SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ * અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 55 “જૂનું તો થયું રે દેવળ જૂનું તો થયું મારો હંસલો નાનો ને દેવળ જૂનું તો થયું તારે ને મારે હંસા પ્રીતું રે બંધાણી - ઊડી ગયો હંસ પિંજર પડી તો રહ્યું” 22 તો મૃત્યુને કાયાના આણા તરીકે ઓળખાવતી મીરાં જમ કદી પાછા ન ફરતા હોવાના વાસ્તવને પણ રજૂ કરે છે. ભક્તિ કરતાં કરતાં મીરાને અનહદનો ઝણકાર સંભળાય છે. ને એનો માહ્યલો ઝૂમી ઊઠે છે, ને કહી ઊઠે છે, “ભક્તિ આનંદરંગની હોળી, પણ ચાર દિવસની જ છે.' અલ્પાયુષી આ મનખાદેહનો તેથી તો મીરાં સદુપયોગ કરી લેવા ચાહે છે. જે ફાગણ કે દિન ચાર, હોલી ખેલો મના રે. બિન કરતાલ બજત પખવાજ રે. અનહદકી ઝંકાર.” 23 આપણા સંતકવિઓએ મૃત્યુઘટનાના દશ્ય દ્વારા વૈરાગ્યનો અનુભવ કર્યો છે. ઈ. સ. 1655 માં જન્મેલા સોરઠી કવિ મૂળદાસ લુહારી લાકડું સળગાવતાં મરી ગયેલી કીડી જોઈ . સઘળું છોડી ચાલી નીકળવાની ખુમારી દર્શાવી ગયા. આ આત્મજ્ઞાની કવિ ઉત્તમ મૃત્યુની વાત કરતાં કહે છે “મરવું એને કઈયે, મરણના બે ટળે, તો “કાયા બેડી કાગદજી માંઈ સતગુરુ ખેવણહાર' કહેનાર ત્રિકમદાસ (‘ભજનમાં ભીનાં') શરીરને કાગળની હોડી જેવું ક્ષણજીવી કહે છે. કાયાને કદી મેલ ચડવા ન દેનાર ને એનું પળે પળે ઘણું જતન કરનારને અંતે કાયા લાકડામાં હોમી દેવી પડવાની. એ વાસ્તવ દ્વારા દાસી જીવણ માનવના મૃત્યુભયને સુપેરે વ્યક્ત કરે છે. એ કહે છે જમદૂત જયારે પકડવા આવે છે ત્યારે જીવ હરેરી જાય છે. પાણીના પરપોટા જેવી કાયાને જમરા ગટગટ ગળી જવાના એ કડવા સત્યને દાસી જીવણ રજૂ કર્યા વિના નથી રહી શકતા. મૃત્યુની નિશ્ચિતતા દર્શાવવા તેઓ રાવણનું દષ્ટાંત આપે છે. ઢોલિયે જમને બાંધવા છતાં દશ મસ્તક ને વશ ભુજાળો રાવણ પણ મૃત્યુથી પર રહી ન શક્યો તેથી તો “તેડાં આવ્યાં શ્રીરામનાં ત્યારે હાટડી પડી રહી” 24 એમ તેઓ કહે છે. (“હાટડિયે કેમ રે'વાશે') રામની મરજી વિના કોઈ આ શરીરમાં એક ક્ષણ પણ વધારે રહી શકતું નથી. કહી દાસી જીવણ અંતકાળે લખેલા પદમાં મૃત્યુની વાસ્તવિક્તા સાથે પ્રભુની મરજીને સાંકળી લે છે. કવિ અખૈયો કહે છે જીવ જ્યારે દેહ છોડી વિદાય લે છે ત્યારે શરીર જાણે કે વિલાપ કરે છે. કાયમ સાથે રહેનારા જીવ અને શરીરને અંતે કાયમનું છેટું પડી જાય છે. ભક્ત કવિ દેવળદે દેહ અને આત્મા જુદા પડતાં સર્જાતી સ્થિતિનું હૃદયસ્પર્શી વર્ણન કરે છે. “જી રે હંસા રાજા, એક રે વાડીનાં દોદો ઝાડવાં રે અને વાલીડા, તમે ચંપો ને અમે કેળ રે માળી તો તે હલ્યો વિયો રે મારા અને તારી આજ બાગ પડી પસતાય રે અને તારી સેજલડી સુનકાર” રપ કવિ કાનપરી માનવને માથે હરપળે ભમી રહેલ મૃત્યુના આગમનની વાત કરતાં કહે છે, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036417
Book TitleArvachin Gujarati Kavitama Mrutyunu Nirupan
Original Sutra AuthorN/A
AuthorBhanumati Jani
PublisherParshwa Publication
Publication Year1998
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size875 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy