્ણવતા કવિ કહે છે. “સવારે ગુડમોર્નિંગ કહ્યું બપોરે ગુડ-આફટરનૂન કહ્યું રાતે ગુડ-નાઈટ કહ્યું” 82 ચમત્કાર વિનાનો ચમત્કાર'માં બાહ્ય ચિતા ટાઢી પડ્યા પછી સ્મૃતિમાં ખડકાતી ને આંસુથી પવિત્ર બનતી ચિતાની પાવક જવાળાનો સંદર્ભ ગૂંથતાં ભોંઠા પડી જતા મૃત્યુને જીવનના ચમત્કાર તરીકે ઓળખાવે છે. કવિ હેમિંગ્વને યાદ કરે છે, મરેલું જીવતો માણસ મૃત્યુમાંથી જીવનનું સર્જન કેમ નથી કરતો? એવો માર્મિક પ્રશ્ન અહીં પૂછાયો છે. અને જાણે નથી નથી') “મજા છે'માં મરી જવાની મઝાનું વર્ણન કવિ કરે છે. પોતાના મૃત્યુ સમયની કલ્પના અહીં તેઓએ કરી છે. એક રાતે વરસાદ પડતો હશે ત્યારે એમની ચિતા ભડભડી ઊઠશે, રાતનો સમય હશે, શ્વાસ નહિ હોવાની નિરાંત હશે, સ્વજનો આસપાસ હશે, પણ પોતે નહિ હોય, પછી કોઈ જળોજથા નહિ હોય, કેવળ મોકળાશ, અવકાશ ને આકાશ જ માત્ર. સુરેશ દલાલ કહે છે, “મૃત્યુ પામીને ય માણસ ક્યાં સખણો રહે છે? થોડાક દિવસ ક્યાંક એ રહી આવશે પછી પાછો એને ઓનરશીપનો ફલેટ યાદ આવશે, સ્વજનો યાદ આવશે, ને પછી ફરી પાછા એ જ રાખ, જળ, દર્ભ, ગર્ભ, અંધકાર.... પુનરપિ જનનમ્ પુનરપિ મરણમ્ શરૂ થઈ જવાના. “રિયાઝની નાયિકા જિંદગી કરતાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust