________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 53 આવે છે, ને આવે છે ત્યાં પણ પરત્વના અનંત સ્વરૂપને બિરદાવતાં જરૂરી હોય એટલો જ. મધ્યકાલીન ગુજરાતમાં પ્રેમલક્ષણા ભક્તિ તથા પૌરાણિક ભક્તિની બે ધારા સમાંતર રીતે વહેતી હતી. પૌરાણિક ભક્તિની પ્રેરણાથી જ નરસિંહ મહેતાના હાથે પ્રેમલક્ષણા ભક્તિની પરંપરાનો નવો ઉન્મેષ પ્રગટે છે. મધ્યકાલીન ગુજરાતી કવિતામાં (૧૪૧૦૧૮પર) સંત કે ભક્ત કવિઓના કવન-નો વિષય મહદ્અંશે ભંક્તિ તથા ધર્મ જ રહ્યો છે. જેમાં ખાસ કરીને નરસિંહ, મીરાં, ભાલણ, અખો, પ્રેમાનંદ અને દયારામનો સમાવેશ થાય છે. આ ઉપરાંત નિરાંત, ધીરો, ભોજો, પ્રીતમ તથા સ્વામિનારાયણ સંપ્રદાયના કવિઓનો ફાળો પણ સ્તુત્ય ગણાય. કવિ શામળભટ્ટ મધ્યકાલીન ગુજરાતી કવિ હોવા છતાં એ એમના યુગના કવિઓથી જુદા પડે છે. કવિતાવિષયક દૃષ્ટિકોણ પણ એમનો અલગ પડે છે. તો પદ્મનાભ જેવા કવિએ પણ વીર-કરુણ-રસસભર પ્રબંધનું આલેખન કર્યું છે. જે એ યુગના અન્ય કવિઓ કરતાં જુદા પ્રકારનું છે. મધ્યકાલીન કવિઓની કવિતામાં આવતા મૃત્યસંદર્ભને તપાસવાનો છે. નરસિંહ, મીરાં તથા દયારામે પ્રેમલક્ષણાભક્તિ ગાઈ છે. આ બધાએ ક્યારેય મુક્તિ કે મોક્ષની વાંછના કરી નથી. કારણ તેઓ તો સદેહે જ જીવનમુક્ત થઈ ગયેલાં હતાં. એ મુક્તિનો અનુભવ એમની કવિતામાં જોવા મળે છે. મૃત્યુને મંગલ અવસર ગણનારાને મૃત્યુનો ભય શો? વળી આ સૌ તો ભક્તિ કરવા ખાતર ફરી ફરી અવતરવા પણ ઇચ્છે છે. તેઓ તો બ્રહ્મસત્યમ્ જગત્ સત્ય'ના પુરસ્કર્તા છે. ને તેથી જ તેઓની કવિતામાં મૃત્યુ વિશેની વાતો બહુ આવતી નથી. ઈશ્વર પર અખૂટ શ્રદ્ધા રાખનારા આ કવિઓને ન તો જીવનનો ભય છે, કે ન મૃત્યુનો. આ બધા તો ભગવાનવત્સલ ભક્તો છે. કવિતા તો તેઓને માટે ભક્તિ વહાવવાનું નિમિત્ત માત્ર છે. મધ્યકાલીન સર્જકોએ પોતાના જીવનની તવારીખનો બહુ વિચાર કર્યો નથી. ઈહલોકના જીવનનું મહત્ત્વ એમને મન કદાચ બહુ ન હતું. તેથી સ્વ વિશે તેઓ મોટેભાગે મૌન રહ્યા છે. - ભગવાન શંકરને તપ દ્વારા પ્રસન્ન કરનાર નરસિંહે (1410-1480) તો સદેહે મુક્તિપુરી જોઈ હતી. એનો આનંદ જ એને એટલો બધો હતો કે એ સિવાય કશું ગાવાનું એને ગમે પણ નહિ. ત્યાં આપણે દુન્યવી લોકો જેને “મૃત્યુ' કહીએ છીએ તેવા મૃત્યુની વાત ભાગ્યે જ આવે. ને આવે ત્યારે પણ કરૂણારૂપે તો નહિ જ. પાર્વતીપતિએ હાથ ઝાલીને બતાવેલી મુક્તિપુરીની ભવ્યતા માણી હોય એને મૃત્યુનો ભય ક્યાંથી હોય ? નરસિંહ કહે છે - મંડળિકરાય જો મુજને મારશે તેહમાં તો તારું પત જાશે - મૃત્યુને ભયે નરસૈયો બીતો નથી “ભક્તવત્સલ” તારું બિરુદ જાશે” નરસિંહને મૃત્યુનો ભય નથી એ સાચું, પરંતુ મૃત્યુની અનિવાર્ય વાસ્તવિકતા તરફ આપણું ધ્યાન તેઓ જરૂર દોરે છે. “મામેરા માં પત્ની માણેકબાઈ અને પુત્ર શામળના મૃત્યુ સંદર્ભે સ્વસ્થ સાક્ષીભાવે નરસિંહ સ્વજન મૃત્યુનો સ્વીકાર કરે છે. જે એના જ્ઞાન અને સમજ નું પરિણામ છે. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust