SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 54 “અવધ જેની થઈ તેહ જાયે સહી લેશ નહિ શોક કરતું રે મન.” 18 નરસિંહ મૃત્યુની સીધી વાત ઉચ્ચારતો ન હોવા છતાં ભક્તિબોધનાં પદોમાં, દેહ પર માનવનો કોઈ અધિકાર ન હોવાની વાત તો કરે જ છે. “દેહ તારી નથી, જો, ને જુગતે કરી રાખતાં નવ રહે, નેટ જાયે” દેહ તણા સંબંધ તે દેહ લગણ હશે પુત્રકલત્ર પરિવાર વહાવે” 19 “તાહારા માહરા નામનો નાશ છે, જેમ લૂણ-નીર દૃષ્ટાંત જોવે” 20 શરીર રાખવા ઈચ્છનાર પણ એને રાખી શકવાનો નથી. એવો સ્પષ્ટ સત્યદર્શનસૂર અહીં વ્યક્ત થયો છે. જેમનો જીવનકાળ 1498 થી 156365 નો અનુમાનાયો છે. એવી મીરાંને મૃત્યુનો ડર તો ક્યારેય ન હતો. મીરાંને શ્રી નિરંજન ભગતે નિબંધ મુક્ત માનવહૃદય તરીકે ઓળખાવી છે. આવા જીવનમુક્ત હૃદયને વળી શરીરનું મૃત્યુ શેનું સતાવે? અખંડવરને જે વરેલી હોય એને ભય પણ ન જ હોય. ને છતાં જીવનની ક્ષણભંગુરતા વિશે મીરાં સભાન છે. મીરાંને મોકલાયેલા વિષના પ્યાલાના પ્રસંગમાં પણ અંતે વાત તો એમજ સિદ્ધ થાય છે કે મૃત્યુનો જેને ભય નથી એને કોઈ ક્યારેય લાખ પ્રયત્નેય મારી શકતું નથી. ને કદાચ મૃત્યુ આવે તોય શું? હરિની ભક્તિ કરતાં મૃત્યુ પમાય તો ઉત્તમ. જીવડો જાય તો જાવા દઉં, હરિની ભક્તિ ન છોડું' કહેતી મીરાંને અજરઅમર અનંત પરમેશ્વરમાં અણનમ શ્રદ્ધા છે. પરમેશ્વરને અખૂટ પ્રેમ કરનારને શરીર-મૃત્યુનો ભય ન જ હોય. મીરાંને મન તો “સંસાર' એટલે “મૃત્યુ' છે. સંસાર દુઃખમય, પરિવર્તનશીલ, અનિત્ય હોવાથી મૃત્યુ સમાન હોવાનું મીરાં કહે છે. જીવનની ક્ષણભંગુરતાનો ઉલ્લેખ મીરાંએ વારંવાર કર્યો છે. કાયાને એણે દીપસરખી કહી છે. પિંજર જેવી પણ. પિંજરમાંથી પોપટ-આત્મા ઊડી જતાં પછી પિંજર-શરીર ઝોલાં ખાતું પડી રહે છે. મીરાંની શ્રદ્ધા પુનર્જન્મમાં તથા જન્માન્તરમાં હશે એ એમની કેટલીક પંક્તિઓ પરથી સમજાય છે. “પૂર્વજન્મની પ્રીત હતી ત્યારે હરિએ ઝાલ્યા હાથ” કે “મારી પ્રીત પૂરવની રે શું કરું? પૂર્વજન્મની હું વ્રજતણી ગોપી ચૂક થાતાં અહીં આવી રે” ર પૂર્વજન્મની વાત કરતી મીરાં પુનર્જન્મ ઇચ્છતી નથી. મીરાંને આ સંસાર અને જગતનો એવો તો કડવો અનુભવ છે કે પ્રેમલક્ષણાભક્તિ ગાવા છતાં એ ફરીફરી જનમ માગતી નથી. એ કહે છે, “હવે ન પામું ગર્ભાધાન” અહીં જગતના મિથ્યાત્વનો ભાવ પ્રગટ થાય છે. પરમેશ્વર પ્રત્યેના, પ્રેમ અને ભક્તિને મીઠા જળ અને અમત માનનાર મીરાંની કવિતામાં ક્યારેક જ સીધા મૃત્યુ ઉલ્લેખો આવે છે. ને આવે છે ત્યારે નજાકતભર્યા પ્રતીક સંયોજન રૂપે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036417
Book TitleArvachin Gujarati Kavitama Mrutyunu Nirupan
Original Sutra AuthorN/A
AuthorBhanumati Jani
PublisherParshwa Publication
Publication Year1998
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size875 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy