________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 86 ત્યાંથી જવા લાગે છે. છોટાલાલ સેવકરામે લાડકી બહેન લીલાવતીના મૃત્યુ નિમિત્તે “સૌ લાડકી બહેન (લીલાવતી) વિરહ' (1902) નામનું શોક-કાવ્ય લખ્યું છે. એ શોકોદ્ગાર નિમિત્તે સુંદર મૃત્યુ ચિંતન પણ અહીં રજૂ થયું છે. “લીલાવતીવિરહ' કાવ્ય લલિતછંદમાં રચાયું છે. દેવોની અમરતા અને માનવની મર્યતા વિશે કવિ ફરિયાદ કરે છે. અત્યારસુધી મનને જે જે રીઝવતું હતું એ જ આજ વ્યથા જન્માવે છે. “અનુરાગ ઊઠી ગયો રસ તો રીસાઈ ગયો વ્યાપિ રહ્યો રોમરોમ વિશેષ વિષાદ છે.” (“લીલાવતીવિરહ' 10) માતાપિતાની હયાતીમાં નાની ઉંમરનાં સંતાન અવસાન પામે, એ કષ્ટ અસહ્ય છે. વાછરડું મરી જતાં આંસુ સારતી ગાય પીડાનો પોકાર કરે, મૃગલાંનાં ટોળાંમાંથી એક મૃત્યુ પામતાં બને તેમ સ્વજનના મૃત્યુએ સગાંઓ વ્યથિત બને છે. જો ભેખ ધરવાથી શોકનું સમાધાન થતું હોય તો, વેરાન વનમાં વાસ કરવા પણ કવિ તૈયાર છે. કવિ કહે છે સૌ આપવીતી જાણે છે. અન્યની નહિ. મૃત્યુ માનવીને માથે જન્મથીજ સંકળાયેલું છે, માટે ક્લેશ ટાળવો, એવો બોધ આપવો સહેલો છે, પાળવો કઠણ. સં. 1957, પોષ સુદ બારસ બુધવાર કાળે નાખી જાળ, જીવ લીધો બહેન લાડકીનો” 45 (પાનું 37). કવિ કરુણ આક્રોશ તથા વેદના વ્યક્ત કરતાં કહે છે લોકો અને શાસ્ત્રો પરલોક પરધામની વાતો કરે છે. પણ એનું પૂરું ઠામ ઠેકાણું કોઈ આપતા નથી. લાગણીની સ્વાભાવિક્તા અને સચ્ચાઈને કારણે વાણી નીતર્યા નીર જેવી ક્યારેક વહી આવે છે. “અખૂટ નીર આ ખૂટ્સ નાખૂટે ઝરણ શોકનાં જૂજવાં ફૂટે 42 (પાનું 87) કવિના હૃદયમાં કષ્ટ અને પરિતાપનો જળનિધિ ભર્યો છે. જન્મ જીવન અને મરણની આખી રમત ઈશ્વરે પોતાના હાથમાં રાખ્યાનું કવિ કબૂલે છે. ભગિની-પ્રેમના કાવ્ય તરીકે ગુજરાતી કવિતામાં પ્રથમ કાવ્ય તરીકે ગણાવતાં સુંદરમ્ આ કાવ્યને ‘વિરહકાવ્ય' તરીકે પણ એટલીજ અગત્ય આપે છે. તેઓ લખે છે તેમાં આવેલું જીવન અને મૃત્યુના રહસ્યનું ચિંતન તેને elegy ની કોટિમાં પણ બેસાડે તેવું છે' (આ. કે. સુંદરમ્ 107) “કાવ્યનો સૌથી ઉત્તમ ભાગ બહેનના સંભારણાનો છે” ભાવની સચ્ચાઈ આપોઆપ કળામય ઉદ્ગારો લઈ આવે છે. બેનના કેટલાંક સુંદર શબ્દચિત્રો પણ આમાં છે. - નર્મદ પછીના ને પંડિતયુગના પહેલાનાં કેટલાંક કવિઓએ પણ નર્મદ તેમજ દલપતરીતિના શોકકાવ્યો આપ્યાં છે. શુક્લ નથુરામ સુંદરજીએ પોરબંદરના રાણા ભાવસિંહજીના મૃત્યુનો શોક ગાતું “ભાવવિરહબાવની' નામનું કાવ્ય 1902 માં લખ્યું. જે 1908 માં છપાયું. મહારાણાનું અવસાન થતાં પ્રકાશ વિના દિશાઓ પણ ઝાંખી પડી ગયાનો નિર્દેશ કવિ કરે છે. રાણા ભાવસિંહ જતાં પ્રસિદ્ધ પોરબંદરનું રૂપ ઝંખવાઈ ગયાનું કવિ કહે છે. કવિ વિયોગને વ્યાધિથી પણ વધુ તીક્ષ્ણ ગણાવે છે. કવિ કહે છે “ભાવસિંહજી જતાં મનોરથનાં મંડપ તૂટી પડ્યા'. લહેરની લતાઓ સાથે સૂકાયાં સુખોના વૃક્ષ. આનંદનો બાગ ઉજ્જડ થઈ ગયાનું ને મનોહર માર્ગ શૂન્ય બની ગયાનું કવિ કહે છે. “આનંદના P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust