________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 85 માનસરોવર હંસ હતો તે પોચ્યો શ્રી પ્રભુની પાસ” 35 (પૃ. 8) કવિ વારંવાર શેઠના મૃત્યુ અંગે વિધાતાનો દોષ કાઢે છે. હંસરાજને કવિ “સ્નેહતણો સિંધુ' કહે છે. “પ્યારા તારી પ્રીત, વિસરે નહીં વિસારતાં * (પૃ. 32) કવિને શિયાળાનો નાનો દિવસ પણ હંસવિરહ લાંબો લાગે છે. સુત રડી કહે વાત તે ક્યાંય રે ગયા આવો ગોતી રે 3 (હંસવિરહ) વચ્ચે મરસિયા જેવી રચના પણ કવિ લઈ આવે છે. સૂના તમ વિના બંગલા બાગ રે જ તે આગની જેવા રે કીધાં ઓચીંતા એ પરિઆણ રે ન જાણતા કો એવું રે(પૃ. 11) કરુણ અનુભવને સીધી પણ સોંસરવી વાણીમાં કવિ વાચા આપે છે. અવલી વિધાતાએ અવડું દીધું પ્રીતમાં પાડ્યું ભંગ વિષે ભગ હંશ અમારો ઉડી ગયો, હવે કેનો કરિયે સંગ જાજું કહીને કેને દેખાડું જોનારો ગયો પરદેશ પરભૂમિનો પ્યાર કરી જેને અવડાં કીધાં વેશ 39 (પૃ. 71) મૃત્યુ પછીના દેશને પરદેશ તથા “પરભૂમિ કવિએ કહ્યાં છે. નર્મદરીતિના નાના મોટા લેખકોમાં મધુવછરામ બળવછરામના “સુવાસિકા' (1888) કાવ્યને સુંદરમે ઘણી રીતે મહત્ત્વનું ગણાવ્યું છે. કવિએ આ કાવ્યમાં “પ્રેમ અને મૃત્યુ' ના તત્ત્વજ્ઞાનને એક સાથે મૂક્યું છે. પ્રેમ અને વેદના, પ્રેમ અને મૃત્યુનો સંબંધ અહીં નિરૂપાયો છે. પતિવ્રતા નારીને હરી જતા યમને કવિ “દુષ્ટ' કહે છે. નાયક, પત્નીની યાદ આપતી પુત્રીની છબી નિહાળી રહે છે. બીજીવાર લગ્ન કરે છે. દીકરીને બાજુમાં રહેતી એક વિધવાના કુસુમ નામના પુત્ર સાથે પ્રીત બંધાય છે. સુવાસિકાના લગ્નની વાત સાંભળી કુસુમ વ્યથા પામે છે. ગામ છોડતાં પહેલાં ગામને પાદર આવી મુકામ કરે છે. સખીની દરમ્યાનગીરીથી બન્ને મળે છે. સુવાસિકા કુસુમ શબ્દ ઉચ્ચારતા ગળગળી થઈ જાય છે. ક્ષમા માગે છે આંખમાંથી અશ્રુધાર વહે છે. સુવાસિકા ઘેર પહોંચે છે. સંતાપ વધતો અનુભવે છે. પતિ અનેક ઉપચારો કરે છે. પણ એ તો વધુને વધુ ક્ષીણ થતી જાય છે. સુવાસિકા મૃત્યુ પામે છે. ને સ્નેહીજન કલ્પાંત કરે છે. કુસુમ પોતાની હૃદયવ્યથા કોઈને કહેતો નથી. રાત્રે ગુરુશિષ્ય સૂઈ જાય છે. પ્રભાતે શિષ્ય ગુરુને નહિ જોતાં પુષ્પનો પુંજ નિહાળે છે. ચકિત બને છે. નમન કરી હેતપૂર્વક પુષ્પને મસ્તકે અડાડે છે. શોક વ્યથિત ચિત્તે P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust