________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 87 અવસર’ સમા ભાવસિંહજી જતાં કવિને એટલો તો આઘાત લાગે છે કે અશ્રુનાં પૂર એવાં તો રેલાય છે, કે સાતે વારિધિ જાણે નેણમાં વસ્યાં ન હોય ! આ કાવ્યમાં ક્યારેક એની એ પંક્તિઓ સહેજ શબ્દફેર સાથે આવતાં પુનરાવર્તન દોષ થાય છે. શિયાળાનો સમય છતાં વ્યાધિરૂપ વાદળ ધસી આવ્યાં છે. નક્કી અમારાં નયનમાં . - વર્ષાઋતુ આવી વસી” 43 (પૃ. 16) પેલો શોક શિયાળામાંય ગ્રીખનો અનુભવ કરાવે છે. નથુરામના શિષ્ય બારોટ કેશવલાલ શ્યામજીએ “ભાવવિરહષોડશી' લખી. જેમાં રાણાના રૂપને રવિ સાથે ને પોરબંદરની પ્રજાને પદ્મ સાથે સરખાવી છે. આધાર અલગ થતાં દુઃખદરિયે જાણે તેઓ ડૂબી મરે છે. પીડાનો પાર નથી. શોકને કાવ્યમાં શી રીતે વર્ણવવો એની મૂંઝવણ છે. શેઠ વલ્લભદાસ પોપટે સંવત 1936 સન 1880 માં મહુવાના પ્રખ્યાત મહેતાજી માહેશ્વર ઇચ્છારામના સ્વર્ગવાસથી થયેલ આઘાતના સંદર્ભમાં “માહેશ્વરવિરહ' કાવ્ય લખ્યું. મહુવાના લોકપ્રિય મહેતાજી માહેશ્વર ઇચ્છારામનો સ્વર્ગવાસ તા. 4 થી ફેબ્રુઆરી 1879 એકાદશીને મંગળવારે થયો. આ માયાળુ મહેતાજીના નાની વયે અચાનક થયેલા મરણથી કવિના અંતઃકરણમાં અતિશય અસર થતાં આ કરુણ-રસમય લઘુગ્રંથ રચાયો. માહેશ્વર ઇચ્છારામનો સ્વર્ગવાસ થતાં કવિ કહે છે, “આનંદ આદીત્ય આજ આથમ્યો જણાય છે' માહેશ્વરના મૃત્યુ નિમિત્તે થયેલો શોક ક્યારેક મરસિયાની જેમ સાવ સીધી સાદી વાણીમાં વહે છે. “મરણ આપનું સઘ સાંભળી હૃદય રાત દી જાય છે બળી શરીરમાં બધે લાગી લાય રે ગુણિ ગુરૂ ગયા હાય હાય રે જ (પૃ. 12) સદ્ગતની સાથે કવિનો સ્વપ્નમાં સંવાદ ચાલે છે. બરકે તોય તે ના ઊભા રહ્યા પકડવા ઉઠ્યો તુર્ત ત્યાહરે' (પૃ. 16). કવિના મૃદુ હૈયામાં માહેશ્વરના મૃત્યુથી ઊંડો ઘા પડ્યો છે. જેવી રીતે પાગલ માણસ સુધબુધ વિસરીને વિકળ થઈ ફરે તેમ કવિ પણ બહાવરા બહાવરા ફરે છે. ‘છણ છણ છણ બાળે છાપ છાતી છપાણી 1 ગુરૂ ગુરૂ ગુરૂ બોલું નેત્રમાં પૂર્ણ પાણી' (18) સંસારને ક્ષણભંગુર અને સુખદુઃખ પ્રધાન ગણવા છતાં મનમાંથી માહેશ્વરના મૃત્યુનો વિચાર જતો નથી. ક્યારેક આત્મલક્ષિતાનો અતિરેક ભાવોને કાવ્યત્વની કોટિએ પહોંચાડી શકતો નથી. અધિક ઉપાય કરવાં છતાં કવિનું આંતરદુઃખ જતું નથી. આમ તો સૌ કોઈ જાણે છે કે વ્યક્તિના મૃત્યુ પછી કોઈ એને મળી ન શકે કે ન એ કોઈને, છતાં એક ઝંખના રૂપે કવિ કહે છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust